Secret System: ચીનનો બસો પર સીધો કંટ્રોલ!, જાણો નોર્વે, ડેનમાર્ક, બ્રિટન સહિતના દેશો કેમ ચિંતામાં મૂકાયા?

  • World
  • November 10, 2025
  • 0 Comments

China Electric Bus Secret System: ચીન ટેકનોલોજીમાં ઘણું આગળ નીકળી ગયું છે અને વિશાળ જાસૂસી નેટવર્ક પાથર્યું છે જેમાં વાત એવી સામે આવી છે કે નોર્વે અને ડેનમાર્કમાં ચીની કંપનીની ઇલેક્ટ્રિક બસો બેઇજિંગ નિયંત્રિત કરતું હોવાના આરોપ લાગ્યા છે, અન્ય દેશોમાં મોજુદ પોતાની કંપનીની બનેલી બસો ચીન પોતાની મરજી મુજબ બંધ કરી શકે છે અને ચાલુ પણ કરી શકે છે આ વાત સામે આવ્યા બાદ નોર્વે અને ડેનમાર્ક તપાસમાં લાગ્યું છે ત્યારે બ્રિટેનની સરકારે પણ ચીની કંપની યુટોન્ગની બનાવેલી સેકન્ડો ઈલેક્ટ્રિક બસની તપાસ શરૂ કરી દીધી છે.

બ્રિટિશના રસ્તાઓ પર દોડી રહેલી ચાઈનીઝ બસોને ચીન દુરથી બંધ કે ચાલું કરી શકે છે તે વાતથી બ્રિટન સચેત થઈ ગયુ છે અને ચીન તેને કંટ્રોલ કરી શકે છે તે વાત ઉપર તપાસ ચાલુ કરી છે. હાલમાં પરિવહન વિભાગ અને નેશનલ સાઈબર સિક્યોરિટી સેન્ટર સયુંકત રીતે તપાસ કરી રહ્યા છે.

ચીનની યુટોન્ગ કંપની બસોના કંટ્રોલ સિસ્ટમ સુધીની આ પહોંચ સોફ્ટવેર અપડેટ અને ડાયગ્નોસિસ માટે હોવાનું જણાવી ચીની કંપનીએ સ્પષ્ટતા કરી છે કે, કંપની નિયમોનું પાલન કરી રહી છે જે પણ ડેટા લેવામાં આવે છે. તે માત્ર બસને ફિટ રાખવા માટે હોય છે.

બીજી તરફ ફાઈનેશિયલ ટાઈમ્સની રિપોર્ટમાં જણાવાયા મુજબ નૉર્વમાં તપાસમાં ખુલ્યું છે કે, હકીકતમાં ચીની કંપની યુટોન્ગ પોતાની બસોને દુરથી જોઈ શકે છે અને ઇચ્છ મુજબ રોકી પણ શકે છે. ડેનમાર્કે પણ આ કારણે તપાસ શરુ કરી છે. બ્રિટેનમાં યુટોન્ગે અંદાજે 700 ઈલેક્ટ્રિક બસની સપ્લાય કરી છે. કંપની લંડનમાં ડબલ ડેકર બસને લાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ બસ ટ્રાન્સપોર્ટ ફોર લંડનના નિયમોનું પાલન કરે છે. ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે આ બાબતની તપાસ કરી રહ્યા છીએ. અમે નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટર સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ.

અમે નોર્વે અને ડેનમાર્કના નિર્ણયો માટેના ટેકનિકલ આધારને સમજવા માંગીએ છીએ. સરકાર કોઈ જોખમ લેવા માંગતું નથી અને હંમેશા સતર્ક છે અને તપાસ ચાલુ છે. આમ,ચીનની આ ભેદી ટેકનોલોજીકલ પોલ ખુલતા જ્યાં જ્યાં આ ઇલેક્ટ્રિક બસો દોડે છે ત્યાં બસમાં લાગેલી સીક્રેટ સર્કિટ શોધવાનું શરૂ થયું છે.

આ પણ વાંચો:

મેરિકા-ચીન ટ્રેડવોરનો અંત?, ચીને અમેરિકા પરનો 24% ટેરિફ હટાવ્યો! | US-China Trade War

Gopal Italia: આ સરકાર નથી સર્કસ છે, તમારી વેદના કોણ સાંભળશે?, સરકારી સહાય સામે ગોપાલ ઈટાલિયા શું બોલ્યા જુઓ!

Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને ઉલ્ટા ચશ્મા પહેરાવ્યા!, હેક્ટરે 22 હજારની સહાય તો 2 વર્ષથી ચૂકવાઈ જ છે, ભાજપ નેતાનો જ વિરોધ!

Related Posts

Iran War: ઈરાને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ ઉપર કર્યા વધુ હુમલા! કુલ 13 અમેરિકન સૈનિકોના મોત ; 150 ઘાયલ
  • March 14, 2026

Iran War: ઈરાન યુદ્ધમાં સામસામે ચાલુ રહેલા હુમલાઓમાં બન્ને પક્ષે નુકસાન થઈ રહ્યું છે અને અમેરિકાની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 13 અમેરિકન જવાનો શહીદ થયા છે.ઈરાને કુવૈત…

Continue reading
Strait of Hormuz: ઈરાને ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ ખોલ્યો ; LPG ભરેલું જહાજ ભારત આવવા રવાના! સંકટ હળવું બનશે
  • March 14, 2026

Strait of Hormuz: ઈરાન યુદ્ધ આજે 15મા દિવસે પણ ચાલુ રહ્યું છે અને એકબીજા ઉપર હુમલાઓનો દૌર શરૂ રહ્યો છે આ બધા વચ્ચે ભારત માટે રાહતના સમાચાર એ છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: ઈરાને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ ઉપર કર્યા વધુ હુમલા! કુલ 13 અમેરિકન સૈનિકોના મોત ; 150 ઘાયલ

  • March 14, 2026
  • 4 views
Iran War: ઈરાને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ ઉપર કર્યા વધુ હુમલા! કુલ 13 અમેરિકન સૈનિકોના મોત ; 150 ઘાયલ

Strait of Hormuz: ઈરાને ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ ખોલ્યો ; LPG ભરેલું જહાજ ભારત આવવા રવાના! સંકટ હળવું બનશે

  • March 14, 2026
  • 5 views
Strait of Hormuz: ઈરાને ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ ખોલ્યો ; LPG ભરેલું જહાજ ભારત આવવા રવાના! સંકટ હળવું બનશે

Iran War Updates: ઈરાનની દુઃખતી નસ હવે ટ્રમ્પે શોધી કાઢી! ખાર્ક ટાપુ પર ભારે બોમ્બમારો, ટ્રમ્પે કહ્યું ‘હોર્મુઝ સ્ટ્રેટ’ને જલ્દી ખોલી નાખીશું!

  • March 14, 2026
  • 10 views
Iran War Updates: ઈરાનની દુઃખતી નસ હવે ટ્રમ્પે શોધી કાઢી! ખાર્ક ટાપુ પર ભારે બોમ્બમારો, ટ્રમ્પે કહ્યું ‘હોર્મુઝ સ્ટ્રેટ’ને જલ્દી ખોલી નાખીશું!

Adani: કચ્છમાં અદાણીની ત્રીજી વીજ લાઈન માટે વધુ પાંચ હજાર ખેડૂતોની 1 હજાર એકર જમીન ઝૂંટવી લેવાનો તખ્તો તૈયાર!

  • March 13, 2026
  • 10 views
Adani: કચ્છમાં અદાણીની ત્રીજી વીજ લાઈન માટે વધુ પાંચ હજાર ખેડૂતોની 1 હજાર એકર જમીન ઝૂંટવી લેવાનો તખ્તો તૈયાર!

LPG: દેશમાં ગેસની ‘કટોકટી’ને સરકાર નોર્મલ ગણે છે! કહે છે અફવા ન ફેલાવો! જુઓ, ખાસ ચર્ચા.

  • March 13, 2026
  • 8 views
LPG: દેશમાં ગેસની ‘કટોકટી’ને સરકાર નોર્મલ ગણે છે! કહે છે અફવા ન ફેલાવો! જુઓ, ખાસ ચર્ચા.

Congress: ભાજપની ‘સબ સલામત’ની ગુલબાંગો વચ્ચે ગેસ માટે લોકોની લાંબી લાઈનો લાગી! વિપક્ષે કર્યું વિરોધ પ્રદર્શન

  • March 13, 2026
  • 8 views
Congress: ભાજપની ‘સબ સલામત’ની ગુલબાંગો વચ્ચે ગેસ માટે લોકોની લાંબી લાઈનો લાગી! વિપક્ષે કર્યું વિરોધ પ્રદર્શન