
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ એરપોર્ટ ખાતે ગુરુવારે ફાસ્ટ ટ્રેક ઈમીગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સુવિધાઓથી એરપોર્ટ પર મુસાફરી કરતા લોકો સ્વયં પાસપોર્ટ વેરિફિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા સરળતાથી પ્રવેશ મેળવી શકશે, અને લોકોને પોતાની મુસાફરી દરમિયાન સમયનો બચાવ પણ થશે.
આ સુવિધામાં, મુસાફરોએ ટેકનિકલ એન્ટ્રી વિન્ડો પર પાસપોર્ટ સ્ક્રેન કરતા ફર્સ્ટ વિન્ડો ઓપન થશે ત્યારબાદ ફિગર પ્રિન્ટથી બાયોમેટ્રિક વેરિફિકેશન કરતા સેકન્ડ વિન્ડો ઓપન થશે. આ સિસ્ટમથી આંતરરાષ્ટ્રીય સલામતી અને સુરક્ષામાં પણ વધારો થઈ શકશે. આ કાર્યક્રમમાં અમદાવાદના સાંસદ ધારાસભ્ય સભ્યો અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ જોડાયા હતા. અમિત શાહ ના હસ્તે મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઇ, હૈદરાબાદ, કોચ્ચી અને કોલકાતા એમ 7 એરપોર્ટ પર આ સેવા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ SURATમાં ચોકાવનારી ઘટનાઃ 16 વર્ષિય કિશોરીએ જાતે ગર્ભપાત કરી બાળકીને ફેકી દીધી