Bihar politics: નીતિશે CM પદેથી આપ્યું રાજીનામું,ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપ્યો,કાલે ફરી લેશે શપથ!

  • India
  • November 19, 2025
  • 0 Comments

Bihar politics: NDA વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ નીતિશ કુમાર રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યા હતા અને પોતાનું રાજીનામું સુપરત કર્યુ હતુ ત્યારબાદ તેમણે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને NDA ધારાસભ્યોના સમર્થનનો પત્ર સુપરત કર્યો છે અને રાજ્યમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.

હવે,શપથ ગ્રહણ સમારોહ 20 નવેમ્બરના રોજ યોજાવાનો છે જેમાં તેઓ ફરી નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.NDA વિધાનસભા પક્ષની બેઠકમાં ભાજપના નેતા સમ્રાટ ચૌધરીએ નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેશે.ભાજપ વિધાનસભા પક્ષે સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાને નાયબ મુખ્યમંત્રી તરીકે જાળવી રાખવાનો નિર્ણય લીધો છે.સમ્રાટ ચૌધરી ભાજપ વિધાનસભા પક્ષના નેતા અને વિજય સિંહાને ઉપનેતા તરીકે ચૂંટવામાં આવ્યા,સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પીકરનું પદ ભાજપને જશે.

આજે બુધવારે તા.19 નવેમ્બરના ના રોજ મુખ્યમંત્રી નિવાસસ્થાને JDU વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી જેમાં નીતિશ કુમારને સર્વાનુમતે નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે (20 નવેમ્બર) ના રોજ પટના ખાતેના ગાંધી મેદાનમાં યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAએ 202 બેઠકો જીતી હતી જેમાં 89 બેઠકો જીતી ભાજપ રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો.નીતિશ કુમારના જનતા દળ (યુનાઇટેડ) એ 85 બેઠકો મેળવી હતી, જે સંખ્યાની દ્રષ્ટિએ બીજા ક્રમે છે.

આ ઉપરાંત, ચિરાગ પાસવાનના LJP (R) એ 19 બેઠકો જીતી હતી. હિન્દુસ્તાની અવમ મોરચાએ પાંચ અને RLM ચાર બેઠકો જીતી હતી.જયારે વિપક્ષ મહાગઠબંધનને ફક્ત 35 બેઠકો મળી હતી.આમ,બહુમત હાંસલ કર્યા બાદ હવે નીતિશ કુમાર ફરી એકવાર બિહારના CM બનવા જઈ રહયા છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’
  • September 26, 2026

Sonam Wangchuk Ladakh: પર્યાવરણ કાર્યકર્તા અને લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે લાંબા સમયથી અવાજ ઉઠાવતા સોનમ વાંગચુકે લદ્દાખની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. 24 સપ્ટેમ્બરે…

Continue reading
Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ
  • September 26, 2026

Uttarakhand SIR: ઉત્તરાખંડમાં ચાલી રહેલી વિશેષ સઘન પુનરીક્ષણ એટલે કે SIR પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીને લઈને મોટો આંકડો સામે આવ્યો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી BVR C પુરુષોત્તમે 24 સપ્ટેમ્બરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

  • September 26, 2026
  • 2 views
Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ

  • September 26, 2026
  • 3 views
Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ

Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!

  • September 26, 2026
  • 4 views
Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!

Gyanesh Kumar Controversy: જ્ઞાનેશ કુમારને હટાવવાનો સવાલ માત્ર ચૂંટણી પંચનો નહીં, મોદી સરકારની છબી પર પણ સવાલ

  • September 26, 2026
  • 4 views
Gyanesh Kumar Controversy: જ્ઞાનેશ કુમારને હટાવવાનો સવાલ માત્ર ચૂંટણી પંચનો નહીં, મોદી સરકારની છબી પર પણ સવાલ

Mayawati BSP Crisis: ક્યારેક 21 લોકસભા બેઠકો, હવે શૂન્ય; BSPના રાજકીય અસ્તિત્વ સામે મોટો પડકાર

  • September 26, 2026
  • 7 views
Mayawati BSP Crisis: ક્યારેક 21 લોકસભા બેઠકો, હવે શૂન્ય; BSPના રાજકીય અસ્તિત્વ સામે મોટો પડકાર

Prashant Kishor: 2021થી ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા, નજીકની ટક્કરમાં BJPને ફાયદો મળતો હોવાનો પ્રશાંત કિશોરનો દાવો

  • September 26, 2026
  • 7 views
Prashant Kishor: 2021થી ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા, નજીકની ટક્કરમાં BJPને ફાયદો મળતો હોવાનો પ્રશાંત કિશોરનો દાવો