
Earthquake:ભારતના પશ્ચિમ બંગાળના કોલકાતા સહિત અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેનું કેન્દ્રબિંદુ બાંગ્લાદેશમાં નોંધાયું હતું સાથેજ પાકિસ્તાન,અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે.
આજે શુક્રવારે સવારે બાંગ્લાદેશમાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો હતો આ ભૂકંપ તુંગીથી આશરે 27 કિલોમીટર પૂર્વમાં નોંધાયો હતો આ આંચકા ભારતના બંગાળ સુધી અનુભવાયા હતા.સ્થાનિક સમય મુજબ આજે સવારે 10:38 વાગ્યે ભૂકંપ નોંધાયો હતો.
યુરોપિયન-ભૂમધ્ય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર (EMSC) અનુસાર, ઘણા વિસ્તારોમાંથી હળવા આફ્ટરશોકના અહેવાલો પણ મળ્યા છે.પ.બંગાળના અનેક જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા, જેમાં માલદા, નાદિયા, કૂચ બિહાર, દક્ષિણ દિનાજપુર અને હુગલીનો સમાવેશ થાય છે. ભૂકંપ ફક્ત પશ્ચિમ બંગાળ પૂરતો મર્યાદિત ન હતો તે ત્રિપુરાના ઘણા ભાગોમાં પણ અનુભવાયા હતા.
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આવેલા ભૂકંપ પછી, ભૂકંપના આંચકા ઉત્તરપૂર્વ અને કોલકાતા સુધી પહોંચ્યા હતા,પાકિસ્તાન સહિત અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.પાકિસ્તાનમાં પણ વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે ઘણા વિસ્તારોમાં રહેતા લોકો ગભરાઈને પોતાના ઘર છોડીને ભાગી ગયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 હતી અને તે સપાટીથી લગભગ 135 કિલોમીટર નીચે કેન્દ્રિત હતી. સદનસીબે, અત્યાર સુધી કોઈ નુકસાન થયું નથી.
અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, પહેલો આંચકો સવારે 1:59 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ લગભગ 190 કિલોમીટરની ઊંડાઈએ હતું. બીજો, વધુ તીવ્ર, 5.2 નો ભૂકંપ, પાકિસ્તાનમાં સવારે 3:09 વાગ્યે અનુભવાયો હતો.
અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉત્તર ભારતના મોટા ભાગો વિશ્વના સૌથી વધુ ભૂકંપની રીતે સક્રિય પ્રદેશોમાંના એક છે.મહત્વનું છે કે ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોની અથડામણને કારણે હળવાથી લઈને ગંભીર સુધીના ભૂકંપ વારંવાર આવે છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા






