
US Shooting: અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસથી થોડે દૂર તૈનાત વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના બે જવાનો ઉપર ફાયરિંગ થતાં બંને જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલ અને વોશિંગ્ટનના મેયર મુરિયલ બોઝરે જણાવ્યું હતું કે ગાર્ડના સભ્યોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મેયર મુરિયલ બોઝરે આ ઘટનાને લક્ષિત હુમલો ગણાવી હતી, જેનાથી સુરક્ષા એજન્સીઓમાં ચિંતા વધી ગઈ છે.ઘટના પછી તરત જ FBI અને સ્થાનિક પોલીસે સંયુક્ત તપાસ શરૂ કરી. FBI ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું કે ઘાયલ સૈનિકોની તાત્કાલિક સારવાર કરવામાં આવી. ગોળી વાગ્યા બાદ એક શંકાસ્પદ વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી.
NBC એ અહેવાલ આપ્યો છે કે વોશિંગ્ટન, DC માં બે નેશનલ ગાર્ડ સભ્યો પર ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિની ઓળખ 29 વર્ષીય અફઘાન નાગરિક રહેમાનઉલ્લાહ તરીકે થઈ છે. એજન્સીઓ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે શું હુમલો ઇરાદાપૂર્વક સૈનિકો પર કરવામાં આવ્યો હતો. આતંકવાદી દ્રષ્ટિકોણથી પણ આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.
ઘાયલ સૈનિકોને EMT ટીમ દ્વારા CPR અપાયો હતો અહીં ફૂટપાથ પર લોહીના ડાઘ અને તૂટેલા કાચ પડયા હતા.ઘટનાની થોડી મિનિટોમાં જ મોટી સંખ્યામાં પોલીસ, ફાયર વિભાગ અને હેલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ગોળીબારથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
●ડીસીમાં નેશનલ ગાર્ડની તૈનાતી વિવાદ ચાલે છે
વોશિંગ્ટન, ડીસીમાં નેશનલ ગાર્ડની તૈનાતી છેલ્લા કેટલાક મહિનાઓથી એક મુખ્ય રાજકીય મુદ્દો રહ્યો છે.ઓગસ્ટમાં શહેરમાં 300 થી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા, જેમાંથી ઘણા પાછા ફર્યા છે.તાજેતરમાં 160 સૈનિકો દ્વારા તૈનાતી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દરમિયાન, ટ્રમ્પ વહીવટીતંત્રે ડીસી પોલીસ પર ફેડરલ નિયંત્રણનો પણ આદેશ આપ્યો હતો, જેને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના વિશે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે જે કોઈ પણ સૈનિકો પર હુમલો કરશે તેને ભારે કિંમત ચૂકવવી પડશે. ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આપણે બધાએ પ્રાર્થના કરવી જોઈએ.આપણા સૈનિકો આ દેશની ઢાલ છે. આ હુમલો એક ગંભીર ચેતવણી છે.
●પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પ્રતિક્રિયા
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વોશિંગ્ટન, ડી.સી.માં થયેલા હુમલા પર દુ:ખ વ્યક્ત કર્યું હતું તેમણે ટ્વિટર (અગાઉ X) પર લખ્યું કે અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી. હું અને મિશેલ આજે ઘાયલ સૈનિકો માટે પ્રાર્થના કરી રહ્યા છીએ,આ ખૂબ જ દુ:ખદ છે ઘાયલ જવાનોના પરિવારજનોને સાંત્વના આપતા જણાવ્યું કે અમે આ ઘડીમાં તેઓની સાથે છીએ
●રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બાયડનના શાસનમાં અફઘાનિસ્તાનિઓની ઘૂસણખોરી વધી છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનના શાસનકાળમાં અફઘાનિસ્તાનથી અમેરિકામાં પ્રવેશેલા દરેક ઘૂસણ ખોરોની ફરીથી તપાસ કરવામાં આવશે. નેશનલ ગાર્ડના સભ્યો પર ગોળીબાર અંગે ટ્રમ્પે કહ્યું કે DHSને વિશ્વાસ છે કે શંકાસ્પદ વ્યક્તિ 2021માં અફઘાનિસ્તાનથી અમેરિકામાં પ્રવેશ્યો હતો. ટ્રમ્પની જાહેરાતથી અમેરિકામાં રહેતા અફઘાન નાગરિકો માટે મુશ્કેલીઓ વધુ વધશે, કારણ કે હવે તેમની કડક તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો:
Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે





