Rare Earth In Rajasthan :રાજસ્થાનની ધરતીમાંથી વિપુલ પ્રમાણમાં દુર્લભ ‘રેર અર્થ’નો વિશાળ ભંડાર મળ્યો!દુનિયામાં વાગશે ડંકો!

  • India
  • December 2, 2025
  • 0 Comments

Rare Earth In Rajasthan : સમગ્ર વિશ્વમાં જેની ખૂબજ માંગ છે અને જેના માટે ભારત સહિત દુનિયાએ અત્યાર સુધી ચીન ઉપર નિર્ભર રહેવું પડતું હતું તેવા ખૂબજ અમૂલ્ય ગણાતા અર્થ રેરનો વિશાળ જથ્થો હવે ભારતમાં મળતા ખુબજ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.

પશ્ચિમ રાજસ્થાના બાડમેર જિલ્લાના સિવાન વિસ્તારના પેટાળમાં નિયોબિયમ (Niobium) જેવો રેર અર્થનો ખનીજનો મોટો જથ્થો મળી આવ્યો છે,આ જથ્થો ₹900 અબજથી વધુની કિંમતનો હોવાનો અંદાજ છે.આ ખનીજનું ઘનત્વ વિશ્વના સરેરાશ ઘનત્વ કરતા 100 ગણું વધુ હોવાની વાત પણ સામે આવી છે.

ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (GSI)ના સૂત્રોના મતે સિવાનાની ધરતીના પેટાળમાં આવેલા ખડકોમાં નિયોબિયમ અને અન્ય રેર અર્થ તત્ત્વોના ઊંચા ઘનત્વ મળ્યા છે.અતિ દુર્લભ મનાતા આ રેર અર્થનો ઉપયોગ ઈલેક્ટ્રિક કાર, રોકેટ સાયન્સ, હાઇ-ટેક ડિફેન્સ સિસ્ટમ અને પરમાણુ ઊર્જા જેવા મહત્ત્વના ક્ષેત્રમાં થાય છે જે દુનિયામાં ખૂબજ દુર્લભ મનાય છે,હાલમાં મોટાભાગનો રેર અર્થ દુનિયાભરમાં ચીન જ પુરુ પાડે છે

પરિણામે ભારત સહિત વિશ્વએ ચીન ઉપર નિર્ભર રહેવું પડતું હતું પણ હવે ભારતમાં રેર અર્થનો મોટો જથ્થો મળી આવતા હવે ચીન ઉપર નિર્ભર રહેવું નહિ પડે.હવે,ભારતને વૈશ્વિક ટેક્નોલોજી બજારમાં લાભ મળશે, ઈલેક્ટ્રિક કારથી લઈને મિસાઈલ રૉકેટ અને પરમાણુ ઊર્જા સુધીના હાઈ-ટેક ઉદ્યોગોમાં ઉપયોગ થતો રેર અર્થ હવે ભારતની ધરતીમાંથી નીકળશે.

સિવાના રિંગ કોમ્પ્લેક્સમાં ગેલિનિયમ, રુબિડિયમ, ઈપ્રીયમ, થોરિયમ, યુરેનિયમ અને સીરિયમ સહિત લગભગ 15 પ્રકારના લેન્થેનોઇટ ગ્રુપના ખનીજો મળી આવ્યા છે.આ ખનીજોનો ઉપયોગ સુપર કંડક્ટર, મેગ્નેટ, ઈલેક્ટ્રોનિક પોલિસિંગ, ઓઈલ રિફાઇનરીમાં કેટાલિસ્ટ અને હાઈબ્રિડ કારના ઘટકો માટે થાય છે.

સિવાનામાં કમઠાઈ, દાંતા, લંગેરા, રાખી, થાપન, ભાટીખેડા, ફૂલણ અને ડંડાલી જેવા વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં ભંડાર હોવાનું માલુમ પડ્યું છે.

સિવાનાની પહાડીઓમાં લગભગ 900 અબજ રૂપિયાથી વધુની કિંમતનું રેર અર્થ હોવાનો અંદાજ છે, અહીંથી આશરે 6 હજાર મેટ્રિક ટનનું ઉત્પાદન થવાની શકયતા છે.
આમ ભારતમાં રેર અર્થનો મોટો જથ્થો મળી આવતા ભારતે મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે જેની વિશ્વભરમાં નોંધ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

Related Posts

SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ
  • September 19, 2026

SC Manipur Relief Camp Deaths: મણિપુરમાં 2023ની જાતિ આધારિત હિંસા બાદ રાહત શિબિરોમાં રહેતા વિસ્થાપિત લોકોના મોતને લઈને સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર જવાબ માંગ્યો છે. ગુરુવાર, 17 સપ્ટેમ્બરના…

Continue reading
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ
  • September 19, 2026

Balaghat Baiga Children Deaths: મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લામાં બૈગા અને અન્ય આદિવાસી બાળકોના મૃત્યુના રિપોર્ટિંગને લઈને પત્રકારો પર કથિત દબાણ અને દેખરેખના આરોપો સામે આવ્યા છે. સ્વતંત્ર પત્રકારોનો દાવો છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

  • September 19, 2026
  • 4 views
SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

  • September 19, 2026
  • 6 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

  • September 19, 2026
  • 6 views
Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

  • September 19, 2026
  • 7 views
Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 6 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી