IndianPolitics: શુ મોદીજીને શું પ્રશ્નો પૂછવા એ ‘ડ્રામા’ છે? શું જ્ઞાનેશ કુમાર SIRનું ‘નાટક’ કરી રહ્યા છે?

IndianPolitics: દિલ્હીમાં પ્રદુષણ માનવ જિંદગી માટે જીવલેણ બની રહ્યું છે ત્યારે તેનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી અને હવે તો સુપ્રીમ કોર્ટે પણ તંત્ર પાસે જવાબ માંગ્યો છે ત્યારે પીએમનો એક વિડીયો કલીપ વાયરલ થઈ છે જેમાં ‘મૌસમની મજા લો’ એમ બોલતા મોદી નજરે પડી રહયા છે ત્યારે બીજી તરફ વિપક્ષને ડ્રામા કરતા હોવાનું નિવેદન પણ ચર્ચામાં રહયુ છે.

સંસદ સત્ર શરૂ થતાં પહેલાં વિપક્ષને સલાહ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે આ સત્ર ડ્રામા માટે નહીં, પરંતુ ડિલિવરી અને રાષ્ટ્રીય નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હોવુ જોઈએ.
કમનસીબે એક બે પક્ષો તો એવા છે કે, તેઓ પરાજય પચાવી શકતા નથી.
હું વિચારતો હતો કે બિહારના પરિણામોને આટલો સમય થઈ ગયો, તો હવે બધુ થાળે પડ્યું હશે ૫રંત કાલે હું તેમની નિવેદન બાજી સાંભળતો હતો ત્યારે લાગે છે કે પરાજયે તેમને પરેશાન કરી રાખ્યા છે.

જોકે,કોંગ્રેસ નેતા અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના આ નિવેદન પર પોતાનો વિરોધ વ્યક્ત કરી વળતો પ્રહાર કરી જણાવ્યું કે સત્રમાં થઈ રહેલી ચર્ચા ડ્રામા નથી તે લોકશાહીમાં ચર્ચા જરૂરી હોય છે.

કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સંસદમાં જનહિતના મુદ્દાઓ ઉઠાવવા અને તેના પર ચર્ચા કરવી એ લોકતાંત્રિક કાર્યપ્રણાલીનો એક અભિન્ન ભાગ છે, તેને ડ્રામા ન કહી શકાય.

ગાંધીએ કહ્યું કે મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) અને ગંભીર વાયુ પ્રદૂષણ જેવા જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ અને તે વાત ડ્રામા ન હોઈ શકે.
હવે આ મુદ્દે સિનિયર પત્રકાર મેહુલભાઈ વ્યાસ દ્વારા થયેલી છણાવટ જોવાનું ચૂકશો નહિ
જુઓ વિડીયો

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

  • Related Posts

    પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
    • April 28, 2026

    ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

    Continue reading
    PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
    • April 27, 2026

    PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ

    • August 15, 2026
    • 3 views
    Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ

    Har Ghar Tiranga campaign: ‘હર ઘર તિરંગા’થી સંઘના તિરંગા સાથેના ઐતિહાસિક સંબંધ સુધી, ચાર વર્ષના અભિયાન વચ્ચે જૂના વિવાદો ફરી ચર્ચામાં

    • August 15, 2026
    • 5 views
    Har Ghar Tiranga campaign: ‘હર ઘર તિરંગા’થી સંઘના તિરંગા સાથેના ઐતિહાસિક સંબંધ સુધી, ચાર વર્ષના અભિયાન વચ્ચે જૂના વિવાદો ફરી ચર્ચામાં

    Asif Ali Zardari: ઝરદારીનો મોટો દાવો, પાકિસ્તાનમાં હિન્દુઓ ભારત કરતાં વધુ ખુશ? UN રિપોર્ટમાં સામે આવ્યું અલગ ચિત્ર

    • August 15, 2026
    • 6 views
    Asif Ali Zardari: ઝરદારીનો મોટો દાવો, પાકિસ્તાનમાં હિન્દુઓ ભારત કરતાં વધુ ખુશ? UN રિપોર્ટમાં સામે આવ્યું અલગ ચિત્ર

    Chamoli Tunnel Accident: ઉત્તરાખંડની નિર્માણાધીન સુરંગમાં ભયાનક દુર્ઘટના, પાણી-કાટમાળ ભરાતા 7 શ્રમિકોના મોત

    • August 15, 2026
    • 10 views
    Chamoli Tunnel Accident: ઉત્તરાખંડની નિર્માણાધીન સુરંગમાં ભયાનક દુર્ઘટના, પાણી-કાટમાળ ભરાતા 7 શ્રમિકોના મોત

    Rahul Gandhi: અરુણાચલમાં ચીનના પેટ્રોલિંગ રોકવાના દાવાથી હંગામો, રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માંગ્યો સ્પષ્ટ જવાબ

    • August 15, 2026
    • 6 views
    Rahul Gandhi: અરુણાચલમાં ચીનના પેટ્રોલિંગ રોકવાના દાવાથી હંગામો, રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માંગ્યો સ્પષ્ટ જવાબ

    GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

    • August 14, 2026
    • 11 views
    GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ