Sanchar Saathi App Not Mandatory:સંચાર સાથી એપ પ્રી ઇન્સ્ટોલેશન મામલે મોદી સરકારની પીછેહટ; આદેશ પરત ખેંચ્યો!

  • India
  • December 4, 2025
  • 0 Comments

Sanchar Saathi App Not Mandatory: કેન્દ્ર સરકારે મોબાઇલ ફોન પર “સંચાર સાથી” એપના પ્રી-ઇન્સ્ટોલેશનને ફરજિયાત બનાવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.

ટેલિકોમ્યુનિકેશન વિભાગે જણાવ્યું હતુંકે એપની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, સરકારે મોબાઇલ ફોન ઉત્પાદકોને સંચાર સાથી એપના પ્રી-ઇન્સ્ટોલેશનનો અપાયેલો આદેશ પરત ખેંચી લીધો છે.

જોકે,સરકારના ફરજિયાત એપ ડાઉનલોડ વાળી વાત આવતા લોકોના ભારે વિરોધ ઉઠ્યો હતો અને પ્રાઈવસી જોખમમાં મુકાય તેવી વાતો ઉઠતા ભારત સરકારે નવા ફોનમાં સરકારી સાયબર સિક્યૉરિટી ઍપ્લિકેશનને ફરજિયાત આપવાનો નિર્દેશ પાછો ખેંચી લીધો છે.

કેન્દ્ર સરકારે નવા સ્માર્ટફોનમાં ફરજિયાત રીતે સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય અંતે પરત ખેંચી લીધો છે.આ પગલું તે સમયે લેવામાં આવ્યું છે જ્યારે આદેશ જાહેર થતાં જ દેશભરમાં યુઝર્સની પ્રાઈવસીને લઈને ભારે વિરોધ શરૂ થયો હતો. સરકારનું કહેવું હતું કે આ એપ સાયબર સુરક્ષા મજબૂત કરવા માટે ફરજિયાત કરવામાં આવી હતી, પરંતુ વિરોધની તીવ્રતા અને એપની ડિલીટ કરવાની સ્વતંત્રતા અંગે ઉઠેલા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આખું નિર્દેશ પાછું ખેંચવામાં આવ્યું. જો કે રસપ્રદ વાત એ છે કે માત્ર 24 કલાકમાં જ સંચાર સાથી એપને 6 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી લીધી છે, જે અગાઉની તુલનામાં 10 ગણો વધારો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે સ્માર્ટફોન ઉત્પાદકોને 28 નવેમ્બરના રોજ આદેશ આપ્યો હતો કે આગામી 90 દિવસમાં તમામ નવા મોબાઇલ ફોનમાં સંચાર સાથી એપ પ્રિ-ઇન્સ્ટોલ કરવી રહેશે અને પહેલાથી વેચાયેલા સ્માર્ટફોનમાંપણ સોફ્ટવેર અપડેટ દ્વારા આ એપ ફરજિયાત રીતે પહોંચાડવાની રહેશે. આ નિર્ણય બાદ એવી શંકાઓ ઊઠી હતી કે યુઝર્સ એપને પોતાની ઇચ્છા મુજબ ડિલીટ કરી શકશે કે નહીં. વિપક્ષે આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો અને પ્રાઈવસીની ચિંતા અંગે સવાલ ઉઠાવતા આખરે સરકારે સ્પષ્ટ કર્યું કે એપ રાખવી ફરજિયાત નથી અને યુઝર ઈચ્છે તો તેને ડિલીટ કરી શકશે,આમ છતાં, વિવાદ ન અટકતાં સરકારે આખું પ્રી-ઇન્સ્ટોલેશન મોડલ જ પાછું ખેંચી લીધું છે

જોકે,દૂરસંચાર મંત્રાલયે જારી કરેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે સંચાર સાથી એપ લોકો સ્વયંભૂ ડાઉનલોડ કરી રહયા હોય તેના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને મોબાઈલ ઉત્પાદકો માટે તેને ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલ ન કરવા સરકારે નિર્ણય કર્યો છે

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

Related Posts

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાનો વિવાદ, 24 દિવસથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
  • August 17, 2026

Jharkhand Student Protest: ઝારખંડમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન સતત ઉગ્ર બની રહ્યું છે. રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓનું ધરણું સોમવારે 24મા દિવસે પણ ચાલુ રહ્યું…

Continue reading
Arunachal Border Dispute: વંદે માતરમ ગાવાથી, તિરંગા યાત્રા કાઢવાથી, નકલી શૌર્ય બતાવવાથી CHINA ડરી જશે?
  • August 17, 2026

Arunachal Border Dispute: અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદની સ્થિતિને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. તાજેતરમાં સરહદ વિસ્તારમાં ભારતીય સેનાના પેટ્રોલિંગને લઈને સામે આવેલા દાવાઓ વચ્ચે પૂર્વ કેન્દ્રીય ગૃહ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાનો વિવાદ, 24 દિવસથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

  • August 17, 2026
  • 3 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાનો વિવાદ, 24 દિવસથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

Arunachal Border Dispute: વંદે માતરમ ગાવાથી, તિરંગા યાત્રા કાઢવાથી, નકલી શૌર્ય બતાવવાથી CHINA ડરી જશે?

  • August 17, 2026
  • 4 views
Arunachal Border Dispute: વંદે માતરમ ગાવાથી, તિરંગા યાત્રા કાઢવાથી, નકલી શૌર્ય બતાવવાથી CHINA ડરી જશે?

UGC NET Re Exam 2026: પ્રશ્નપત્રમાં ભૂલો, જૂના સવાલોનું પુનરાવર્તન અને હવે રી-એક્ઝામ: NTAની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ

  • August 17, 2026
  • 5 views
UGC NET Re Exam 2026: પ્રશ્નપત્રમાં ભૂલો, જૂના સવાલોનું પુનરાવર્તન અને હવે રી-એક્ઝામ: NTAની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ

Bankura CJP Attack: બાંકુડામાં CJP કાર્યકરના ઘરે હુમલો, પિતાનું મોત; BJP નેતા સહિત 8ની ધરપકડ

  • August 17, 2026
  • 8 views
Bankura CJP Attack: બાંકુડામાં CJP કાર્યકરના ઘરે હુમલો, પિતાનું મોત; BJP નેતા સહિત 8ની ધરપકડ

Gujarat Liquor Ban: ખાતર માટે લાઈનો અને દારૂની હોમ ડિલિવરી, દાંતામાં ગેનીબેન-અમિત ચાવડાએ સરકારને ઘેરી

  • August 17, 2026
  • 8 views
Gujarat Liquor Ban: ખાતર માટે લાઈનો અને દારૂની હોમ ડિલિવરી, દાંતામાં ગેનીબેન-અમિત ચાવડાએ સરકારને ઘેરી

Bharuch Liquor Seized: ગુજરાતમાં દારૂબંધીનો ઢોંગ? 32.57 લાખનો દારૂ ઝડપાતા ભાજપના નેતાનું નામ સામે આવ્યું

  • August 17, 2026
  • 9 views
Bharuch Liquor Seized: ગુજરાતમાં દારૂબંધીનો ઢોંગ? 32.57 લાખનો દારૂ ઝડપાતા ભાજપના નેતાનું નામ સામે આવ્યું