
Illegal sand theft: અમદાવાદની સાબરમતી નદી સહિત ગુજરાતમાં 17 મુખ્ય અને બીજી 180 નદીઓમાં લીઝ અને લીઝ વગર મોટા પ્રમાણમાં રેતી ચોરી કરવામાં આવી રહી છે.
2020-21થી 2022-23 દરમિયાન રાજ્યમાં ત્રણ વર્ષમાં ખનીજ ચોરીના 26 હજાર ફરિયાદ નોંધાઈ ચૂકી છે રૂ. 600 કરોડની ખનીજ ચોરીની ફરિયાદો છે.
કચ્છમાં સૌથી વધુ રૂ.122 કરોડની ખનીજ ચોરી ઝડપાઈ 8 જિલ્લામાં 20 કરોડથી વધુની કિંમતની ખનીજ ચોરી ઝડપાઇ, 1 હેક્ટર જમીનમાંથી 1 લાખ ટન રેતી નિકળે છે,જેની કિંમત રૂ. 3 કરોડ થાય છે.
ગ્યાસપુર ખાતે ગેરકાયદે સાદી રેતી ખનન અંગેની ફરીયાદના આધારે દરોડા પાડ્યા હતા.જેમાં આશરે ૨.૩૬.૦૦ હેક્ટર વિસ્તારમાં ખાણ કામ કરી ૨.૫ લાખ મેટ્રીક ટન જેટલી રેતી બીન અધિકૃત રીતે વેચાણ કરવામાં આવેલી હોવાનું જણાયુ હતુ જેની કિંમત અંદાજે ૬.૨૫ કરોડ રૂપિયા જેટલી થાય છે.
ભવાનભાઈ રઘુભાઈ ભરવાડ સામે અગાઉ પણ રેતી ચોરીનો ગુનો દાખલ થયેલો છે,ડ્રોન સર્વેલન્સ દ્વારા ગેરકાયદે ખનન સામેની આ કદાચ સૌથી પહેલી મોટી કાર્યવાહી થઇ છે.
13 જૂનના રોજ કલેક્ટર વિક્રાંત પાંડેની સૂચનાથી ગ્યાસપુરના સીટી સર્વે 32 અને ૩૪માં રેતી ખનન અંગે આકસ્મિક તપાસ કરવામાં આવતા ખનીજ માફીયાઓ ડંપરો મૂકી ભાગી છૂટ્યા હતા.
ખાણ અને ખનીજ વિભાગના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી નીરવ બારોટ, વટવા વિસ્તારના મામલતદાર દિનેશભાઈ પટેલીયાએ ડંપર તેમજ હીટાચી મશીનના માલીકની માહિતી મેળવી તેની તપાસ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસા તાલુકાના રાણપુર ગામે ખનીજ ચોરી મામલે મેગા ઓપરેશન કર્યા બાદ કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાં ગેરકાયદે રેતી વહન કરતા 125થી વધુ ડમ્પર અને ટ્રેલરો તેમજ 7 જેટલા મશીન ઝડપી રાજ્યનું સૌથી મોટું ખનીજ ચોરીનું ઓપરેશન પાર પાડ્યું છે ત્યાંથી રેતી અમદાવાદમાં આવે છે અને સાબરમતીના તટની રેતી 40 ટકા ભેળવીને વેચવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ પટેલે આ અંગે કરેલી વિસ્તૃત છણાવટનો વિડીયો જોવાનું ચૂકશો નહિ.જુઓ વિડીયો
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!





