Politics News: મોદી સરકારની નામ બદલવાની ‘રાજનીતિ’માં જનતાના કરોડો રૂપિયાનું આંધણ થઈ જશે! જાણો કેવી રીતે?

  • India
  • December 18, 2025
  • 0 Comments

Politics News: આજકાલ દેશમાં મોદી સરકારની નામ બદલવાની જે મગજ ઉપર ધૂન સવાર થઈ છે તે અંગે સામાન્ય નાગરિક પણ વિચારતો થયો છે કે ‘આખિર નામ મે કયા રખ્ખા હૈ?’ પણ આતો ગજબની રાજહઠ કહો કે રાજનીતિ પણ શરૂ જરૂર થઈ ચુકી છે અને અલગ અલગ નામો બદલવામાં આવી રહયા છે પરંતુ આ બધી પ્રક્રિયા પાછળ જે ખર્ચ થવાનો છે તે કરોડો રૂપિયાનો ખર્ચ મામલે બુદ્ધિજીવી વર્ગમાં તર્ક ઉઠ્યો છે કે આ નામ બદલવાની નીતિરિતીમાં કરોડોનું આંધણ થશે.

આ નાણાં વિકાસના કાર્યમાં કે યોજનાને અપડેટ કરવામાં વાપરવાના બદલે સમય અને જનતાના નાણાંનો વેડફાટ સિવાય કંઈ નહીં હોવાનું જણાય રહ્યું છે.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના નાબૂદ કરી સંપૂર્ણપણે નવો કાયદો અને નવા નામ સાથે નવી ઓળખ અમલમાં લાવવા સરકારે પ્રયાસો શરૂ કરતાં વિપક્ષ દ્વારા તેનો વિરોધ શરૂ થયો છે.હાલમાં મનરેગાનું નામ બદલવા મુદ્દે ઘમાસાણ મચ્યું છે પણ જો સહેજેય ખર્ચની બાબતમાં વિચાર કરવામાં આવેતો યોજનાનું નામ બદલાય એટલે બધું બદલવું પડે જેમકે શ્રમિકોને અપતા જોબકાર્ડથી લઈ સ્ટેમ્પ,લેટરપેડથી માંડી ગ્રામ પંચાયતોમાં અને જિલ્લા પંચાયતોના બોર્ડ, દીવાલો ઉપરની જાહેરાતો, સ્ટેશનરી,ડિજિટલ ઈન્ફર્મેશન બધું જ બદલવું પડે આ બધું લાગે છે સહેલું પણ છે નહીં.

હવે બધું ડિજિટલ થઈ જતા વેબસાઈટના ડોમેન બદલવાથી લઈ મોબાઈલ એપ્સના ઈન્ટરફેસ, ડેટાબેઝના હેડર, તમામ ડિજિટલ ઈમ્પ્રેશનના નામ, કરોડો શ્રમિકોના બેન્ક ખાતા સાથે જોડાયેલી પેમેન્ટની સ્લિપ અને ફોર્મેટના નામ બદલવાની જરૂર ઉભી થશે આ માટે મોટો ખર્ચ થવાનો છે.

આ આખી પ્રોસેસમાં કરોડો રૂપિયાની બરબાદી થશે,જેમકે અંદાજે 25 કરોડ શ્રમિકોના જોબકાર્ડ કે જે હાલ મનરેગાના લોગો વાળા છે જે યોજના બદલાતા તે રદ્દ થઈ જશે આ નવી યોજનાના નવા લોગો અને નામ વાળા બનાવવાનો ખર્ચો જ 500 કરોડ રૂપિયા થઈ જાય આ ઉપરાંત ગ્રામ પંચાયતોની દીવાલો ઉપરની જૂની જાહેરાતો દૂર કરી નવી જાહેરાત કરવાનો ખર્ચ 250 કરોડ રૂપિયા થઈ શકે.

આ સિવાય 700 જિલ્લાના 7000 બ્લોકમાં તમામ રબર સ્ટેમ્પ, લેટરહેડ, રજિસ્ટર, મસ્ટર રોલ, ફાઈલ કવરો, અરજી પત્રકો, ઓફર લેટર અને અન્ય કોમ્યુનિકેશન માટે વપરાતા પત્રો અને સ્ટેશનરી અને સામગ્રી નવી બનાવવાનો ખર્ચ માંડવામાં આવેતો રૂપિયા 150 કરોડ થશે, યોજનાના રી બ્રાન્ડિંગનો ખર્ચો 400 થી 500 કરોડ થવાનો સહેજેય અંદાજ છે એટલુંજ નહિ પણ આ બધું એકજ ઝાટકે થતું નથી તેને અમલમાં લાવતા મહિનાઓ નીકળી જશે જેમાં A ટુ Z ફેરફાર કરવા કર્મચારીઓ પણ રોકાયેલા રહેતા રોજિંદા કામો અટવાઈ શકે.

મનરેગા માત્ર એક કલ્યાણકારી યોજના નથી, પરંતુ સંસદ દ્વારા પસાર કરાયેલી કાનૂની ગેરંટીનો એક ભાગ છે જેમાં બંધારણીય સુધારા વધારા કરવાના હોય છે.જેમાં દેશવ્યાપી મોટો ખર્ચ થશે.આમ, સમય સાથે કરોડો રૂપિયાની બરબાદી સિવાય બીજું કંઈ નહીં હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

હવે મનરેગા યોજનાનું નામ વીબી જી રામ જી કરવા પાછળ શુ રાજકીય લાભ થશે તેતો સરકારને ખબર પણ આ બધું કરવા પાછળનો ખર્ચ અને સમય સમજવા જેવો છે.મહત્વનું છે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગા દુનિયાની સૌથી મોટી સોશિયલ સિક્યોરિટી સ્કીમ ગણાય છે.

મનરેગા યોજનાને તત્કાલીન મનમોહન સરકારે શરૂ કરી હતી અને શરૂઆત આ યોજનાનું નામ નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ હતું ત્યારબાદ નામ બદલીને મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ કરાયું હતું આ યોજના એક ઇન્ડિયન લેબર લો અને સોશિયલ સિક્યોરિટીનો છે જેનો ઉદ્દેશ્ય શ્રમિકોને કામ કરવાનો અધિકારની ગેરંટી આપવાનો છે.

દેશના કાશ્મીરથી કન્યાકુમારી સુધીના દરેક ગામડામાં આ યોજના હાલ અમલમાં છે જેમાં લગભગ ૨૫ કરોડ શ્રમિકો આ યોજના સાથે જોડાયેલા છે આ પૈકીના ૧૪.૩૩ કરોડ શ્રમિકો સતત રોજગારી મેળવી રહયા છે. આ યોજનામાં દેશની ૨.૬૯ લાખ ગ્રામ પંચાયતો, ૭,૦૦૦થી વધારે બ્લોક અને ૭૦૦થી વધારે જિલ્લામાં અમલમાં છે ત્યારે સહેજેય કલ્પના કરી શકાય કે માત્ર નામ બદલવામાં કેટલું બધું બદલવું પડશે જે આખા દેશને લાગુ પડે છે અને આખી એક સિસ્ટમનો ભાગ છે.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો
  • September 18, 2026

Rice Production Decline India: ભારતમાં ચાલુ વર્ષે ચોખાના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની આશંકા છે. ઓછા વરસાદ અને પાક તૈયાર થવાના મહત્વપૂર્ણ તબક્કામાં પૂરતી ભેજ ન મળવાને કારણે આ વર્ષે ચોખાનું…

Continue reading
Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’
  • September 18, 2026

Surendranath College Mohammadi Tarannum: કોલકાતાની સુરેન્દ્રનાથ કોલેજમાં વાઇસ પ્રિન્સિપાલ અને શિક્ષક-પ્રભારી મોહમ્મદી તરન્નુમને લઈને વિવાદ ઊભો થયો છે. છેલ્લા 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત તરન્નુમ સપ્ટેમ્બર 2007થી કોલેજમાં વાઇસ પ્રિન્સિપાલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

  • September 18, 2026
  • 2 views
Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

  • September 18, 2026
  • 1 views
Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 4 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 7 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’