સૈફ પર હુમલો કરનાર પોલીસથી બચવા સમાચાર જોતો, ફોન બંધ કરી સતત બદલતો લોકેશન!

  • Famous
  • January 19, 2025
  • 1 Comments

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી જાનલેવા હુમલો કરનાર અસલી આરોપીની રાત્રે થાણેથી ધરપકડ કરવામાં આવી છે.  આરોપીએ  વિજય દાસ, બિજોય દાસ અને મોહમ્મદ ઇલ્યાસ નામ આપી મુંબઈ  પોલીસને ગોળગોળ જવાબ આપ્યા હતા તેની કડક પૂછપરછ કરતાં કબૂલ્યું છે કે હાઉસકીપિંગનું કામ કરતો હતો. આ પહેલા તેના હમસકલની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ અગાઉ પોલીસે ખોટા વ્યક્તિની ધરપકડ કરી લેતાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો.

મુંબઈ પોલીસે કહ્યું છે કે આરોપીએ ધરપકડ બાદ ઘણા ખુલાસા કર્યા છે. પોલીસે કહ્યું આરોપીનું સાચું નામ મોહમ્મદ શહજાદ છે, જે 30 વર્ષનો છે. તે પહેલીવાર સૈફના એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો હતો. તેણે પોતાનું નામ બદલીને વિજય દાસ રાખ્યું હતુ. તે 5-6 મહિના પહેલા મુંબઈ આવ્યો હતો.  પોલીસનું કહેવું છે કે આરોપી છેલ્લા સાત-આઠ મહિનાથી મુંબઈ અને થાણેમાં અલગ અલગ સ્થળોએ કામ કરી રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તે એક બાંધકામ સ્થળે એક કોન્ટ્રાક્ટર સાથે કામ કરી રહ્યો હતો. તે મૂળ બાંગ્લાદેશનો હોવાનું  ઘટસ્ફોટ કર્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં દારૂબંધી ખોટી, નવી લીકર પોલીસી બનાવોઃ શંકરસિંહ વાઘેલા

ન્યૂઝ ચેનલ જોયા બાદ કાર્યવાહી કરી

સૈફ પર હુમલો કરીને ભાગી ગયા પછી, તે સતત ન્યૂઝ ચેનલો જોઈ રહ્યો હતો અને પોલીસ કાર્યવાહી પર નજર રાખી રહ્યો હતો. ધરપકડના ડરથી તેણે પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો.  પોલીસ તેનું નામ ન જાણી શકે તે માટે  આરોપી પાસે આધાર કાર્ડ, મતદાન કાર્ડ કે અન્ય કોઈ દસ્તાવેજ રાખ્યા ન હતા.  એટલા માટે પોલીસને પણ શંકા છે કે તે ગેરકાયદેસર રહેતો બાંગ્લાદેશી છે.

રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે

આરોપી નજીકના બાંદ્રા સ્ટેશન પર લોકલ ટ્રેનમાં ચઢતા સીસીટીવીમાં કેદ થયો હતો. તે દાદર સ્ટેશન પાસે ઇયરફોન ખરીદતો પણ જોવા મળ્યો હતો. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સૈફ અલી ખાનને છરીના ઘા માર્યા હતા

આ ઘટનામાં સૈફ અલી ખાનને કરોડરજ્જુમાં છરી મારી હતી. ગુરુવારે વહેલી સવારે  ઘુસણખોરે અભિનેતાના ઘરમાં ઘૂસી ગયો હતો અને ચોરીનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલ છે. પછી તેણે નોકરાણી સાથે ઝઘડો કરતાં સૈફ વચ્ચે પડ્યો હતો. જેથી આરોપીએ તેના પર પણ  હુમલો કર્યો હતો. ચાકુથી હુમલો કરતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા તેનું ઓપરેશન કરવું પડ્યું હતુ. હાલની તેની સ્થિતિ સ્થિર છે.

 

આ પણ વાંચોઃ AHMEDABAD: મ્યુન્સિપલ સ્કૂલ બોર્ડે 1143 કરોડનું બજેટ ફાળવ્યું

 

 

Related Posts

પ્રખ્યાત અભિનેતા સતીશ શાહનું અવસાન, કિડનીની હતી બિમારી | Satish Shah
  • October 25, 2025

Satish Shah passed away: બોલીવુડ અને ટીવીના જાણીતા અભિનેતા સતીશ શાહનું નિધન થયું છે. તેમણે આજે 25 ઓક્ટોબરના રોજ બપોરે 2:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર સતીશ કિડની સંબંધિત…

Continue reading
જાણિતા સંગીતકાર સચીન સંઘવી સામે FIR, યુવતીએ લગાવ્યા શારીરિક શોષણના આરોપ |  Sachin Sanghvi
  • October 24, 2025

 Sachin Sanghvi Against FIR: પ્રખ્યાત સંગીતકાર સચીન સંઘવી સામે મુંબઈ પોલીસમાં FIR નોંધાવી છે, જોડી સચિન-જીગરના સભ્ય સચિન સંઘવી સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ફરિયાદમાં ગાયિકાએ આરોપ લગાવ્યો છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

  • October 29, 2025
  • 3 views
UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 2 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 4 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 14 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 19 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 21 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ