AMERICA: ડોનાલ્ડ ટ્રમ્પ આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે, મોદીને આમંત્રણ કેમ નહીં?

  • World
  • January 20, 2025
  • 0 Comments

આજે સોમવારે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ટ્રમ્પ આ પહેલા 2016થી 2020 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ  રહી ચૂક્યા છે.  ત્યારે હવે બીજીવાર રાષ્ટ્રપતિ પદના સપથ લેવા જઈ રહ્યા છે.

ટ્રમ્પ ફ્લોરિડાના સ્પેશલ પ્લેનથી પરિવાર સાથે વોશિંગ્ટન પહોંચશે. વોશિંગ્ટનની હોટલોમાં લગભગ 70% બુકિંગ થઈ ગયું છે. ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લઈને ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. આ વખતે તેમનો કાર્યક્રમ દરેક રીતે ખાસ અને ઐતિહાસિક બનવાનો છે, તેમાં ઘણા દેશોના ટોચના નેતાઓ પણ ભાગ લેવાના છે. વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ભારતથી પ્રતિનિધિ તરીકે આવી રહ્યા છે.

આ વખતે ટ્રમ્પે તેમના શપથ ગ્રહણ માટે ટેક્નોલોજી જગતના અનેક દિગ્ગજ લોકોને આમંત્રિત કર્યા છે. જેમાં એલોન મસ્ક, જેફ બેઝોસ અને માર્ક ઝકરબર્ગનો સમાવેશ થાય છે. આ સિવાય TikTok ચીફ શો ચીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ બિડેન, તેમના પત્ની બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબલ્યુ બુશ અને બરાક ઓબામા પણ તેમની પત્નીઓ સાથે હાજરી આપશે. ટ્રમ્પના શપથ ગ્રહણમાં કમલા હેરિસ પણ હાજર રહેવાના છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીને આમંત્રણ

વિદેશી નેતાઓની વાત કરીએ તો ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, હંગેરીના વિક્ટર ઓર્બન અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી શપથ ગ્રહણમાં જોવા મળશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. એસ જયશંકર ભારતમાંથી પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેશે.   મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ રવિવારે ટ્રમ્પ સાથેની  એક તસવીર પણ જોવા મળી રહ્યા છે. જે તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

ભારતના વડાપ્રધાનને કેમ આમંત્રણ નહીં?

આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં જોવા મળે. આ વખતે સત્તાવાર રીતે વિદેશમંત્રી એસ.જયશંકર અમેરિકામાં શપથ ગ્રહણમાં હાજરી આપી રહ્યા છે.  ટ્રમ્પને મોદીના નજીકના ગણવામાં આવતાં હતા. જો કે આ વખતે મોદીને આમંત્રણ ન મળતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. મોદી ભલે ટ્રમ્પને તેમની નજીકના માનતાં હોય પણ હકીકત કંઈ અલગ જ છે. ઘણા લોકોનું કહેવું છે સત્તાવાર રીતે આવા કાર્યક્રમમો તો વિદેશ મંત્રીએ જ જવાનું હોય છે. પણ ઘણીવાર તેમની જગ્યાએ વડાપ્રધાન ઉપડી જતાં હોય છે.

Related Posts

S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે
  • May 8, 2026

S Jaishankar: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં સુરીનામની મુલાકાતે છે, જ્યાં તેમણે બદલાતી વૈશ્વિક વ્યવસ્થા અને મોટા દેશોની સ્વાર્થી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. પારામારીબોમાં ભારતીય સમુદાય અને…

Continue reading
Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન
  • May 6, 2026

Iran US Conflict: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાને હાલમાં જ ઈરાકના નિયુક્ત વડાપ્રધાન અલી અલ-ઝૈદી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન દેશનું વલણ સ્પષ્ટ કર્યું છે. પેજેશકિયાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન આંતરરાષ્ટ્રીય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

  • May 8, 2026
  • 4 views
West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

  • May 8, 2026
  • 6 views
Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

  • May 8, 2026
  • 8 views
Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

  • May 8, 2026
  • 9 views
Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ