Attack on Iran: ઈરાન પર હુમલો : એરપોર્ટ સહિત 30 શહેરોમાં બ્લાસ્ટ! ઈમરજન્સી જાહેર!

  • World
  • February 28, 2026
  • 0 Comments

■અમેરિકા હુમલો કરવાની રાહ જોતું રહ્યું અને ઈઝરાયેલે કરી દીધો હુમલો,અમેરિકા પણ હુમલામાં જોડાયું! કહ્યું “આ અમેરિકા-ઈઝરાયેલની સૈયુક્ત લશ્કરી કાર્યવાહી છે”

■ઈરાને પણ ઈઝરાયેલ સહિત 7 દેશો સ્થિત અમેરિકન મિલિટરી બેઝ ઉપર પુરી તાકાતથી વળતો હુમલો કર્યો, 400 મિસાઇલ છોડતા ઈઝરાયેલમાં અનેક સ્થળે ધડાકા સાંભળાયા

Attack on Iran: છેલ્લા ઘણાજ સમયથી અમેરિકા ઈરાન ઉપર હુમલો કરવા ચારે તરફથી ઘેરાબંધી કરી હતી પણ કોઈ એક્શન લીધા ન હતા આ દરમિયાન અચાનક ઇઝરાયલે ઇરાન ઉપર હુમલો કરી દીધો છે.ઈઝરાયેલે ઇરાનની રાજધાની તેહરાન સહિતના અનેક શહેરોને ટાર્ગેટ કરી હુમલા કર્યા છે,એક અમેરિકી અધિકારીએ અલ જઝીરાને જણાવ્યું છે કે ઇરાન પર કરવામાં આવેલા હુમલા અમેરિકા અને ઇઝરાયલની સંયુક્ત સૈન્ય કાર્યવાહીનો ભાગ છે.

ઈરાની સુપ્રીમ લીડર ખામેનેઈની ઓફિસ પાસે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ઈરાની સુપ્રીમ લીડર ખામેનેઈને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારતીય સમય મુજબ આજે શનિવારે સવારે થયેલા આ હુમલા બાદ શહેરોમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે અને સાયરન વાગી રહી છે તેમજ ઇમરજન્સી જાહેર કરાઈ છે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે ઇરાન પર હુમલાની જાણકારી આપતા તેને ‘પ્રિવેન્ટિવ એટેક’ ગણાવ્યો છે,ઈરાને તમામ ફ્લાઈટ્સ રોકી દઈ એરસ્પેસ સંપૂર્ણપણે ખાલી કરાવી દેવાયું છે જ્યારે ઈઝરાયલમાં પણ એર એટેક સાયરન સંભળાઈ રહ્યા છે. સંવેદનશીલ વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.

ઈરાને પણ ઈઝરાયલના હુમલાના જવાબમાં ઈઝરાયલ ઉપર 400 જેટલી મિસાઈલો છોડી છે,ઇરાનના વળતા પ્રહારને ઇઝરાયલના ઉત્તરીય ભાગમાં જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા છે,ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ ઈરાન તરફથી છોડવામાં આવેલી મિસાઇલોને આકાશમાં જ રોકવાનો પ્રયાસ કરી રહી હતી આમ બંને પક્ષે હવે યુદ્ધ છેડાઈ ગયું છે.

ઇઝરાયલી મીડિયા ‘વાયનેટ’ મુજબ, છેલ્લા એક મહિનાથી તૈયારી થઈ રહી હતી જેમાં ઈરાન પર હુમલા પહેલા ઇઝરાયલમાં તૈયારીઓને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી હતી મિડલ ઈસ્ટમાં અત્યારે અમેરિકન સૈન્યની હાજરી ઘણી મજબૂત છે. મિડલ ઈસ્ટ અને પર્શિયન ગલ્ફમાં લગભગ 30,000 થી 40,000 અમેરિકન સૈનિકો તૈનાત છે.

બીજી તરફ હાલમાં મિડલ ઈસ્ટમાં આશરે 6 અમેરિકન નૌકા સૈન્ય જહાજો હાજર છે, જેમાં 3 ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર સામેલ છે, જે બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ અને અન્ય ઓપરેશન્સ માટે સક્ષમ છે અહીં 30,000 થી 40,000 અમેરિકન સૈનિકો તૈનાત છે,આમ,હવે બે મોરચે ઇરાનને ઘેરી હુમલો કરવામાં આવશે જેના ભયાનક પરિણામો આવી શકે છે.

બીજી તરફ ઈરાન અને ઈઝરાયલ ખાતે આવેલા ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને સતર્ક રહેવા એડવાઈઝરી જાહેર કરી છે. દૂતાવાસે તમામ ભારતીયો ખૂબ સાવધાન રહેવા જણાવ્યું છે, ભારતીય નાગરિકોને ઈરાન- ઇઝરાયલી સત્તાવાળાઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી સુરક્ષા માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાની સલાહ આપી જરૂર પડ્યે ભારતીય દૂતવાસનો સંપર્ક કરવા જણાવાયું છે.

બીજી તરફ ઇઝરાયલે ઇરાન ઉપર હુમલો કર્યો તેના ઓપરેશનનું નામ ‘લિયોન્સ રોર’ (સિંહની ગર્જના) રાખ્યુ છે,આ હુમલો ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ હથિયારોને લઈને ચાલી રહેલી વાતચીત વચ્ચે થયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે આ કાર્યવાહીનો હેતુ અમેરિકા અને તેના લોકોને ખતરાથી બચાવવાનો છે,અમેરિકી સેના ઈરાનની મિસાઈલોને નષ્ટ કરવા અને તેના મિસાઈલ પ્રોગ્રામને ખતમ કરવા માટે આ યુદ્ધ કરી રહ્યું હોવાનું ટ્રમ્પે જણાવ્યું હતું

■ ઈરાને પણ ઈઝરાયેલ, કતાર, બહેરીન સહિત 7 દેશોમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલો છોડતા અફરા તફરી; જોરદાર જંગ શરૂ

ઈરાન ઉપર ઈઝરાયેલે હુમલો કર્યા બાદ ઈરાને કતાર, બહેરીન, કુવૈત સહિત સાત દેશોમાં આવેલા અમેરિકન બેઝને નિશાન બનાવી હુમલાઓ શરૂ કરતાં હાહાકાર મચી ગયો છે. ઈરાને કતાર, બહેરીન, કુવૈત, સાઉદી, જોર્ડન અને અબુ ધાબી માં હાજર અમેરિકન મિલિટરી બેઝ ઉપર ઉપરા ઉપરી હુમલા કર્યા છે,UAEએ પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Bangladesh US Trade Deal Controversy: શાંતિના નોબેલ વિજેતાનો અસલી ચહેરો, ૧૮ મહિનામાં બાંગ્લાદેશને અમેરિકાના હાથે વેચીને યુનુસે પોતાના તમામ ભ્રષ્ટાચારના કેસો કરાવ્યા માફ
  • May 27, 2026

Bangladesh US Trade Deal Controversy: બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ વચગાળાની સરકારના વડા બનેલા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મોહમ્મદ યુનુસનો અસલી ચહેરો હવે દુનિયા સામે ખુલ્લો પડી ગયો…

Continue reading
Donald Trump: ટ્રમ્પની નવી જોહુકમી! ઈરાન સાથે સમજૂતી કરવી હોય તો પાકિસ્તાન-સાઉદી સહિત ૬ મુસ્લિમ દેશોએ ઇઝરાયેલની ગુલામી સ્વીકારવી પડશે
  • May 26, 2026

Donald Trump: પશ્ચિમ એશિયામાં પોતાની પકડ મજબૂત કરવા માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફરી એકવાર વૈશ્વિક રાજનીતિમાં ખળભળાટ મચાવતી શરત મૂકી દીધી છે. ઈરાન સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Abhishek Banerjee Sonarpur Attack: એક તરફ ભાજપી ગુંડાઓનો આતંક, બીજી તરફ સીઆઈડીનું સમન્સ; વિપક્ષી નેતા અભિષેક બેનર્જીને ઘેરવા માટે સરકારી તંત્ર મેદાને

  • May 31, 2026
  • 2 views
Abhishek Banerjee Sonarpur Attack: એક તરફ ભાજપી ગુંડાઓનો આતંક, બીજી તરફ સીઆઈડીનું સમન્સ; વિપક્ષી નેતા અભિષેક બેનર્જીને ઘેરવા માટે સરકારી તંત્ર મેદાને

Narendra Modi: મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી ઈટાલિયન ગાંધીની- MODI

  • May 31, 2026
  • 6 views
Narendra Modi: મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી ઈટાલિયન ગાંધીની- MODI

Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!

  • May 30, 2026
  • 5 views
Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!

Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?

  • May 30, 2026
  • 11 views
Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?

Kuno Cheetah Tranquilization Report: ‘પ્રોજેક્ટ ચીતા’ ના નામે બે વર્ષમાં ૧૧૦ વાર અબોલ જીવોને કરાયા બેહોશ

  • May 30, 2026
  • 7 views
Kuno Cheetah Tranquilization Report: ‘પ્રોજેક્ટ ચીતા’ ના નામે બે વર્ષમાં ૧૧૦ વાર અબોલ જીવોને કરાયા બેહોશ

Telangana Mujahid Alam Khan Arrested: હૈદરાબાદમાં વક્ફ બોર્ડના વકીલની કરપીણ હત્યા, તેલંગાણા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ મુજાહિદ આલમ ખાન અને તેમના પિતાની ધરપકડ

  • May 30, 2026
  • 9 views
Telangana Mujahid Alam Khan Arrested: હૈદરાબાદમાં વક્ફ બોર્ડના વકીલની કરપીણ હત્યા, તેલંગાણા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ મુજાહિદ આલમ ખાન અને તેમના પિતાની ધરપકડ