Donald Trump: ઈરાનનો 650 જેટલા અમેરિકન સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો! ઈરાન ડુબશે પણ અમેરિકાને સાથે લઈ ડુબશે!

  • World
  • March 4, 2026
  • 0 Comments

Donald Trump: અમેરિકા-ઈઝરાયેલ દ્વારા ઈરાન ઉપર હુમલાનો આજે પાંચમો દિવસ છે ત્યારે ઈઝરાયેલ અને અમેરિકા ઈરાન ઉપર હુમલા જારી છે સામે ઈરાને પણ ઈઝરાયેલ પર વળતા હુમલા કર્યા છે,તેણે ગલ્ફ દેશોમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નષ્ટ કરવા સહિત હુમલાના માત્ર બે જ દિવસમાં 650 જેટલા અમેરિકન સૈનિકોને મોતને ઘાટ ઉતર્યા હોવાનો દાવો કર્યો છે.

આ યુદ્ધમાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનેઈનું મોત થઈ ગયા બાદ ઈરાન વધુ આક્રમક બન્યું છે અને ધડાધડ વળતા હુમલા ચાલુ રાખ્યા છે,બીજી તરફ અમેરિકા-ઈઝરાયલ દ્વારા શરૂઆતના ત્રણ દિવસમાં 2000થી વધુ બોમ્બ ફેંકી હાહાકાર મચાવ્યો જેમાં ઈરાનમાં 787 લોકોના મોત થયા છે, જેમાં 176 બાળકોનો સમાવેશ થાય છે.

■ ઈરાને 2 દિવસમાં 650 અમેરિકી સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે.

ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન ઉપર કરેલા હુમલામાં દરેક દેશ પોત પોતાની રીતે દાવો ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેના વળતા હુમલામાં પહેલા બે દિવસમાં લગભગ 650 અમેરિકી સૈનિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા છે. આ માહિતી ચીની ન્યૂઝ એજન્સી શિન્હુઆએ આપી છે.

IRGCના પ્રવક્તા અનુસાર, ઈરાને બહેરીનમાં હાજર અમેરિકી નૌકાદળના પાંચમા કાફલાના હેડક્વાર્ટર અને સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન વડે અનેક હુમલા કર્યા. ઈરાને એવો પણ દાવો કર્યો કે તેના મિસાઈલ હુમલાઓથી એક અમેરિકી સૈન્ય જહાજને ભારે નુકસાન થયું,ઇઝરાયલે દાવો કર્યો છે કે યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં તેમણે ઇરાનના લગભગ 300 મિસાઇલ લોન્ચર નષ્ટ કર્યા છે. આ ઠેકાણાઓમાં બેલેસ્ટિક મિસાઇલ સિસ્ટમ અને એર ડિફેન્સ સિસ્ટમ પણ શામેલ છે,ઇઝરાયલી વાયુસેનાનું કહેવું છે કે હુમલાઓનું ધ્યાન ઇરાનની મિસાઇલ ક્ષમતા અને એર ડિફેન્સ સિસ્ટમને નબળી પાડવા પર છે. આ દરમિયાન સાઉદી અરેબિયાએ પણ દાવો કર્યો છે કે તેણે તેની એર સ્પેસ તરફ આગળ વધી રહેલા ઇરાનના 9 ડ્રોન તોડી પાડ્યા છે.

તે જ સમયે, અમેરિકાએ પણ કહ્યું છે કે તેણે ઈરાનમાં અત્યાર સુધીમાં લગભગ 2,000 સ્થળો પર હુમલા કર્યા છે. યુએસ આર્મી સેન્ટ્રલ કમાન્ડના વડા બ્રેડ કૂપરના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનમાં 50 હજારથી વધુ સૈનિકો અને લગભગ 200 ફાઈટર જેટ સામેલ છે.
આમ,સામ સામે દાવા થઈ રહયા છે જેમાં મોટી ખુવારી થઈ રહી છે,ઈરાને નક્કી કર્યું છે કે પોતે દુબશે પણ અમેરિકાને પણ મોટો આર્થિક ફટકો આપશે કારણ કે અમેરિકાને રોજ મોટો કરોડોનો ખર્ચ આવી રહ્યો છે,સેન્ટર ફોર ન્યૂ અમેરિકન સિક્યુરિટી’ના આંકડા મુજબ, કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ (જેમ કે USS જેરાલ્ડ આર ફોર્ડ, જે દુનિયાનું સૌથી મોટું વિમાનવાહક જહાજ ગણાય છે) ના સંચાલન પર જ રોજના લગભગ 65 લાખ ડોલરનો ખર્ચ થઈ રહ્યો છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?
  • August 10, 2026

Turkey-Saudi-Pak Defence Alliance: મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે સૌદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે નવા સંયુક્ત રક્ષા સહકાર કરારની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી દિશા આપી છે. વિવિધ મીડિયા…

Continue reading
RSP Nepal Politics: નેપાળની સત્તાધારી RSP માં આંતરિક વિખવાદ તેજ, બાલિન્દ્ર શાહ અને રબી લામિછાને આમને-સામને
  • August 10, 2026

RSP Nepal Politics: નેપાળની સત્તારૂઢ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP )માં સરકાર બન્યાના લગભગ છ મહિના બાદ આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વડા પ્રધાન બાલિન્દ્ર શાહ અને પાર્ટી અધ્યક્ષ રબી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

  • August 12, 2026
  • 5 views
NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

  • August 12, 2026
  • 5 views
Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

  • August 12, 2026
  • 6 views
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 9 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 6 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 9 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ