અમદાવાદમાં હત્યા મામલોઃ પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર, આરોપીઓ હજુ ફરાર, પરિવારે શું કહ્યું?

  • Gujarat
  • January 21, 2025
  • 1 Comments

ગઈકાલે અમદાવાદના વાસણા વિસ્તારમાં બે શખ્સો દ્વારા એક યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વાસણા પોલીસ દોડી ગઈ હતી. બાદમાં યુવાનના મૃતદેહને SVP હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યા મૃતકના પરિવારજનોએ આરોપીઓની ધરપકડ નહી થાય ત્યા સુધી મૃતદેહ સ્વીકારનો ઈન્કાર કરી દીધો  છે. વાસણા પોલીસ જણાવ્યું છે કે પૈસાની લેતી દેતીમાં આ હત્યા કરાઈ છે.

જેથી વાસણા પોલીસ મથકના પીઆઇએ પરિવારને આરોપીઓને ઝડપી પાડવા આશ્વાસન આપ્યુ છે. જો કે મૃતકની માતાનો આક્ષેપ છે કે 24 કલાક વિતવા છતાં આરોપીઓ ઝડપાયા નથી.  પરિવારે જ્યા સુધી આરોપીઓ પકડાઈ નહીં ત્યા સુધી મૃતદેહ સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો છે.

મળતી માહિતી અનુસાર ગઈકાલે અમદાવાદના વાસણા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં એક યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. જિગ્નેશ કડગરે નામના યુવકને છરી વડે રહેંસી નાખવામાં આવ્યો હતો. બે શખ્સોએ વાસણામાં રજવાડું હોટલની પાછળ છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બંને હત્યારાઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. બનાવની જાણ થતાં જ વાસણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ ફરાર આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.

જુઓ વિડિયો

આ પણ વાંચોઃ SURAT SUCIDE: બાળકીના આપઘાતમાં નવો ખુલાસો, CCTV સામે આવ્યા, કમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીનીને …

Related Posts

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading
AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
  • July 30, 2026

AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 4 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 3 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 3 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 9 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 13 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

  • July 31, 2026
  • 14 views
Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે