Gujarat Local Body Elections: પંચાયતોમાં આશ્ચર્યજનક ઘટનાઓ

દિલીપ પટેલ
અમદાવાદ, 27 મે 2026
Gujarat Local Body Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એવી જાળ બિછાવી કે સત્તા મેળવવા અને સત્તા બચાવવા લોકશાહીમાં લોકોએ આપેલા મતની વિધ્ધ કામ ભાજપે કર્યા હતા. અનેક ગરબડો કરવાના પ્રયાસો કર્યા હતા.

તાપી
તાપી જિલ્લાની વ્યારા તાલુકા પંચાયતની ચૂંટણીમાં 20માંથી 13 બેઠકોની સ્પષ્ટ બહુમતી ધરાવતી કોંગ્રેસના સભ્યોને મતદાન કરતા રોકવા માટે સુરતની પોલીસે તપાસના બહાને તેમને કલાકો સુધી રોકી રાખ્યા હતા.

દિયોદર
દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના સભ્યોએ પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ અંદરોઅંદર હોબાળો શરૂ કર્યો હતો. કોંગ્રેસના તમામ સભ્યો સંપૂર્ણ શિસ્ત અને શાંતિ જાળવીને બેઠા હોવા છતાં, ચૂંટણી અધિકારીએ કોઈ પણ વ્યાજબી કારણ વિના ‘સ્થિતિ કાબૂ બહાર છે’ તેવું આભાસી બહાનું ધરીને બેઠક તાત્કાલિક મુલતવી રાખી હતી. ત્યારબાદ અધિકારી 27 તારીખે બેઠક કરવા માટેની જાહેરાત કરે છે.

આણંદ
આણંદ જિલ્લા પંચાયતની પ્રમુખપદની ચૂંટણીમાં આદિવાસી અનામત બેઠક પર ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલે ફોર્મ ભર્યું હતું. મૂળ મહારાષ્ટ્રના વતની હોવાના કારણે અન્ય રાજ્યના એસ.ટી. પ્રમાણપત્રના આધારે તેઓ ગુજરાતમાં અનામતનો લાભ મેળવવા પાત્ર ન હોવા છતાં સત્તાના જોરે ફોર્મ ભરાવવામાં આવ્યું હતું, જેને આખરે ચૂંટણી અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી નોંધીને રદ કરવાની ફરજ પડી છે.
કોંગ્રેસ પક્ષના પ્રમુખ ગૌરીબેન તડવીને કોઈ પણ નોટિસ આપ્યા વિના રાતોરાત વચગાળાનો સ્ટે આપી દેવાયો હતો.

ધાનપુર – ચિઠ્ઠી 
ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ભાજપ-આપને 12-12 સરખા મત મળતા ભારે રોમાંચ સર્જાયો હતો. ચિઠ્ઠી ઉછાળીને પ્રમુખ પદની ચિઠ્ઠીમાં આમ આદમી પાર્ટીના સોનલબેન ભુરીયાનું નામ નીકળતાં તેઓ પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા છે. ઉપપ્રમુખ પદની ચિઠ્ઠીમાં ભાજપના નયનભાઈ બારીઆનું નામ આવ્યું હતું.

લાઠી – આપ 
લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આપમાંથી ચૂંટાયેલા સભ્યને ભાજપે પ્રમુખ પદ સોંપી દીધું હતું. હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે પક્ષાંતર કરાવ્યું હતું.લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ ઓબીસી અનામત છે. ભાજપને બહુમતી મળી હતી પરંતુ ઓબીસી ઉમેદવાર વિજેતા ના થતા ઉથલો કરાવ્યો હતો.

મેઘરજ – પક્ષપલટો
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને બહુમતી હોવા છતાં ભરત ખાંટ કોંગ્રેસથી બળવો કરીને ભાજપના ટેકાથી પ્રમુખ બન્યા હતા.
કોંગ્રેસના 11 સભ્યોમાંથી 2 સભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો હતો. એક અપક્ષ તેમજ બે કોંગ્રેસના સહિત 13 બેઠકો સાથે ભાજપને સત્તા મળી હતી.
ઉપપ્રમુખપદે અરવિંદ ખરાડી ચૂંટાયા હતા. વધુ બેઠકો છતાં કોંગ્રેસને સત્તા ન મળી.
કોંગ્રેસના જ સભ્યો તોડીને કુલ 13 ભાજપે સત્તા મેળવી હતી.

કોડીનાર – દીનુ 
કોડીનાર તાલુકા પંચાયતમાં અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. પ્રમુખ અનુપા સોલંકી અને ઉપપ્રમુખ તરીકે હર્ષા બેન ગાધે નિયુક્ત થયા હતા.
શિક્ષણ પ્રધાન પ્રદ્યુમન વાજા અને ભાજપના વિવાદી નેતા દિનુ સોલંકીની કારમી હાર થઈ હતી.
કોંગ્રેસ પાસે 12, ભાજપ 11 સભ્યો છે.

ભરૂચ – મોત
ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ બનતા અટકાવવા આપને સત્તા સ્થાનેથી દુર રાખવા ભાજપ-કોંગ્રેસ એક બન્યા હતા.
પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા ચૂંટાયા તો ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના નયના પ્રજાપતિ ચૂંટાયા હતા.
16 સભ્યોમાંથી 8 આપ, 7 ભાજપ અને 1 કોંગ્રેસના સભ્ય છે.
આપના 1 સભ્યનું નિધન થયું હતું. ભાજપે સત્તા ટકાવી રાખવા કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું.

આણંદ – અદાલત
આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખપદનું ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કર્યું જેથી ભાજપે વડી અદાલતમાં જઈને ભાજપના મયુરી પટેલનું ઉમેદવારી પત્ર માન્ય રખાયું હતું.
પ્રમુખ પદ અનુસૂચિત જન જાતિ બેઠક માટે અનામત છે. ભાજપના મયુરી પટેલ પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા. ઉપપ્રમુખ પદે જીલુ સિંધા બિનહરીફ ચૂંટાયા હતા.

વડગામ – જિજ્ઞેશ મેવાણી 
બનાસકાંઠાની વડગામ તાલુકા પંચાયતમાં અપક્ષના એક સભ્યના મતથી ભાજપ સત્તા પર આવ્યો હતો.
કોંગ્રેસના 14, ભાજપના 13 સભ્યો છે. 1 બેઠક અપક્ષ છે.
કોંગ્રેસ આસાનીથી સત્તા મેળવી શકે તેમ હતી.
કોંગ્રેસના 14 સભ્યોમાંથી 1 ઉમેદવાર મતદાન સમયે ગેરહાજર રહ્યા હતા. તેથી  ભાજપનું સંખ્યાબળ 13 + 1 = 14 થઈ ગયું.
પ્રમુખ તરીકે ભાજપના અનુબેન ઉપલાણા ચૂંટાયા હતા.
કોંગ્રેસે પોતાના સભ્યો પર પકડ ગુમાવતા વડગામ જેવો મજબૂત ગઢ પણ ભાજપના ફાળે જતો રહ્યો છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કાચા રાજનેતા સાબિત થયા છે.

ધરણીધર – અનામત 
બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં નવી બનેલી ધરણીધર તાલુકા પંચાયત ભાજપ પાસે બહુમતી હોવા છતાં જ્ઞાતિ સમીકરણોમાં કોંગ્રેસને સત્તા મળી હતી.
પ્રમુખ પદ અનુસૂચિત જાતિના મહિલા (માટે અનામત છે. ભાજપના ચૂંટાયેલા સભ્યોમાં અનુસૂચિત જાતિ (SC) ના મહિલા નથી. બીજી તરફ કોંગ્રેસ પાસે આ કેટેગરીના યોગ્ય ઉમેદવાર હતા. નિયમોને આધીન રહીને ભાજપ ઈચ્છવા છતાં પ્રમુખ પદ પર પોતાનો ઉમેદવાર ઉભો રાખી શક્યું નહીં.
કોંગ્રેસના નિલાબેન સોઢા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ઉપપ્રમુખ હરજી પટેલ બન્યા હતા.

ભાવનગર – બિનહરીફ 
ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપની સામે કોઈ ઉમેદવાર ન હતા.
અશોક લાધવા બિનહરીફ પ્રમુખ બન્યા હતા.
સુજાન ગોહિલ બિનહરીફ ઉપપ્રમુખ બન્યા હતા.

દાંતા – ટાઈ
બનાસકાંઠાની પછાત અને પહાડી વિસ્તાર દાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષથી કોંગ્રેસ શાસન કરતા હતા.
ટાઇની સ્થિતિ હતી. ભાજપના 10 અને કોંગ્રેસના 10 સભ્યો છે. કોંગ્રેસના મહિલા સભ્ય ગેરહાજર રહ્યા હતા. ભાજપે બહુમતી સાબિત કરીને સત્તા મેળવી હતી.
2018માં પિન્કી અશ્વિન ચૌધરી પ્રમુખ બન્યા હતા. 2026માં પક્ષપલટો મારીને ભાજપમાં જોડાયા અને ફરી  ભાજપ તરફથી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. ઉપપ્રમુખ ભાજપના ભરત સ્વરૂપ રાણા બન્યા હતા.
સત્તાના જોરે કોંગ્રેસના સભ્યને ભાજપના નેતાઓ ઉપાડી લઈ ગયા હતા. ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી પણ કોઈને જવાબ મળ્યો નથી.

વઘઈ – ચિઠ્ઠી
સરહદી અને આદિવાસી ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા પંચાયતમાં બાળકીના હાથે ચિઠ્ઠી ખૂલી અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે સત્તા વહેંચાઈ હતી.
16 સભ્યોમાંથી ભાજપના 8 અને કોંગ્રેસના 8 સભ્યો હતા.
પ્રમુખ તરીકે ભાજપના શકુંતલા પાડવી ચિઠ્ઠીથી  બન્યા હતા. ઉપપ્રમુખ કોંગ્રેસના ઇસદર માહલા બન્યા હતા. પ્રમુખ શાસક પક્ષના અને ઉપપ્રમુખ વિપક્ષના બન્યા હતા.

15 પૈકી 10 મહા નગરપાલિકામાં લોકસભાના ‘માવળંકર રૂલ’ તરીકે જાણીતા નિયમનું ચૂસ્ત અર્થઘટન કરાય તો વિરોધપક્ષના નેતાનું સત્તાવાર પદ પણ મળી શકે તેમ નથી.
લોકસભાની કુલ બેઠકોના 10 ટકા બેઠક મેળવવી જોઈએ. રાજકોટમાં 2021-26ની ટર્મમાં કોંગ્રેસને 72 માંથી 4 બેઠક મળતા વિરોધ પક્ષના નેતાનું પદ આપવાનો ઇન્કાર કરાયો હતો.
(1) વડોદરા (2) રાજકોટ (3) સુરત (4) જામનગર (5) નડીયાદ (6) નવસારી (7) સુરેન્દ્રનગર (8) મોરબી (9) પોરબંદર (10) મહેસાણા

નિયમાનુસાર જ્યાં પદ મળી શકે
(1) અમદાવાદ (2) ભાવનગર (3) આણંદ (4) વાપી (5) ગાંધીધામ

આ પણ વાંચો: 

Gujarat Local Body Elections: ગુજરાતમાં લોકશાહીનું સરકારી મર્ડર! ૧૩.૪% મતદારોના નામ ગાયબ અને ૧૧,૩૪૪ વિપક્ષી ઉમેદવારોના ફોર્મ રદ – thegujaratreport.com

Noida Labor Protest Arrests: નોઇડા શ્રમિક આંદોલન બાદ ધરપકડો પર સવાલ, સરકારને નાગરિક એકજૂથતા ‘કાવતરું’ કેમ લાગે છે? – thegujaratreport.com

Morarji Desai Narendra Modi Comparison: મોરારજી અને મોદી: બન્ને ગુજરાતી પણ બન્ને વચ્ચે ભયંકર વિરોધાભાસ! – thegujaratreport.com

Related Posts

Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading
India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Amit Shah Illegal Immigrants: ‘ઘૂસણખોરીમુક્ત ભારત’નું લક્ષ્ય, પણ સરકાર પાસે ઘૂસણખોરોનો ડેટા જ નથી! RTIએ ખોલી પોલ

  • August 26, 2026
  • 3 views
Amit Shah Illegal Immigrants: ‘ઘૂસણખોરીમુક્ત ભારત’નું લક્ષ્ય, પણ સરકાર પાસે ઘૂસણખોરોનો ડેટા જ નથી! RTIએ ખોલી પોલ

8.23 Lakh Union Govt Vacancies: 8 લાખથી વધુ સરકારી પદ ખાલી કેમ? RTIના આંકડાથી મોદી સરકારની રોજગાર નીતિ પર સવાલ

  • August 26, 2026
  • 5 views
8.23 Lakh Union Govt Vacancies: 8 લાખથી વધુ સરકારી પદ ખાલી કેમ? RTIના આંકડાથી મોદી સરકારની રોજગાર નીતિ પર સવાલ

School Theek Karo UP FIR: યુપીમાં સ્કૂલની બદહાલી બતાવવી ગુનો? 8 જિલ્લામાં FIR, મેરઠમાં 2ની ધરપકડ

  • August 26, 2026
  • 7 views
School Theek Karo UP FIR: યુપીમાં સ્કૂલની બદહાલી બતાવવી ગુનો? 8 જિલ્લામાં FIR, મેરઠમાં 2ની ધરપકડ

Modi Press Conference: 12 વર્ષમાં ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કેમ નહીં? PM મોદીને લઈને વિપક્ષના ગંભીર સવાલો

  • August 25, 2026
  • 9 views
Modi Press Conference: 12 વર્ષમાં ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કેમ નહીં? PM મોદીને લઈને વિપક્ષના ગંભીર સવાલો

Indian Elderly Frailty: ઘી-દૂધથી નહીં, આદતોથી નક્કી થાય છે વૃદ્ધાવસ્થા? ભારતના પોતાના ડેટાનો મોટો ખુલાસો

  • August 25, 2026
  • 8 views
Indian Elderly Frailty: ઘી-દૂધથી નહીં, આદતોથી નક્કી થાય છે વૃદ્ધાવસ્થા? ભારતના પોતાના ડેટાનો મોટો ખુલાસો

Rahul-Kharge letter Modi: જનગણના 2027માં જાતિ ગણતરીની પદ્ધતિ સામે રાહુલ ગાંધી અને ખડગેનો વાંધો, PM મોદીને લખ્યો પત્ર

  • August 25, 2026
  • 7 views
Rahul-Kharge letter Modi: જનગણના 2027માં જાતિ ગણતરીની પદ્ધતિ સામે રાહુલ ગાંધી અને ખડગેનો વાંધો, PM મોદીને લખ્યો પત્ર