
Modi Advani Rift: ગુરુ શિષ્ય : 100 વર્ષના અડવાણીને મોદીએ કઈ રીતે ફેંકી દીધા, ગાંધીનગરના અપરાજીત અડવાણી અને મોદી સાથેના વિખવાદો
દિલીપ પટેલ
લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર, 1927ના રોજ, દેવ દિવાળીના દિવસે થયો હતો. તેઓ 100માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે.
અડવાણીએ જાહેર જીવનમાં હંમેશા પ્રમાણિકતા અને નિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
1947માં, એક યુવાન તરીકે, તેમણે દેશના ભાગલાની પીડા સહન કરવી પડી હતી. તેમણે સિંધમાં પોતાનું ઘર, પોતાનો પરિવેશ અને જે દુનિયાને તેઓ હંમેશાંથી જાણતા હતા, તે બધું જ પાછળ છોડી દેવાની ફરજ પડી હતી. બધું જ પાછળ રહી ગયું હતું અને તેમણે શૂન્યથી પોતાના જીવનની નવી શરૂઆત કરવી પડી હતી. તેમ છતાં, આ મુશ્કેલ અનુભવ અંગે તેમના મનમાં ક્યારેય કોઈ કડવાશ કે પસ્તાવો રહ્યો નહીં.
ભાજપના નેતા અને પૂર્વ ગૃહ પ્રધાન અને નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ગાંધીનગરમાં સાંસદ તરીકે 6 વખત જનતાએ ચૂંટીને મોકલ્યા હતા, તેમને મોદીએ રાજકારણાંથી ફેંકી દીધા છે.
અડવાણીનો બંગલો ગાંધીનગરના સેક્ટર બેમાં છે. દિલ્હીમાં કેન્દ્ર સરકારે સરકારી બંગલો આપ્યો છે. લાલકૃષ્ણ અડવાણી દેશના પૂર્વ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા હોવાથી તેમને કેન્દ્ર સરકાર તરફથી Z+ (ઝેડ-પ્લસ) કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે
પૂર્વ સાંસદ તરીકે તેમને સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ (CGHS) હેઠળ આજીવન મફત તબીબી સારવાર તથા રેલવે અને હવાઈ મુસાફરીમાં વિશેષ છૂટછાટ મળે છે.
2014ના ચૂંટણી સોગંદનામામાં આ મિલકતની બજાર કિંમત અંદાજે રૂ. કરોડ દર્શાવવામાં આવી હતી.
લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગર લોકસભા બેઠક પરથી કુલ 6 વખત 1991, 98, 99, 2004, 09, 14માં સાંસદ તરીકે ચૂંટાયા હતા. ગાંધીનગરના પ્રવાસ દરમિયાન તેઓ મોટાભાગે સર્કિટ હાઉસ અથવા અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે રોકાતા હતા.
35 વર્ષથી ભાજપનો ગઢ છે આ VIP બેઠક છે.
ગાંધીનગરમાં એક વખત વાજપેયી, 6 વખત અડવાણી જીત્યા, પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર હાર્યા હતા
2019માં ગાંધીનગરના સાંસદ તરીકે ચૂંટાયેલા અમિત શાહ બીજી વખત 2024માં અહીંથી ચૂંટાયે છે.
મોદીને સચિવ બનાવ્યા
મોદી અડવાણીની વ્યક્તિગત પસંદગી હતા. મોદીને ગુજરાત ભાજપના સચિવ બનાવી દીધા હતા. અડવાણી ગુજરાતને મજબૂત બનાવવા માંગતા હતા. ભવિષ્યમાં રાજ્યને એક મજબૂત કિલ્લા તરીકે જોવામાં આવતું હતું.
1980ના દાયકાના અંતમાં સાથીદારોની ભલામણ પર, અડવાણીએ મોદીને તેમની રાજ્ય-સ્તરીય ટીમમાં સામેલ કર્યા અને તેમને માર્ગદર્શન આપ્યું. અડવાણીએ જ મોદીને મસ્જિદ-મંદિર વિવાદને રાષ્ટ્રીય ઓળખ અને રાજકીય મુદ્દામાં કેવી રીતે ફેરવવો તે અંગે પ્રારંભિક પાઠ આપ્યા હતા.
મોદી રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે અડવાણીની મોદી સપ્ટેમ્બર-ઓક્ટોબર 1990માં અયોધ્યા રામ રથ રથયાત્રાના આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. યાત્રાએ ભાજપ માટે નોંધપાત્ર રાજકીય લાભ આપ્યા.
મોદીને અડવાણી મુંબઈ લઈ ગયા. ગુજરાતમાં યાત્રાને ખૂબ જ સફળતા મળી હતી. વ્યવસ્થા ખૂબ જ સરળ હતી અને તેને જબરદસ્ત જાહેર સમર્થન મળ્યું.
મુરલી મનોહર જોશીની એકતા યાત્રાના આયોજનમાં મોદીએ મદદ કરી.
ગાંધીનગર આવ્યા
1991માં, નવી દિલ્હી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડતી વખતે અડવાણી માટે જોખમી બની ગઈ હતી. મોદી અડવાણીને ગુજરાતની સલામત બેઠક ગાંધીનગર ચૂંટણી લડવા સૂચવ્યું હતું.
1996માં હવાલા કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપોને કારણે રાજીનામું આપવાની ફરજ અડવાણીને પડી હતી, ત્યારે ગાંધીનગરમાં ચૂંટણી લડ્યા ન હતા.
ગાંધીનગરમાં અડવાણી ચૂંટાયા પછી મોદી અને અડવાણીના સંબંધો વધુ મજબૂત બન્યા. ભાજપે ગુજરાતમાં પોતાની પહેલી સરકાર બનાવી, ત્યારે કેસુભાઈ પટેલ મુખ્ય પ્રધાન બન્યા હતા. મોદી એક પ્રકારના “સુપર ચીફ મિનિસ્ટર” તરીકે કામ કરતા હતા.
અડવાણીનો મોદી પ્રત્યેનો વિશેષ પ્રેમ પક્ષના આંતરિક અને નિરીક્ષક બંનેમાં જાણીતો હતો. અડવાણીએ ઓક્ટોબર 2001માં કેશુભાઈ પટેલને ખસેડીને તેમના સ્થાને મોદીને મુખ્ય પ્રધાન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
અક્ષરધામ
અક્ષરધામ હુમલા વખતે અડવાણી સાંસદ હતા. ગૃહ પ્રધાન હતા. 24 સપ્ટેમ્બર 2002ને મંગળવારના રોજ ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો થયો. મંદિરમાં ઘૂસેલા 2 આતંકવાદીએ એકે-47થી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં 30 લોકોનાં મોત થયાં, જ્યારે 80થી વધુ ઘાયલ થયા હતા.
NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડસ)ને બોલાવાયા હતા.
ઓપરેશન વજ્ર શક્તિ ચલાવી મંદિરમાં ઘૂસેલા બન્ને આતંકીઓને ઠાર માર્યા હતા અને તમામ બંધકોને સહીસલામત છોડાવ્યા હતા. જોકે આ ઓપરેશનમાં JCO(જુનિયર કમિશન્ડ ઓફિસર) સુરેશચંદ યાદવ શરૂઆતમાં જ શહીદ થઈ ગયા હતા
ગોળા, બારૂદ, ગ્રેનેડ, 12 મેગઝિન ભરીને એમ્યુનેશન, ડ્રાયફ્રૂટસ, ખજૂર મળ્યાં હતાં
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.
જિન્ના વિવાદ
2005માં જ્યારે તેમણે જિન્ના પર ભાષણ આપ્યું ત્યારે એક પક્ષે તેમને તેમનું નિવેદન બદલવાની સલાહ આપી, પરંતુ અડવાણી તેમની વાત પર અડગ રહ્યા અને નિવેદન બદલ્યું નહીં. પરંતુ મોદીએ અડવાણીનું ખુલ્લેઆમ સમર્થન કર્યું ન હતું.
જૂન 2005માં પાકિસ્તાનની મુલાકાત દરમિયાન, અડવાણીએ મોહમ્મદ અલી જિન્નાહની કબર પર મુલાકાતીઓની પુસ્તકમાં, અડવાણીએ લખ્યું: “ઇતિહાસમાં એવા ઘણા લોકો છે જેઓ અમીટ છાપ છોડી જાય છે… પરંતુ એવા ઘણા ઓછા છે જેઓ ખરેખર ઇતિહાસ રચે છે. કાયદા-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણા એવા થોડા લોકોમાંના એક હતા.”
જિન્ના વિશેના તેમના શબ્દો આરએસએસને બિલકુલ પસંદ ન આવ્યા, જે આજે પણ ‘અખંડ ભારત’ના વિચારમાં વિશ્વાસ રાખે છે. અડવાણીએ ભાજપ અધ્યક્ષ પદ છોડવું પડ્યું.
મોદીએ જાહેરમાં અડવાણીની તરફેણ કરી પણ અંદરથી મોદીએ અડવાણીથી દૂર થવા લાગ્યા હતા.
આ પછી અડવાણી અને મોદી વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવા લાગી. મોદીએ પોતાને તેમના માર્ગદર્શકથી દૂર કરવાનું શરૂ કર્યું. અડવાણીને આ નિવેદનની કિંમત ચૂકવવી પડી અને તેમણે 2005ના અંતમાં ભાજપ અધ્યક્ષ પદ છોડવું પડ્યું. મોદી માટે રસ્તો સાફ થઈ ગયો હતો.
અડવાણીનું સ્થાન મોદી લીધું, જે ‘આક્રમક હિન્દુ ચહેરા’ના નવા મુખવટા તરીકે ઉભરી આવ્યા. ગુરુ-શિષ્યના સંબંધોનું સ્થાન ઉગ્ર હરીફાઈએ લઈ લીધું છે.
દુશ્મનાવટ વધુ ઊંડી થતી ગઈ.
ગુરુ હજુ પણ ગુરુ જ રહેવા માંગતા હતા.
અડવાણીએ મોદીને બચાવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણીને પોતાના ગુરુ માને છે. અડવાણીએ ભાજપને આગળ લાવવામાં મોટું યોગદાન આપ્યું છે.
2002ના ગુજરાત રમખાણો દરમિયાન મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમનો બચાવ અડવાણીએ કર્યો હતો.
અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. રમખાણો પછી વડાપ્રધાન વાજપેયી ગુજરાત આવ્યા અને મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ‘રાજધર્મ’નું પાલન કરવાની સલાહ આપી. અટલ બિહારી વાજપેયી નરેન્દ્ર મોદીનું રાજીનામું ઈચ્છતા હતા, પરંતુ લાલકૃષ્ણ અડવાણી તેની વિરુદ્ધ હતા.
રમખાણો
2002માં કારસેવકોને જીવતા સળગાવી દેવાની ઘટના મોદીના રાજમાં ગોધરામાં બની હતી. રમખાણો બાદ મોદી પર રાજીનામું આપવાનું ભારે દબાણ હતું. રમખાણો બાદ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ગુજરાત આવ્યા ત્યારે તેમણે પણ આ જ સૂચન કર્યું હતું. 4 એપ્રિલ, 2002ના રોજ, વાજપેયીએ (ગુજરાત) રાજધાનીની મુલાકાત લીધી હતી. અફસોસ વ્યક્ત કરી તોફાનોને ભારત પર એક ‘કલંક’ ગણાવી હતી. મોદી સરકારે જે રીતે પરિસ્થિતિને સંભાળી હતી તેનાથી તેઓ નાખુશ હતા તે વાત છૂપાવી નથી. ‘રાજધર્મ’નું પાલન કરવું.” મોદી ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા, અને આનું મુખ્ય કારણ અડવાણીના આશીર્વાદ હતા. વાજપેયી વડાપ્રધાન હોવા છતાં પક્ષની કમાન વાસ્તવમાં અડવાણીના હાથમાં હતી.
મોદીએ પોતાને સુરક્ષિત રાખ્યા અને બાદમાં ભાજપમાં તેમનું કદ વધ્યું. આ સમયગાળા દરમિયાન તેમણે રાજનીતિની રણનીતિ અપનાવી જે તેમણે અડવાણી પાસેથી શીખી હતી.
સમય જતાં બંને વચ્ચે મતભેદો વધતા ગયા. હવે મોદીને આર એસ એસ વડાપ્રધાન બનાવવા માનતો હતો.
2005
2005 પછી વડાપ્રધાન પદની મહત્વકાંક્ષા અને પક્ષના નેતૃત્વને લઈને બંને વચ્ચે મોટા રાજકીય વિખવાદો ઊભા થયા હતા.
2011ની રથયાત્રા અને સદભાવના ઉપવાસ. મોદીએ 2011માં અમદાવાદમાં ત્રણ દિવસના ‘સદભાવના ઉપવાસ’ કરીને રાષ્ટ્રીય રાજકારણમાં આવવાના સંકેત આપ્યા હતા. તેના જવાબમાં અડવાણીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધની રથયાત્રા ગુજરાતને બદલે બિહારથી કરી હતી. મોદીના વિરોધી નીતિશ કુમારના હાથે યાત્રા શરૂ કરી હતી, જેનાથી નારાજ મોદીએ દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનો બહિષ્કાર કર્યો હતો.
ગોવા અધિવેશન વિવાદ
જૂન 2013માં ગોવા ખાતે ભાજપની કાર્યકારિણીમાં મોદીને 2014ની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અડવાણી આ નિર્ણયની વિરુદ્ધમાં હતા, તેથી તેઓ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. બાદમાં પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.
સંબંધો
ભૂતપૂર્વ ફિલ્મ વિવેચક લાલ કૃષ્ણ અડવાણીએ પાર્ટીના ત્રણ મુખ્ય મંચ – રાષ્ટ્રીય કારોબારી, સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિમાંથી રાજીનામું આપ્યું.
પોતાના રાજીનામા પત્રમાં, અડવાણીએ લખ્યું છે કે કેટલાક સમયથી તેમને પાર્ટીની વર્તમાન કામગીરી અને તે જે દિશામાં આગળ વધી રહી હતી તેમાં સમાયોજિત થવામાં મુશ્કેલી પડી રહી હતી. તેમણે લખ્યું, “મને હવે એવું લાગતું નથી કે આ એ જ આદર્શવાદી પાર્ટી છે જે ડૉ. (શ્યામા પ્રસાદ) મુખર્જી, પંડિત દીનદયાળ (શર્મા), નાનાજી (દેશમુખ) અને (અટલ બિહારી) વાજપેયીએ બનાવી હતી – એક એવી પાર્ટી જેની એકમાત્ર ચિંતા દેશ અને તેના લોકો હતા. આજે, આપણા મોટાભાગના નેતાઓ ફક્ત પોતાના અંગત એજન્ડા સાથે જ ચિંતિત છે.”
15 વર્ષ પછી, 2013માં, અડવાણીને લાગ્યું કે તેમનો સમય આખરે આવી ગયો છે. દેશનું નેતૃત્વ કરવા વડાપ્રધાન બનવાનો સમય. પરંતુ ક્યારેય કરી શક્યા નહીં.
તેમને એવા વ્યક્તિ દ્વારા પછાડી દીધા કે જે એક સમયે તેમની ખૂબ નજીક હતા.
જે પાછળથી આરએસએસની સમજાવટ બાદ પાછું ખેંચાયું હતું.
ગોવા ખાતે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીએ ગુજરતાના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણીના સંબંધોના સમાપન પર મહોર મારી દીધી હતી.
અડવાણી ચૂંટણી પ્રચાર માટે બે સમિતિ ઈચ્છતા હતા, તેઓ ઈચ્છતા હતા કે, જો એક જ સમિતિ બનાવવામાં આવે તો મોદીને માત્ર સંયોજક બનાવવામાં આવે, નહીં કે ચેરમેન. ત્રણ દિવસ સુધી વિવાવદ ચાલ્યો હતો. અંતે અડવાણીની વાત માનવામાં ન આવી.
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવાયા હતા. આ સાથે જ ભાજપમાંથી અટલ-અડવાણીના યુગનું સમાપન મોદીએ કરી દીધું હતું. ઉપરાંત મોદી અને લાલકૃષ્ણ અડવાણી વચ્ચેના ચાર દાયકાના ગુરૂ-શિષ્યના સંબંધ પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું.
સપ્ટેમ્બર 2013
વડાપ્રધાન પદની ઉમેદવારી. સપ્ટેમ્બર 2013માં જ્યારે ભાજપ સંસદીય બોર્ડે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા. ત્યારે અડવાણીએ તેનો સખત વિરોધ કર્યો હતો અને તે બેઠકમાં પણ હાજર રહ્યા ન હતા.
2014માં મોદી સરકાર બન્યા બાદ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા વરિષ્ઠ નેતાઓને સક્રિય નિર્ણય પ્રક્રિયામાંથી દૂર કરી દીધા હતા. માત્ર માર્ગદર્શક મંડળમાં રાખ્યા હતા.
ગાંધીનગર
VIP સીટ ગાંધીનગર લોકસભા બેઠક હંમેશાં VIP સીટ રહી છે.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આ બેઠક પરથી સાંસદ બન્યા હતા.
પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન. સેશન વર્ષ 1999ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
આ ચૂંટણીમાં ટી.એન.સેશનની 1,88,944 મતથી હાર થઇ હતી.
1989માં આ બેઠક પર ભાજપની પહેલી જીત થઇ હતી. ત્યારથી આજ સુધી તે ભાજપની રહી છે.
વાજપેયી લખનઉ અને ગાંધીનગર એમ બંન્ને બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને વિજયી બન્યા હતા. પેટાચૂંટણીમાં ભાજપના વિજય હરિશ્ચંદ્ર પટેલ વિજેતા થયા હતા.
લાલકૃષ્ણ અડવાણી 1998થી સતત 2014 સુધી અહીંના સાંસદ બન્યા હતા.
2019માં ભાજપે અડવાણીની ટિકિટ કાપીને અમિત શાહને અહીંથી મેદાને ઉતાર્યા હતા.
તમામ 7 વિધાનસભા પર ભાજપની જીત ગાંધીનગર લોકસભા બેઠકમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, સાબરમતી એમ 7 વિધાનસભા બેઠક આવે છે. 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ તમામ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય ચૂંટાયા છે. ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ હાલમાં રાજ્યના મુખ્યમંત્રી છે.
ઠાકોર મતદારો 3.5 લાખ છે.
પાટીદાર મતદારો અંદાજે 2.5 લાખ, પરપ્રાંતીય મતદારો અંદાજે 1.5 લાખ, ક્ષત્રિય મતદારો અંદાજે 1 લાખ તેમજ અન્ય જ્ઞાતિના કુલ 13.16 લાખ મતદારો છે.







