
Rahul Gandhi Challenges PM Modi: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લી ચર્ચા કરવાનો પડકાર આપ્યો છે. દેશદ્રોહ અને વિદેશી શક્તિઓ સાથેના સંબંધોના આરોપોને લઈને બંને નેતાઓ વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ બની છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે વડાપ્રધાન પોતાની પસંદગીનું સ્થળ અને મંચ નક્કી કરે, તેઓ ચર્ચા માટે તૈયાર છે. આ ચર્ચામાં અમેરિકા સાથેની સમજૂતી, દેશની નાણાકીય વ્યવસ્થા, અદાણી કેસ અને એપસ્ટીન સાથે જોડાયેલા મુદ્દાઓ પર સવાલો ઉઠાવવામાં આવશે.
રાહુલે એવો પણ સવાલ કર્યો કે જો વડાપ્રધાનને તેમના વિદેશી સંબંધો અંગેના આરોપો ખોટા લાગતા હોય તો તેમની સામે માનહાનિનો કેસ કેમ દાખલ કરવામાં આવતો નથી? બીજી તરફ, કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ રાહુલ ગાંધીના પડકાર પર કટાક્ષ કરીને કહ્યું કે ઉચ્ચ સ્તરની ચર્ચા પરિપક્વ લોકો વચ્ચે થાય છે.
’24 કલાક થઈ ગયા મોદીજી, ડરશો નહીં’
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને વડાપ્રધાન મોદીને ખુલ્લી ચર્ચા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન વિપક્ષને દેશદ્રોહી ગણાવે છે, તેથી હવે આ મુદ્દે જાહેરમાં ચર્ચા થવી જોઈએ.
24 घंटे हो गए मोदी जी। मैंने आपको चैलेंज दिया है।
आप कहते हो कि opposition देशद्रोही है। किसी भी स्टेज पे आप जगह चुनिए, डिबेट कीजिए मेरे साथ।
देशद्रोही कौन है? विदेशी फोर्सेस का कनेक्शन किसका है? और किस प्रकार का कनेक्शन है? जल्दी से जल्दी कीजिए, डरिए मत।
दोनों मिलेंगे, मीडिया होगी, देश के युवा होंगे, टेबल होगी, एक साइड आप बैठोगे, एक साइड मैं बैठूंगा। जिसको आप जज बनाना चाहते हो, बना दो। मोहन भागवत जी को बिठा दो, चलो। और फिर डिबेट करते हैं।
सवाल उठेंगे फाइनेंशियल सिस्टम पर, फाइनेंशियल स्ट्रक्चर पर, US डील कैसे हुई, क्यों हुई, इतनी जल्दी क्यों हुई, सिर्फ आपने क्यों की, कैबिनेट को क्यों नहीं बताया, अडानी का केस बंद क्यों हुआ, Epstein – ऐसी बहुत सारी चीजें हैं जिसपे खुलकर डिस्कशन होगा।
आ जाइए, डरिए मत।
दूध का दूध, पानी का पानी कीजिए।आप एलिगेशन लगाते हैं ना मेरे ऊपर, आ जाइए, सब साफ हो जाएगा।
बाकी चीजों पे आपने defamation केस लगा रखा है, शायद 45 defamation केस मेरे ऊपर हैं।
मगर इस डिबेट मामले पे, foreign कनेक्शन पे आप defamation नहीं लगा रहे हो। लगाइए ना, वहाँ भी डिस्कस करेंगे, खुल के। ये सब डिस्कस करते हैं, आइए।
हैप्पी दिवाली, मोदी जी।
It’s been 24 hours since I challenged you, Modi ji.
You say the Opposition is anti-national. Choose any stage, any venue, and debate me on this – Who is anti-national? Who has connections with foreign forces? And what is the nature of those connections?
Let’s do this as soon as possible. Daro mat!
We’ll both be there. The media will be there. The youth of this country will be there. There will be a table. You’ll sit on one side, I’ll sit on the other. You can appoint whoever you want as the judge. You can even make Mohan Bhagwat ji the judge.
There will be questions about the financial system, the financial structure, how the US deal happened, why it happened and why so quickly, why you made the deal alone and didn’t inform the Cabinet, why the Adani case was closed, Epstein – and many other issues. We’ll discuss all of them openly.
Let the truth come out. Let everything be crystal clear.
You make allegations against me, don’t you? Come forward. Everything will become clear.
You’ve filed defamation cases against me over other matters. I think there are around 45 defamation cases against me.
But on this issue of the debate, on the question of foreign connections, you haven’t filed a defamation case. Go ahead, file one. We’ll discuss that openly too.
Happy Diwali, Modi ji.
— Rahul Gandhi (@RahulGandhi) November 3, 2026
રાહુલ ગાંધીએ લખ્યું હતું કે 24 કલાક થઈ ગયા છે અને તેમણે વડાપ્રધાનને પડકાર આપ્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન પોતાની પસંદગીનું સ્થળ નક્કી કરે અને બંને સામસામે બેસીને ચર્ચા કરે. ચર્ચાનો મુખ્ય મુદ્દો એ રહેશે કે દેશદ્રોહી કોણ છે અને વિદેશી શક્તિઓ સાથે કોના કેવા સંબંધો છે.
રાહુલે વધુમાં કહ્યું કે ચર્ચા દરમિયાન મીડિયા અને દેશના યુવાનો પણ હાજર રહે. વડાપ્રધાન પોતાની પસંદગીની કોઈપણ વ્યક્તિને ન્યાયાધીશ બનાવી શકે છે. તેમણે મોહન ભાગવતનું નામ પણ સૂચવતાં કહ્યું કે જો વડાપ્રધાન ઇચ્છે તો તેમને પણ ચર્ચા દરમિયાન બેસાડી શકે છે. રાહુલે વડાપ્રધાનને વહેલી તકે પડકાર સ્વીકારવા અને ડર્યા વગર ચર્ચામાં આવવા જણાવ્યું હતું.
અમેરિકા સાથેની સમજૂતી અને અદાણી કેસ પર સવાલ
રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન ચર્ચા માટે આવે તો તેમની પાસે અનેક મહત્વના મુદ્દાઓ પર સવાલો છે. તેમણે ખાસ કરીને દેશની નાણાકીય વ્યવસ્થા અને નાણાકીય માળખા અંગે ચર્ચા કરવાની વાત કરી હતી.
આ ઉપરાંત અમેરિકા સાથે થયેલી સમજૂતી અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા. રાહુલ જાણવા માગે છે કે આ સમજૂતી કેવી રીતે અને શા માટે કરવામાં આવી? તેને આટલી ઝડપથી અંતિમ સ્વરૂપ કેમ આપવામાં આવ્યું? વડાપ્રધાને આ નિર્ણય એકલા કેમ લીધો અને મંત્રીમંડળને તેની જાણકારી કેમ આપવામાં આવી નહોતી?
રાહુલ ગાંધીએ અદાણી કેસ અંગે પણ સવાલ કર્યો હતો કે આ કેસ શા માટે બંધ થયો? સાથે જ તેમણે એપસ્ટીન સાથે જોડાયેલા મુદ્દાઓને પણ ખુલ્લી ચર્ચામાં સામેલ કરવાની વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે આવા અનેક મુદ્દાઓ છે, જેના પર દેશની સામે ચર્ચા થવી જોઈએ. રાહુલના મતે, વડાપ્રધાન વિપક્ષ પર ગંભીર આરોપો લગાવે છે, તેથી તેમણે પણ સામે આવીને આ સવાલોના જવાબ આપવા જોઈએ.
‘વિદેશી સંબંધો અંગે માનહાનિનો કેસ કેમ નથી કરતા?’
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને વધુ એક સવાલ કર્યો કે જો તેમના વિદેશી સંબંધો અંગે કરવામાં આવતા આક્ષેપો ખોટા હોય તો તેમની સામે માનહાનિનો કેસ કેમ દાખલ કરવામાં આવતો નથી?
તેમણે કહ્યું કે તેમની સામે અત્યાર સુધીમાં આશરે 45 માનહાનિના કેસ દાખલ થયા છે. રાહુલના જણાવ્યા અનુસાર, અન્ય મુદ્દાઓ પર તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ વિદેશી સંબંધો અંગેના આરોપો પર આવું કેમ કરવામાં આવતું નથી?
રાહુલ ગાંધીએ કહ્યું કે જો આ મુદ્દે પણ કેસ દાખલ કરવામાં આવે તો તેઓ ત્યાં પણ ખુલ્લી ચર્ચા કરવા તૈયાર છે. પોતાની પોસ્ટના અંતે તેમણે વડાપ્રધાનને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને ‘હેપી દિવાળી, મોદીજી’ લખ્યું હતું.
It’s same as islamic fundamentalists talking about secularism, separatists holding Indian flags & anarchists showing Constitution book. Pushing agendas of India’s enemies yet accusing others of foreign support is self-ridiculing
Top level debates are done between matured people
— Kiren Rijiju (@KirenRijiju) November 3, 2026
કિરણ રિજિજુએ રાહુલ ગાંધીના પડકાર પર કટાક્ષ કર્યો
રાહુલ ગાંધીના નિવેદન બાદ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ઉચ્ચ સ્તરની ચર્ચા પરિપક્વ લોકો વચ્ચે થાય છે. આ ટિપ્પણી દ્વારા તેમણે રાહુલ ગાંધીના પડકારની મજાક ઉડાવી હતી.
રિજિજુએ પોતાની પોસ્ટમાં કટાક્ષ કરતાં લખ્યું કે જાણે ઇસ્લામિક કટ્ટરપંથીઓ બિનસાંપ્રદાયિકતાની વાત કરે, અલગતાવાદીઓ ભારતીય ધ્વજ હાથમાં પકડે અને અરાજકતાવાદીઓ બંધારણનું પુસ્તક બતાવે.
તેમણે વધુમાં કહ્યું કે ભારતના દુશ્મનોના એજન્ડાને આગળ વધારતા લોકો જ્યારે અન્ય પર વિદેશી સમર્થનના આરોપ લગાવે છે ત્યારે પોતાની જ મજાક ઉડાવે છે. જોકે, રિજિજુએ રાહુલ ગાંધીનો પડકાર સ્વીકારવા કે વડાપ્રધાન મોદી તેમની સાથે ચર્ચા કરશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો.
PM મોદીએ વિપક્ષને ગણાવ્યો હતો ‘અવરોધ પક્ષ’
આ સમગ્ર વિવાદની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિપક્ષ પરના નિવેદન બાદ વધુ તેજ બની હતી. શનિવારે ગુજરાતની મુલાકાત દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે જ્યારે દેશ બાહ્ય પડકારોનો સામનો કરી રહ્યો હતો, ત્યારે દેશની અંદર કેટલીક શક્તિઓ અફવાઓ અને ખોટી વાતો ફેલાવીને અસ્થિરતા ઊભી કરવાનો પ્રયાસ કરી રહી હતી.
મોદીએ વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું હતું કે દેશમાં વિપક્ષ હવે વિરોધ પક્ષને બદલે ‘અવરોધ પક્ષ’ બની ગયો છે. તેમના મતે, વિપક્ષ પોતાની નિરાશાને કારણે દેશના વિકાસના માર્ગમાં અડચણો ઊભી કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે આ માત્ર વિરોધ નથી, પરંતુ વિકાસના કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ છે.
વડાપ્રધાનના આ નિવેદન બાદ રાહુલ ગાંધીએ દેશદ્રોહ અને વિદેશી સંબંધોના આરોપો અંગે ખુલ્લી ચર્ચાનો પડકાર આપ્યો હતો.
દેશદ્રોહ અને વિદેશી સંબંધોના મુદ્દે રાજકીય ટકરાવ
હાલ રાહુલ ગાંધી અને ભાજપના નેતાઓ વચ્ચે આ મુદ્દે નિવેદનબાજી તેજ બની છે. એક તરફ વડાપ્રધાન મોદી વિપક્ષ પર અફવાઓ ફેલાવવા અને દેશના વિકાસમાં અવરોધ ઊભો કરવાનો આરોપ લગાવી રહ્યા છે, તો બીજી તરફ રાહુલ ગાંધી વિદેશી સંબંધો અને દેશદ્રોહના આરોપો અંગે જાહેર ચર્ચાની માગ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ અમેરિકા સાથેની સમજૂતી, નાણાકીય વ્યવસ્થા, અદાણી કેસ અને એપસ્ટીન સાથે જોડાયેલા મુદ્દાઓને ચર્ચામાં સામેલ કરવાની તૈયારી દર્શાવી છે. જ્યારે કિરણ રિજિજુએ તેમના પડકારને પરિપક્વતાના સવાલ સાથે જોડ્યો છે. હવે આ ખુલ્લી ચર્ચાના પડકાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવે છે કે નહીં તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.







