ગોવા સરકારે મહાકુંભમાં જનારા શ્રદ્ધાળુંઓને આપી મોટી ભેટ; કરી શાનદાર જાહેરાત

  • India
  • February 5, 2025
  • 0 Comments
  • ગોવા સરકારે મહાકુંભમાં જનારા શ્રદ્ધાળુંઓ આપી મોટી ભેટ; કરી શાનદાર જાહેરાત

મહાકુંભ 2025માં જવા માંગતા શ્રદ્ધાળુઓ અંગે ગોવા સરકારે એક મોટી ભેટ આપતા રાજ્યમાંથી ત્રણ સ્પેશ્યલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો દ્વારા શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ સુધીની મફત યાત્રા કરી શકશે. આ મહાકુંભ સ્પેશિયલ ટ્રેનો 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. હજારો શ્રદ્ધાળુઓ આનો લાભ લઈ શકશે.

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ અંગે વધુ માહિતી આપી હતી.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમડી રહી છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવીને પવિત્ર સ્નાન કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે સેંકડો વધારાની ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.

હવે ગોવા સરકારે ગોવાથી પ્રયાગરાજ સુધીની સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરીને તેના રાજ્યના ભક્તોને મોટી ભેટ આપી છે. આ ટ્રેનમાં શ્રદ્ધાળુઓ ફ્રીમાં યાત્રા કરી શકશે.

શ્રદ્ધાળુઓ માટે ચલાવવામાં આવી રહેલી આ ત્રણ સ્પેશિયલ ટ્રેન સાઉથ ગોવાના મડગાવ રેલ્વે સ્ટેશનથી પ્રયાગરાજ સુધી ચાલશે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે, ‘પહેલી સ્પેશિયલ ટ્રેન 6 ફેબ્રુઆરીએ સવારે 8 વાગ્યે મડગાવ રેલ્વે સ્ટેશનથી ઉપડશે. જયારે બાકીની બે સ્પેશિયલ ટ્રેનો 13 અને 21 ફેબ્રુઆરીએ મડગાવથી પ્રયાગરાજ સુધી ચલાવવામાં આવશે.

દરેક ટ્રેન લગભગ 1100 યાત્રીઓ લઇ જશે.’ આ સિવાય રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી સુભાષ ફલ દેસાઈએ કહ્યું હતું કે, ‘શ્રદ્ધાળુઓને યાત્રા દરમિયાન ભોજન નિઃશુલ્ક આપવામાં આવશે. આ ટ્રેનો મડગાવથી 34 કલાક પછી પ્રયાગરાજ પહોંચશે.’ અહીં તમને જણાવી દઈએ કે, મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી શરુ થયો હતો અને 26 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.

આ પણ વાંચો- એક વખત ફરીથી સુરતની ગટર બે વર્ષના બાળકને ગળી ગઈ; ફાયર વિભાગની શોધખોળ

  • Related Posts

    Stock Market Crash 2026: મહાયુદ્ધથી શેરબજાર ધડામ: સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રૂપિયો
    • March 4, 2026

    Stock Market Crash 2026: અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે, સેન્સેક્સ ૧૭૦૦ પોઈન્ટ તૂટ્યો હતો અને રૂપિયો ₹૯૨.૧૫ ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો છે,ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે આજે ભારતીય શેરબજારમાં…

    Continue reading
    Arvind Kejriwal: લોકશાહી શાસનમાં પહેલીવાર ED-CBIની કામગીરી સામે લોકોમાં વિશ્વાસ તૂટ્યો!! CMને જેલભેગા કરી દિલ્હીની ગાદી કબ્જે કરવાનો શુ આ પ્લાન હતો? તપાસ એજન્સીઓએ કોના ઈશારે કામ કર્યું?
    • March 1, 2026

    Arvind Kejriwal: દિલ્હીના લિકર સ્કેમ કાંડ બાદ હવે ED-CBI જેવી તપાસ એજન્સી હવે શંકાના ઘેરામાં આવી ગઈ છે અને લોકોનો વિશ્વાસ તોડી નાખ્યો છે આ એજન્સીઓ માત્ર સરકારના ઈશારે કામ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Adani: કચ્છમાં અદાણીને જંગલો આપતા CM ભૂપેન્દ્ર પટેલ, જુઓ ખાસ વિશ્લેષણ

    • March 4, 2026
    • 2 views
    Adani: કચ્છમાં અદાણીને જંગલો આપતા CM ભૂપેન્દ્ર પટેલ, જુઓ ખાસ વિશ્લેષણ

    Modi: દોસ્ત ઈરાનના સુપ્રીમો ખામેનેઈના મોત અંગે મોદીના ભેદી મૌન સામે ઉઠ્યા સવાલ,જાણો પૂર્વ મંત્રી યશવંત સિન્હાએ શુ કહ્યુ!

    • March 4, 2026
    • 4 views
    Modi: દોસ્ત ઈરાનના સુપ્રીમો ખામેનેઈના મોત અંગે મોદીના ભેદી મૌન સામે ઉઠ્યા સવાલ,જાણો પૂર્વ મંત્રી યશવંત સિન્હાએ શુ કહ્યુ!

    BJP: ભિલિસ્તાન મુદે લડત ચલાવનાર પ્રફુલ વસાવા હવે ભાજપમાં જોડાઈ ગયા! નાયબ CM હર્ષ સંઘવીનો માસ્ટર સ્ટ્રોક કે બીજું કંઈ? જુઓ વિશ્લેષણ

    • March 4, 2026
    • 4 views
    BJP: ભિલિસ્તાન મુદે લડત ચલાવનાર પ્રફુલ વસાવા હવે ભાજપમાં જોડાઈ ગયા! નાયબ CM હર્ષ સંઘવીનો માસ્ટર સ્ટ્રોક કે બીજું કંઈ? જુઓ વિશ્લેષણ

    Donald Trump: ઈરાનનો 650 જેટલા અમેરિકન સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો! ઈરાન ડુબશે પણ અમેરિકાને સાથે લઈ ડુબશે!

    • March 4, 2026
    • 5 views
    Donald Trump: ઈરાનનો 650 જેટલા અમેરિકન સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો! ઈરાન ડુબશે પણ અમેરિકાને સાથે લઈ ડુબશે!

    Iran War: ઈરાનની ગર્લ્સ સ્કૂલ ઉપર હુમલો કોણે કર્યો? તપાસની માંગ! અમેરિકાએ હાથ ઉંચા કર્યા! તો શું ઈઝરાયેલે કર્યો?

    • March 4, 2026
    • 8 views

    • 7 views
    Stock Market Crash 2026:  મહાયુદ્ધથી શેરબજાર ધડામ: સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રૂપિયો