અમેરિકન કોર્ટે એક વ્યક્તિને આપી 475 વર્ષની સજા; જાણો શું કર્યો હતો ગુનો

  • India
  • February 5, 2025
  • 0 Comments
  • અમેરિકન કોર્ટે એક વ્યક્તિને આપી 475 વર્ષની સજા; જાણો શું કર્યો હતો ગુનો

અમેરિકાના જ્યોર્જિયામાં એક વ્યક્તિને એટલી લાંબી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે કે, તે પૂરી કરવા માટે તેને એકથી વધારે જન્મ લેવા પડશે. ગેરકાયદેસર કૂતરાંઓના ઝઘડા કરવાનું આયોજન કરવા બદલ એક વ્યક્તિને 475 વર્ષની ચોંકાવનારી જેલની સજા ફટકારવામાં આવી છે.

57 વર્ષીય વિન્સેન્ટ લેમાર્ક બ્યુરેલ પર આરોપ હતો કે તે, 100થી વધુ પિટબુલ કૂતરાંઓને ઝઘડા માટે ઉછેરવા અને તાલીમ આપી રહ્યો હતો. આ ઐતિહાસિક સજાએ અમેરિકામાં સનસનાટી મચાવી દીધી છે.

યુએસએ ટુડેના રિપોર્ટ પ્રમાણે, પોલડિંગ કાઉન્ટીની કોર્ટમાં જ્યારે આ કેસની સુનાવણી થઈ રહી હતી, ત્યારે ચોંકાવનારા તથ્યો સામે આવ્યા. કોર્ટે બુરેલને કૂતરાઓની લડાઈના 93 ગુનાઓમાં દોષિત ઠેરવ્યા હતા અને દરેક ગુનામાં પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો- દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025: આવી ગયા એક્ઝિટ પોલ- જાણો કોના પાસે જઈ રહી છે દિલ્હીની ગાદી

આ ઉપરાંત તેને પ્રાણીઓ પર ક્રૂરતા કરવાના 10 ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જેમાં દરેક ગુનામાં એક વર્ષની સજાનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

આમ તેની કુલ સજા 475 વર્ષની થઈ હતી. જે કોઈ પણ વ્યકિતને કૂતરાઓની લડાઈના ગુના માટે આપવામાં આવેલી સૌથી લાંબી સજા માનવામાં આવે છે.

આ ચોંકાવનારા કેસના મુખ્ય ફરિયાદી કેસી પેગ્નોટાએ જણાવ્યું હતું કે, ‘આ ચુકાદો પ્રાણીઓ સામે ક્રૂરતા કરનારા બધા લોકો માટે ચેતવણી સમાન છે.

સમાજે હવે આ પ્રકારના અત્યાચારો બંધ કરાવવા માટે જાગૃત થવું જોઈએ.’ જો કે, બરેલના વકીલ ડેવિડ હીથે આ નિર્ણયને કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય પુરાવાની વિરુદ્ધ છે અને અમને તેને ફરીથી પડકારવાનો અધિકાર છે.

આ પણ વાંચો- ગોવા સરકારે મહાકુંભમાં જનારા શ્રદ્ધાળુંઓને આપી મોટી ભેટ; કરી શાનદાર જાહેરાત

Related Posts

Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી
  • September 19, 2026

Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે કથિત સામૂહિક દુષ્કર્મ અને ત્યારબાદ હત્યાની ઘટનાને લઈને મહિલા સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ…

Continue reading
Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી
  • September 19, 2026

Asgar Ali Vohra Land Dispute: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્કૂલના સહપાઠી 81 વર્ષીય અસગર અલી વોહરાએ જમીન વિવાદ અંગે PM મોદી સાથે મુલાકાત કર્યા બાદ આ મામલે મહત્વનો વળાંક આવ્યો છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

  • September 19, 2026
  • 3 views
Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

  • September 19, 2026
  • 6 views
Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 6 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 7 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 9 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ