રાહુલ ગાંધીનાં ગંભીર આરોપો સામે ECની ટૂંકી પ્રતિક્રિયા; કહ્યું- લેખિતમાં જવાબ આપીશું

  • India
  • February 7, 2025
  • 0 Comments
  • રાહુલ ગાંધીનાં ગંભીર આરોપો સામે ECની ટૂંકી પ્રતિક્રિયા; કહ્યું- લેખિતમાં જવાબ આપીશું
  • લોકસભાની ચૂંટણી પછી 5 મહિનામાં મહારાષ્ટ્રમાં 39 લાખ મતદારો જોડાઈ ગયા
  • તો ગત પાંચ વર્ષમાં 32 લાખ મતદારો જોડાયા હતા

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રન્સ કરીને મહારાષ્ટ્રમાં મતદાર યાદીમાં ગોટાળાના આરોપ પર ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી છે. ચૂંટણી પંચે કહ્યું કે, આ મામલે સંપૂર્ણ તથ્યો સાથે જવાબ આપવામાં આવશે.

રાહુલ ગાંધીએ શુક્રવારે (7 ફેબ્રુઆરી) શિવસેના (UBT) સાંસદ સંજય રાઉત અને એનસીપી-એસસીપી સાંસદ સુપ્રીયા સુલે સાથે દિલ્હીમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા હતા.

રાહુલ ગાંધીના આરોપ પર ચૂંટણી પંચે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર બે લાઈનમાં પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, મતાદારોની સંખ્યા રાજ્યની કુલ વસ્તીથી વધુ હોવાના આરોપ પર લેખિતમાં સંપૂર્ણ તથ્ય સાથે જવાબ આપવામાં આવશે.

ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટમાં કહ્યું કે, ‘ભારતીય ચૂંટણી પંચ રાજકીય પાર્ટીને પ્રાથમિકતા ધરાવતા પક્ષો તરીકે ગણે છે, નિશ્ચિત રૂપે મતદાર સર્વોપરી છે અને રાજકીય પાર્ટીથી આવનારા વિચારો, સલાહ, સવાલોને ઘણું મહત્ત્વ આપે છે’.

ચૂંટણી પંચે રાહુલ ગાંધીનું નામ લીધા વિના અને તેમના આરોપોને ટાંક્યા વિના કહ્યું કે, ‘ચૂંટણી પંચ સંપૂર્ણ તથ્યાત્મક અને પ્રક્રિયાત્મક પ્રક્રિયાનું પાલન કરીને લેખિતમાં જવાબ આપશે, જેને સંપૂર્ણ દેશમાં સમાન રૂપે અપનાવવામાં આવ્યું છે’.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, સરકારી આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં પુખ્ત વયની વ્યક્તિની વસ્તી 9.54 કરોડ છે, પરંતુ રાજ્યમાં 9.7 કરોડ મતદારો છે. મહારાષ્ટ્રમાં રાજ્યની કુલ પુખ્ત વયની વસ્તી કરતાં મતદારો કેવી રીતે વધી શકે ?

લોકસભા ચૂંટણી બાદ પાંચ મહિનામાં મહારાષ્ટ્રમાં 39 લાખ મતદારો જોડાઈ ગયા, જો કે ગત પાંચ વર્ષમાં 32 લાખ મતદારો જોડાયા હતા.

રાહુલ ગાંધીએ માત્રને માત્ર મતદાન યાદીની માંગણી કરી હતી. જોકે, ચૂંટણી પંચે પોતાના ટ્વિટમાં મતદાન યાદી આપવા અંગે કોઈ ખુલાસો કર્યો નથી કે રાહુલ ગાંધીના આરોપોનો લેખિતમાં જવાબ કેટલા સમયમાં આપશે તેના વિશે પણ કંઈ જ માહિતી આપી નથી.

આ પણ વાંચો- અમેરિકા વધુ 487 ભારતીયોને કરશે ડિપોર્ટ

Related Posts

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 3 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 3 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 7 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 6 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • 5 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ