મહાકુંભમાં અંધાધૂંધી; વ્યવસ્થા ખોરવાતા 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ

  • India
  • February 9, 2025
  • 1 Comments
  • મહાકુંભ ક્ષેત્રના દરેક એન્ટ્રી પોઈન્ટ સામાન્ય નાગરીકો માટે બંધ
  • લાખ્ખો શ્રદ્ધાળુઓ જ્યાં છે ત્યાં અટકી પડ્યા, ભયંકર ભીડ અને અવ્યવસ્થા
  • 20 કિમી પગપાળા ચાલ્યા પછી પણ કુંભ ક્ષેત્રમાં પ્રવેશ મળતો નથી
  • જ્યાં જે ઘાટ દેખાય ત્યાં સ્નાન કરીને પાછા જાવ તેવી માઈક પરથી એનાઉન્સમેન્ટ
  • વૃદ્ધો, મહિલાઓ અને બાળકોની હાલત ખરાબ, પીવાના પાણીની પણ સગવડ નથી
  • નાગવાસુકી મંદિર પાસે સૌથી ખરાબ પરિસ્થિતિ, મેળાની વ્યવસ્થા પડી ભાંગી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ગત થોડા દિવસોથી ભીડ ઓછી હોવાની વાત સામે આવી રહી હતી, વળી અખાડાના સાધુ-સંતો પણ મહાકુંભથી પરત જઈ રહ્યાં હતાં. જોકે, આ ખબર બાદ ફરી એકવાર લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભ પહોંચ્યા છે.

પ્રયાગરાજમાં ફરી એકવાર ભારે ભીડ જોવા મળી રહી છે. જેના કારણે સ્ટેશનના ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. ભીડને જોતા તમામ ટ્રેન રદ કરી દેવામાં આવી છે. જે લોકો અંદર ફસાયેલા છે તે અંદર જ રહી ગયા છે. આ સિવાય રેલવે સ્ટેશનથી ભારે ભીડ રેલવે ટ્રેકના સહારે આગળ વધતી જોવા મળી રહી છે.

પ્રયાગરાજ જતા તમામ રસ્તા પર જોરદાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે, બાળકો-વડીલો અને અન્ય શ્રદ્ધાળુઓ જામના કારણે ખાણી-પીણી માટે હેરાન થઈ રહ્યાં છે. આ તમામ વચ્ચે સપા સુપ્રીમો અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી લોકો માટે તુરંત વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

અખિલેશે એક્સ પર લખ્યું કે, ‘મહાકુંભમાં દરેક જગ્યાએ ભૂખ્યા, તરસ્યા, બેહાલ અને થાકેલા તીર્થયાત્રી જોવા મળી રહ્યાં છે. હું રાજ્ય સરકારને અપીલ કરૂ છું કે, માનવીય દ્રષ્ટિથી જોવામાં આવે અને તેમના માટે તુરંત વ્યવસ્થા કરવામાં આવે’.

પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર ભારે ભીડના કારણે તમામ ટ્રેનને રદ કરવામાં આવી છે. રેલવે સ્ટેશનની અંદર ફસાયેલા શ્રદ્ધાળુઓ રેલ ટ્રેક પરથી પોતાના ગંતવ્ય સ્થળ તરફ આગળ વધી રહ્યાં છે.

અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં રસ્તા પર હજારો લોકો ફસાયેલા જોવા મળી રહ્યા છે અને વચ્ચે-વચ્ચે ગાડીઓ ફસાયેલી છે. અખિલેશ યાદવે સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી કે, મહાકુંભમાં ફસાયેલા કરોડો શ્રદ્ધાળુઓ માટે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ.

અખિલેશ યાદવે પોતાની પોસ્ટમાં વીડિયો શેર કર્યો કે, ‘આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, લખનૌ તરફથી 30 કિલોમીટર પહેલાં જામ લાગેલો છે, વળી રીવા રોડ તરફથી 16 કિલોમીટરનો જામ લાગેલો છે. વારાણસી તરફથી 12-15 કિલોમીટર પહેલાં જામ લાગેલો છે. સ્ટેશન પર એટલી ભીડ છે કે, લોકો ટ્રેનના એન્જિનમાં પણ ઘુસી ગયાં છે. આટલી ભીડમાં લોકો તો પરેશાન થઈ જ રહ્યાં છે, સાથે જ જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે’.

આ પણ વાંચો- મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે આપ્યું રાજીનામું: દિલ્હીમાં શાહને મળ્યા બાદ લેવાયો નિર્ણય

Related Posts

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?
  • September 19, 2026

Narendra Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ અને જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે 17 સપ્ટેમ્બર 2026ના રોજ દેશભરમાં ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો. શરૂઆતમાં આ ભારતીય જનતા પાર્ટીના…

Continue reading
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ
  • September 19, 2026

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં જેલમાં બંધ વિદ્યાર્થી કાર્યકર ઉમર ખાલિદ પર બનેલી ડોક્યુમેન્ટરીની પ્રસ્તાવિત સ્ક્રીનિંગને લઈને વિવાદ સર્જાયો છે. ‘પ્રિઝનર નંબર 626710 ઇઝ પ્રેઝન્ટ’ નામની આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ વિદ્યાર્થીઓના એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 4 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 3 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

  • September 19, 2026
  • 8 views
SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

  • September 19, 2026
  • 9 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

  • September 19, 2026
  • 7 views
Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

  • September 19, 2026
  • 8 views
Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી