હૈદરાબાદ: 460 કરોડ રૂપિયાના વેલ્જન ગ્રુપના ચેરમેનની પૌત્રએ ચાકુના 73 ઘા મારીને કરી હત્યા

  • India
  • February 10, 2025
  • 1 Comments
  • હૈદરાબાદ: 460 કરોડ રૂપિયાના વેલ્જન ગ્રુપના ચેરમેનની પૌત્રએ ચાકુના 73 ઘા મારીને કરી હત્યા

હૈદરાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. મિલકતના વિવાદને કારણે 28 વર્ષીય કીર્તિ તેજાએ તેના 86 વર્ષીય દાદા વીસી જનાર્દન રાવની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. તેજાએ તેના દાદાને 73 વાર ચાકુના ઘા માર્યા હતા. તે ઉપરાંત માતા પર પણ હુમલો કર્યો હતો.

જનાર્દન રાવ 460 કરોડ રૂપિયાના વેલ્જન ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને એમડી હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને કેસની તપાસ ચાલુ છે.

મિલકતનો વિવાદ હત્યાનું કારણ બન્યો

વીસી જનાર્દન રાવે તાજેતરમાં જ તેમની મોટી પુત્રીના પુત્ર શ્રી કૃષ્ણાને વેલજન ગ્રુપના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા. તેમણે પોતાની બીજી પુત્રી સરોજિનીના પુત્ર કીર્તિ તેજાને 4 કરોડ રૂપિયાના શેર ટ્રાન્સફર કર્યા હતા. તેજા આ નિર્ણયથી નારાજ હતો અને તે પોતાની નારાજગી વ્યક્ત કરવા તેના દાદાના ઘરે ગયો હતો. વાતચીત દરમિયાન વિવાદ વધી ગયો અને તેજાએ ગુસ્સામાં આવીને તેના દાદા પર છરી વડે હુમલો કર્યો.

ગુસ્સામાં આવીને ક્રૂરતાથી હત્યા કરાઈ

ગુરુવારે રાત્રે તેજા તેની માતા સરોજિની દેવી સાથે તેના દાદાના ઘરે ગયો હતો. જ્યારે તેની માતા ચા બનાવવા રસોડામાં ગઈ ત્યારે તેણે તેના દાદા સાથે કંપનીમાં ડિરેક્ટરના પદ અંગે દલીલ શરૂ કરી હતી. આ દરમિયાન તેનો ગુસ્સો વધી ગયો અને તેણે છરી કાઢીને દાદા પર હુમલો કર્યો. ગુસ્સામાં આવીને તેણે 73 ચાકુન ઘા માર્યા હતા.

આ હુમલો એટલો ભયંકર હતો કે જનાર્દન રાવનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.

માતા પણ હુમલાનો ભોગ બની

જ્યારે તેજાની માતા સરોજિની દેવી દરમિયાનગીરી કરવા આવી ત્યારે તેણે તેના પર પણ હુમલો કર્યો. સરોજિની દેવીને છરીના ચાર ઘા વાગ્યા છે. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના મતે, તેમની હાલત હવે સ્થિર છે, પરંતુ તેઓ હજુ પણ આઘાતમાં છે. આ ઘટનાએ આખા પરિવારને હચમચાવી નાખ્યો છે.

હત્યા બાદ ભાગવાનો પ્રયાસ

હત્યા બાદ તેજાએ સ્થળ પર હાજર સુરક્ષા ગાર્ડને ધમકી આપી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને તેની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે તપાસ ચાલુ છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ડ્રગના ઉપયોગની પણ તપાસ ચાલી રહી છે

કેટલાક અહેવાલો અનુસાર, હત્યા સમયે તેજા નશામાં હતો. પોલીસ તે તપાસ પણ કરી રહી છે કે શું તે ડ્રગ્સના નશામાં હતો. પોલીસ આરોપીના લોહીના નમૂનાની તપાસ કરી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ આ કેસમાં નવા ખુલાસા થઈ શકે છે.

જનાર્દન રાવ તેમની સામાજિક સેવા માટે જાણીતા હતા

વીસી જનાર્દન રાવ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નહોતા, પરંતુ એક મહાન સમાજસેવક પણ હતા. તેમણે સરકારી જનરલ હોસ્પિટલ, એલુરુ અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને મોટી રકમનું દાન કર્યું. તેમના મૃત્યુથી ઉદ્યોગ અને સમાજસેવા ક્ષેત્રના લોકો પણ આઘાતમાં છે.

આ પણ વાંચો- મહારાષ્ટ્રના રાજકારણમાં કેમ થવા લાગી છે હલચલ? ફડણવીસ-ઉદ્ધવ વચ્ચે બંધ બારણે બેઠક

Related Posts

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
  • August 7, 2025

 EC-BJP: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક ખાસ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને ચૂંટણીપંચની પોલ ખોલી નાખતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક-એક પુરાવા સાથે રાહુલ ગાંધીએ બતાવ્યા છે. આ…

Continue reading
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
  • August 7, 2025

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 3 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 4 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

  • August 7, 2025
  • 9 views
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 13 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 19 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

  • August 7, 2025
  • 38 views
Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના