Mahesana: અમૂલના નામે વેચાતું બનાવટી ઘી ઝડપાયું, 35 લાખનો જથ્થો જપ્ત

  • Gujarat
  • February 12, 2025
  • 0 Comments

Mahesana Duplicate Ghee: ગુજરાત સહિત દેશમાં વારંવાર નકલી ખાદ્ય પદાર્થો ઝડપાતાં હોય છે. જો કે તંત્રની પમરી કામગીરીને કારણે ભેસેળિયાઓ બેફામ બને છે. ત્યારે આવી જ ભેળસેળિયું ઘી વેચતી  ડીરીનો પર્દાફાશ થયો છે. આ ડેરી મહેસાણામાંથી નજીકથી ઝડપાઈ છે. જ્યાં અમૂલ નામે નકલી શંકાસ્પદ ઘી ઝડપાયું છે. સેન્ટ્રલ ફુડ સેફ્‌ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ નેશનલ ક્રાઇમ બ્યુરો તરફથી મળેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

મહેસાણાના કમલી ખાતે મેસર્સ રજવાડી ડેરી પ્રોડક્ટસ ખાતેથી અમૂલના જેવું જ લેબલીંગ અને પેકીંગ કરી અમૃત ઘી નામે વેચાતા શંકાસ્પદ ઘીનો પાંચ હજાર કિલો જેટલો સીઝ કરાયો છે. જેથી ભેળસેળિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સેન્ટ્રલ ફુડ સેફ્‌ટી ઓફિસરોએ ઘટનાસ્થળેથી આશરે રૂ.35 લાખની કિંમતનો શંકાસ્પદ ઘીનો બહુ મોટો જથ્થો પણ જપ્ત કરી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અને રૂલ્સની જોગવાઇ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શંકાસ્પદ ઘી(અમૃત ઘી)ના નમૂનાઓ લઇને સેન્ટ્રલ ફુડ સેફ્‌ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ઓથોરાઇઝ્‌ડ સેન્ટ્રલ લેબોરેટરીમાં આ નમૂનાઓ પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે.

મે.રજવાડી ડેરી પ્રોડક્ટસ પાસે લાઈસન્સ ન હોવા છતાં અમૂલના નામે ઘીનું ઉત્પાદન કરવમાં આવ્યું હતુ. જેથી નમૂના ફેઈલ જશે અથવા અન્ય બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરાશે.

આ પણ વાંચોઃ Rajkot માં જૈન બંધુઓની હત્યા કરનાર સાળા-બનેવીની ધરપકડ, આડેધડ ઝીંક્યા હતા છરીના ઘા

આ પણ વાંચોઃ KHEDA: દારુમાં ઝેર કે સોડામાં? ખેડા પોલીસની કામગીરી પર કેમ ઉઠ્યા સવાલ!

આ પણ જુઓઃ

Related Posts

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ
  • August 14, 2026

GPSC Interview Pending: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની ભરતી પ્રક્રિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વિવિધ ભરતી પ્રક્રિયાઓમાં હજારો ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લાંબા સમયથી બાકી હોવાનું સામે આવતાં ઉમેદવારોમાં ભારે…

Continue reading
Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chamoli Tunnel Accident: ઉત્તરાખંડની નિર્માણાધીન સુરંગમાં ભયાનક દુર્ઘટના, પાણી-કાટમાળ ભરાતા 7 શ્રમિકોના મોત

  • August 15, 2026
  • 3 views
Chamoli Tunnel Accident: ઉત્તરાખંડની નિર્માણાધીન સુરંગમાં ભયાનક દુર્ઘટના, પાણી-કાટમાળ ભરાતા 7 શ્રમિકોના મોત

Rahul Gandhi: અરુણાચલમાં ચીનના પેટ્રોલિંગ રોકવાના દાવાથી હંગામો, રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માંગ્યો સ્પષ્ટ જવાબ

  • August 15, 2026
  • 5 views
Rahul Gandhi: અરુણાચલમાં ચીનના પેટ્રોલિંગ રોકવાના દાવાથી હંગામો, રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માંગ્યો સ્પષ્ટ જવાબ

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

  • August 14, 2026
  • 7 views
GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

  • August 14, 2026
  • 8 views
Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

  • August 14, 2026
  • 5 views
India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

  • August 14, 2026
  • 11 views
Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું