PM મોદી હાથ મળાવવા ઉભા ન થયા તો ફ્રાન્સના પ્રમુખ મેક્રોએ કરી દીધા નજરઅંદાજ; જૂઓ વીડિયો

  • India
  • February 12, 2025
  • 0 Comments
  • PM મોદી હાથ મળાવવા  ઉભા ન થયા તો ફ્રાન્સના પ્રમુખ મેક્રોએ કરી દીધા નજરઅંદાજ

PM મોદી (PM Modi) AI એક્શન સમિટમાં સામેલ થવા માટે ફ્રાન્સ પહોંચ્યા હતા. ત્યાં તેમણે સમિટને સંબોધી પણ હતી. જોકે આ દરમિયાન એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે AI ઍક્શન સમિટ શરુ થઈ તે પહેલાંનો હોવાનું કહેવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી ફ્રાન્સના પ્રમુખ મેક્રોંને હાથ મિલાવવા માટે ઉભા ન થયા તો તે પણ પીએમ મોદીને નજરઅંદાજ કરીને હાથ મળાવ્યા વગર આગળ વધી ગયા હતા.

સોશિયલ મીડિયા ઉપર કહેવામાં આવી રહ્યુ છે કે, તમામ દેશના લોકો મેક્રો સાથે હાથ મળાવવા માટે તેમના સન્માન માટે ઉભા થઈ રહ્યા હતા પરંતુ પીએમ મોદીએ બેસ્યા-બેસ્યા જ હાથ લંબાવી દીધો હતો, તેથી મેક્રોંનું ધ્યાન ગયું નહતું. આમ મેક્રોંની સાથે-સાથે પીએમ મોદીનું પણ અપમાન ગણવામાં આવી રહ્યું છે.

આ વીડિયોમાં ફ્રાન્સના પ્રમુખ મેક્રોં વિવિધ દેશોના મહેમાનો અને દિગ્ગજો સાથે હાથ મિલાવીને તેમનું અભિવાદન કરી રહ્યા હતા. જોકે આ દરમિયાન પીએમ મોદી સાથે એક વિચિત્ર ઘટના બની જે કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ પણ વાંચો- Gandhinagar: હોસ્ટેલના વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, આટલા વિદ્યાર્થીઓને અસર!

આમ તો એવા અનેક વીડિયો છે જેમાં પીએમ મોદી અને ફ્રાન્સ પ્રમુખ મેક્રોં એકબીજાની સાથે દેખાઈ રહ્યા છે અને ગળે ભેટતાં પણ દેખાઈ રહ્યા છે. જોકે એક વીડિયો એવો સામે આવ્યો છે જેમાં મેક્રોં અન્ય કેટલાક દેશો અને યુએનના મહાસચિવ સાથે હાથ મિલાવતા દેખાય છે પણ આ દરમિયાન જ પીએમ મોદી જે તેમની તરફ હાથ મિલાવવા હાથ આગળ કરે છે ત્યારે તેમના પર મેક્રોં ધ્યાન જ નથી આપતા અને અન્ય લોકો સાથે હાથ મિલાવીને આગળ નીકળી જાય છે.

આ ઘટનાને પીએમ મોદી અને ભારતીયોનું અપમાન માનવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ અનેક લોકો આ મામલે પ્રતિક્રિયા આપીને તેને ભારતીયોનું પણ અપમાન ગણાવી ફ્રાન્સના પ્રમુખની ટીકા કરવા લાગ્યા છે.

આ પણ વાંચો-કુંભ મેળામાંની હાજરીનો આંકડો: ભગવાધારીની સરકારનું પાપી જૂઠ્ઠાણું

Related Posts

Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!
  • March 26, 2026

Strait of Hormuz: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 27મો દિવસ છે, ટ્રમ્પની યુદ્ધ વિરામની વાતો ઈરાને ગપગોળા જણાવી છે અને કહ્યુ છે કે “અમે પહેલા પણ કહી ચુક્યા છે કે…

Continue reading
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!
  • March 24, 2026

Narendramodi: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને રોકવા માટે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. અહેવાલો સૂચવે છે કે આ અઠવાડિયાના અંતમાં ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સામ-સામે મુલાકાત થઈ શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election Fund: ગુજરાતમાં ભાજપ એકલાને મળ્યું ₹308.38 કરોડનું દાન! કોંગ્રેસને ₹70 લાખ તો AAPનું ₹10.10 લાખથી ખાતું ખુલ્યું!

  • March 28, 2026
  • 3 views
Election Fund: ગુજરાતમાં ભાજપ એકલાને મળ્યું ₹308.38 કરોડનું દાન! કોંગ્રેસને ₹70 લાખ તો AAPનું ₹10.10 લાખથી ખાતું ખુલ્યું!

Iran War Update: ઈઝરાયેલે ઈરાન ઉપર મોટો હુમલો કરી વિશ્વને મેસેજ આપ્યો કે “ઈરાન ઉપર હુમલા બંધ કરવાનો હક્ક ટ્રમ્પને કોણે આપ્યો?” ટ્રમ્પની ફજેતી!

  • March 28, 2026
  • 6 views
Iran War Update: ઈઝરાયેલે ઈરાન ઉપર મોટો હુમલો કરી વિશ્વને મેસેજ આપ્યો કે “ઈરાન ઉપર હુમલા બંધ કરવાનો હક્ક ટ્રમ્પને કોણે આપ્યો?” ટ્રમ્પની ફજેતી!

Donald Trump: ટ્રમ્પની નાદાનીયત વિશ્વને ભારે પડી રહી છે!! ‘હોર્મુઝ સ્ટ્રેટ’ બાદ હવે ‘બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ’ પણ બંધ થશે?

  • March 27, 2026
  • 9 views
Donald Trump: ટ્રમ્પની નાદાનીયત વિશ્વને ભારે પડી રહી છે!! ‘હોર્મુઝ સ્ટ્રેટ’ બાદ હવે ‘બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ’ પણ બંધ થશે?

Nasik: લંપટ બાબાએ અનેક મહિલાઓ ઉપર રેપ કર્યો! જાતીય આવેગ વધારવા ખાસ મધ વેચતો ! વગદાર હસ્તીઓ સાથે હતા ઘનિષ્ઠ સબંધ!

  • March 27, 2026
  • 13 views
Nasik: લંપટ બાબાએ અનેક મહિલાઓ ઉપર રેપ કર્યો! જાતીય આવેગ વધારવા ખાસ મધ વેચતો ! વગદાર હસ્તીઓ સાથે હતા ઘનિષ્ઠ સબંધ!

Surat News: સુરતમાં ધંધા બંધ થતાં હજ્જારો કામદારોની હિજરત શરૂ! સુરત મહામંદીમાં સપડાયું!

  • March 27, 2026
  • 12 views
Surat News: સુરતમાં ધંધા બંધ થતાં હજ્જારો કામદારોની હિજરત શરૂ! સુરત મહામંદીમાં સપડાયું!

Bhupendrapatel: ગુજરાતનું દેવુ વધતું જાય છે! નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચુક્યા છે! રિલાયન્સ પાસેથી કરોડોની વસૂલાત બાકી!

  • March 27, 2026
  • 15 views
Bhupendrapatel: ગુજરાતનું દેવુ વધતું જાય છે! નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચુક્યા છે! રિલાયન્સ પાસેથી કરોડોની વસૂલાત બાકી!