શુભમન ગિલ-શ્રેયસ ઐયર પછી બોલરોએ મચાવી તબાહી; ભારતે 13 વર્ષ પછી ઇંગ્લેન્ડને કર્યું ક્લીન સ્વીપ

  • Sports
  • February 12, 2025
  • 0 Comments
  • શુભમન ગિલ-શ્રેયસ ઐયર પછી બોલરોએ મચાવી તબાહી; ભારતે 13 વર્ષ પછી ઇંગ્લેન્ડને કર્યું ક્લીન સ્વીપ

IND vs ENG 3rd ODI Match: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે શાનદાર રમત બતાવી છે. ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે રમાઈ રહેલી 3 મેચની ODI શ્રેણીમાં ઈંગ્લેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ બુધવાર (12 ફેબ્રુઆરી) ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.

ભારતીય ટીમે આ મેચ 142 રનથી જીતી લીધી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પહેલી અને બીજી મેચ 4 વિકેટથી જીતી હતી. આ રીતે તેઓએ 13 વર્ષ પછી દ્વિપક્ષીય ODI શ્રેણીમાં ઈંગ્લેન્ડને ક્લીન સ્વીપ કર્યું છે.

આ પહેલા ઓક્ટોબર 2011માં ભારતીય ટીમે 5 મેચની ODI શ્રેણીમાં ઇંગ્લેન્ડની ટીમને 5-0થી ક્લીન સ્વીપ કરી હતી. તે સમયે પણ ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે. પરંતુ આ વખતે શ્રેણીમાં ફક્ત 3 ODI મેચનો સમાવેશ થતો હતો.

ઈંગ્લેન્ડની ટીમ 34.2 ઓવરમાં 214 રને પ્વેલિયન ભેગી

મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમે 357 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં, આખી ઇંગ્લેન્ડ ટીમ ફક્ત 34.2 ઓવરમાં 214 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ તે 142 રનથી મેચ હારી ગઈ હતી. ઈંગ્લેન્ડ ટીમ માટે ગુસ એટકિન્સન અને ટોમ બેન્ટને સમાન 38-38 રન બનાવ્યા હતા.

જ્યારે બેન ડકેટે 34, જો રૂટે 24 અને ફિલ સોલ્ટે 23 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય બોલરોમાં, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી. સ્પિનરો વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવને પણ એક-એક સફળતા મળી હતી.

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 2 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 3 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 8 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 8 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 9 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!