World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • Sports
  • February 1, 2026
  • 0 Comments

●બાંગ્લાદેશના સમર્થનમાં 15 ફેબ્રુઆરીએ ભારત-પાક વચ્ચે મેચ નહિ થાય પાકિસ્તાન સરકારે કરી જાહેરાત

World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેવા અંગે ટીમ પાકિસ્તાનને રમવા મંજૂરીતો આપી છે પણ ભારત સામે નહિ રમવા જાહેરાત પણ કરી દીધી છે.મહત્વનું છે કે આ મહિનાની 7 તારીખથી ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનાર T20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન ભાગ લેવા માટે તૈયાર છે, પરંતુ તેણે ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ફેબ્રુઆરીએ યોજાવાની હતી જે એક હાઇ-વોલ્ટેજ મેચ મનાતી હતી અને સૌનું ધ્યાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હતી પણ હવે આ મેચનો પાકિસ્તાન સરકાર દ્વારા બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાતા ભારત-પાક વચ્ચે મેચ નહિ રમાય.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસીન નકવીએ બાંગ્લાદેશના સમર્થનમાં T20 વર્લ્ડ કપમાંથી ખસી જવાની ધમકી આપી હતી. આ મામલે ICC દ્વારા પણ કડક નિર્દેશ અપાતા નકવીએ કહ્યું હતું કે વર્લ્ડ કપમાં રમવા અંગેનો અંતિમ નિર્ણય સરકાર લેશે જોકે,ત્યારબાદ ટીમની જાહેરાત કરાતા પાકિસ્તાન ટુર્નામેન્ટનો હિસ્સો બનશે તેવી વાત વહેતી થઈ હતી દરમિયાન,પાકિસ્તાન સરકારના સત્તાવાર X હેન્ડલ પરથી કરવામાં આવેલી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “પાકિસ્તાન સરકારે પાકિસ્તાન ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ-2026માં ભાગ લેવાની મંજૂરી આપી છે પણ પાકિસ્તાન ક્રિકેટ ટીમ 15 તારીખે T20 વર્લ્ડ કપ-2026માં ભારત સામે મેચ નહિ રમે મતલબ ભારત સામેની મેચ બાયકોટ કરશે.”

પાકિસ્તાનનો આ નિર્ણય ICC દ્વારા બાંગ્લાદેશને 2026 T20 વર્લ્ડ કપમાંથી બાકાત રાખ્યા બાદ આવ્યો હતો. બાંગ્લાદેશ તેની બધી મેચ શ્રીલંકામાં રમવા માંગતું હતું કારણ કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના મતે, તેના ખેલાડીઓ સામે ભારતમાં જોખમ હતું પણ ICC એ તેનો ઇન્કાર કર્યા બાદ બાંગ્લાદેશ પણ તેની વાત ઉપર મક્કમ રહતા ICC એ બાંગ્લાદેશને પડતું મૂકી સ્કોટલેન્ડને તક આપી હતી.

બાંગ્લાદેશને પડતું મુકાયા બાદ પીસીબીના વડા નકવીએ જણાવ્યું હતું કે આઈસીસીએ બાંગ્લાદેશ સાથે ન્યાયીક વર્તન કર્યું નથી અને આ રીતે બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ફરજ પાડી શકાય નહિ. આમ તેઓએ બાંગ્લાદેશના સમર્થનમાં નકવીએ પાકિસ્તાન મેચનો હિસ્સો બનશે કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય સરકાર પર છોડી દીધો હતો અને 26 જાન્યુઆરીએ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી, જે દરમિયાન નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો પરંતુ હવે પાકિસ્તાન ટુર્નામેન્ટમાં ભાગ તો લેશે પણ ભારત સામે નહિ રમે તેવી જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 5 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 9 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 8 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 6 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

  • June 16, 2026
  • 7 views
India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો

  • June 16, 2026
  • 9 views
Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો