T20 World Cup 2026: પાકિસ્તાનને યુ-ટર્ન લેવાની ફરજ પડી; ICC આ માસ્ટરસ્ટ્રોકે નકવીનું ઘમંડ ઉતાર્યું!

  • Sports
  • February 10, 2026
  • 0 Comments

T20 World Cup 2026: આખરે પાકિસ્તાન હવે ભારત સાથે મેચ રમવા તૈયાર થઈ. ગયું છે.ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે, પાકિસ્તાને ભારત સાથે નહિ રમવાના પોતાના નિર્ણય પરથી યુ-ટર્ન લીધો છે, ICCના માસ્ટરસ્ટ્રોક સામે PCB પાસે મેચ નહિ રમવા કોઈ જવાબ નહોતો, ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ નહિ રમવાની સર્જાયેલી હાઇ-વોલ્ટેજ કટોકટીનો અંત આવ્યો છે.

15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી મેચનો બહિષ્કાર કરવાની ધમકી આપનાર પાકિસ્તાને પોતાના નિર્ણય પર યુ-ટર્ન લીધો છે. પાકિસ્તાનને ઘૂંટણિયે પાડવા માટે, ICC એ તે જ યુક્તિનો આશરો લીધો જે તે લગભગ 10 દિવસથી ઉપયોગ કરી રહી હતી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના વડા મોહસીન નકવી ભલે આ નિર્ણયને અલગ રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા હોય પરંતુ સત્ય એ છે કે ICC એ ખૂબ જ ચાલાકીપૂર્વક એવી પરિસ્થિતિ ઉભી કરી કે પાકિસ્તાન પાસે યુ-ટર્ન લેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહીં.

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કર્યો. પાકિસ્તાન BCCI અને BCB વચ્ચેના વિવાદમાં કૂદી પડ્યું, જેનાથી આ મુદ્દો બિનજરૂરી રીતે વકર્યો. જોકે, જ્યારે ICCએ બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કાઢ્યું, ત્યારે પાકિસ્તાને બાંગ્લાદેશનો પક્ષ લઈ બીજી યુક્તિ અપનાવી.

1 ફેબ્રુઆરીના રોજ, પાકિસ્તાને જાહેરાત કરી કે તે વર્લ્ડ કપ મેચ રમશે, પરંતુ બાંગ્લાદેશના સન્માનમાં, તે ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે. પાકિસ્તાન સરકારે આ જાહેરાત કરી. ત્યારબાદ ICCએ પાકિસ્તાનને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું, ICC સમજી ગયું કે પાકિસ્તાનનું નાટક ફક્ત રાજકીય હતું, અને તે બતાવવા માંગતું હતું કે તે બાંગ્લાદેશનું કેટલું શુભચિંતક છે,પરંતુ વાસ્તવિકતા એ છે કે તે ભારતને અપમાનિત કરવા માંગતું હતું.

એ પણ નોંધનીય છે કે BCCI એ આ વિવાદમાં કોઈ પહેલ કરી ન હતી. હવે, ICC એ પાકિસ્તાનને ઘેરવા માટે પોતાની રણનીતીઓનો આશરો લીધો. એટલે કે, તેણે તે દેશોને આગળ લાવ્યા જેમનો ટેકો પાકિસ્તાન શોધી રહ્યું હતું તેથી ICC એ બાંગ્લાદેશ, શ્રીલંકા અને UAE સાથે જોડાણ કર્યું, શ્રીલંકા આ વર્લ્ડ કપનું સહ-યજમાન છે. ભારત-પાકિસ્તાન મેચ પણ કોલંબોમાં યોજાવાની છે.

જો આ મેચ ન થઈ હોત, તો શ્રીલંકાને નોંધપાત્ર નુકસાન થયું હોત. આવી સ્થિતિમાં, ICC એ શ્રીલંકાનો સંપર્ક કર્યો. શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે ફોન પર વ્યક્તિગત રીતે વાત કરી અને તેમને ભારત-પાકિસ્તાન મેચના બહિષ્કાર પર પુનર્વિચાર કરવા અપીલ કરી. શ્રીલંકાએ બંને દેશોના લાંબા સમયથી ચાલતા ક્રિકેટ સંબંધો અને મુશ્કેલ સમયમાં એકબીજાને આપેલા સમર્થનને યાદ કર્યું, ત્યારબાદ UAE એ પાકિસ્તાન પર ટીકા કરી.

આ પછી, UAE તરફથી વધુ એક દબાણ આવ્યું. અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) એ PCB ને પત્ર લખીને યાદ અપાવ્યું કે કેવી રીતે પાકિસ્તાને મુશ્કેલ સમયમાં UAE માં પોતાના ઘરેલું મેચ રમ્યા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટકી રહ્યા. બોર્ડે સ્પષ્ટપણે કહ્યું કે ભારત-પાકિસ્તાન મેચનો બહિષ્કાર ફક્ત બે દેશો વચ્ચેનો મામલો નથી, પરંતુ સમગ્ર ક્રિકેટ ઇકોસિસ્ટમ પર, ખાસ કરીને એસોસિયેટ રાષ્ટ્રોના આર્થિક રીતે પણ નુકસાન કારક રહેશે.

ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ મોરચો બાંગ્લાદેશ તરફથી આવ્યો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના પ્રમુખ અમીનુલ ઇસ્લામે વ્યક્તિગત રીતે લાહોરનો પ્રવાસ કર્યો અને મોહસીન નકવી સાથે મુલાકાત કરી. પાકિસ્તાન, જેણે અગાઉ બાંગ્લાદેશના સમર્થનમાં ભારત સામે મેચ રમવાનો ઇનકાર કર્યો હતો, હવે જાહેરમાં પાકિસ્તાનને “ક્રિકેટના હિત” માં મેચ રમવાની અપીલ કરી. પાકિસ્તાન માટે આ એક મહત્વપૂર્ણ નૈતિક દબાણ હતું.

આ ત્રણ દબાણો વચ્ચે, ICC એ બેક-ચેનલ વાટાઘાટો ચાલુ રાખી. ICC એ સ્પષ્ટ કર્યું કે તે બાંગ્લાદેશ પર કોઈ પ્રતિબંધો લાદશે નહીં, પરંતુ તેને ભવિષ્યમાં ICC ટુર્નામેન્ટ્સનું આયોજન કરવાની મંજૂરી આપશે, અને તેનો આવકનો હિસ્સો સુરક્ષિત રહેશે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાનનું ‘સોલિડેરિટી કાર્ડ’ ત્યાં જ સમાપ્ત થયું.

આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે ભારત-પાકિસ્તાન સ્પર્ધા ફક્ત ક્રિકેટ વિશે નથી, પરંતુ વૈશ્વિક ક્રિકેટ અર્થતંત્રનો મુખ્ય ભાગ છે,સીધા મુકાબલાને બદલે, ICC એ રાજદ્વારી દબાણ દ્વારા પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું હતું પરિણામે પાકિસ્તાન ભારત સાથે મેચ રમવા તૈયાર થઈ ગયું.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય