
Mahatma Gandhi Image On Russian Beer: રશિયાની એક કંપનીએ બિયર ટીન પર ગાંધીજીની તસ્વીર છાપતાં વિવાદ થયો છે. ભારતીયો રોષ ઠાલવી રહ્યા છે અને કંપની સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડિયો વાઈરલ થયો હતો. જેમાં રશિયાની એક કંપનીએ બિયર પર ગાંધીજીનો ફોટા છાપવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે આ તસ્વીરોવાળી બિયરની બટલો મૉસ્કોના સર્ગિએવ પોસાદ સ્થિત રેવૉર્ટ બ્રૂઅરી કંપની બનાવી રહી છે. ગાંધીજી સાથે મધર ટેરેસા, નેલ્સન મંડેલા જેવા મહાન લોકોની પણ તસ્વીરો છાપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જો કે વાયરલ થયેલા એક વીડિયોમાં રશિયન બીયરના કેન પર મહાત્મા ગાંધીની તસ્વીર દર્શાવવામાં આવી હતી, જેનાથી ભારે વિવાદ થયો છે. અહેવાલો અનુસાર, રેવોર્ટ બ્રાન્ડ બ્રૂઅરી કંપનીએ બિયર કેન પર ગાંધીજીનો ફોટો અને હસ્તાક્ષર છાપેલા છે. આ પહેલી વાર નથી કે ગાંધીજીની ઓળખ દારૂના ઉત્પાદન સાથે જોડાઈ હોય. પહેલા પણ આવી તસ્વીરો શેર કરવમાં આવી હતી.
ભારતીયો તરફથી તીવ્ર પ્રતિક્રિયા
My humble request with PM @narendramodi Ji is to take up this matter with his friend @KremlinRussia_E . It has been found that Russia’s Rewort is selling Beer in the name of GandhiJi… SS pic.twitter.com/lT3gcB9tMf
— Shri. Suparno Satpathy (@SuparnoSatpathy) February 13, 2025
જોકે વાઈરલ તસ્વીરો અને વિડિયોને લઈ ભારતીય લોકોએ સોશિયલ મીડિયા પર જોરદાર વિરોધ વ્યક્ત કર્યો છે. અને તેને મહાત્મા ગાંધીનું અપમાન ગણાવ્યું છે. લોકો એ વાતથી ગુસ્સે છે કે ગાંધીજી, જેમણે જીવનભર દારૂથી દૂર રહેવાની હિમાયત કરી હતી, તેમની છબી દારૂના ઉત્પાદન પર લગાવવામાં આવી હતી. ઘણા લોકો માને છે કે આ ઉત્પાદનો પર ટૂંક સમયમાં પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.
ગાંધી ઉપરાંત, અન્ય મહાનુભાવોના ફોટા પણ
અહેવાલો અનુસાર, આ રશિયન દારૂ કંપની મધર ટેરેસા, નેલ્સન મંડેલા અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયર જેવા અન્ય પ્રખ્યાત નેતાઓની છબીઓવાળા બીયર કેન પણ બનાવે છે.
અમેરિકાએ ગાંધીજીનો ફોટો છાપતા માગવી પડી હતી માફી
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એક અમેરિકન કંપનીએ 2015માં પોતાના બિયર કેન અને બોટલો પર મહાત્મા ગાંધીનો ફોટો લગાવ્યા બાદ માફી માંગી હતી. કંપની વિરુદ્ધ હૈદરાબાદની કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કંપની પર ‘મહાત્મા ગાંધીનું અપમાન કરવાનો’ આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Ahmedabad: ઇસનપુરની શક્તિ વિદ્યાવિહાર સ્કૂલ તોડી પડાશે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું?
આ પણ વાંચો: AMC Budget: અમદાવાદ મનપાનું 15,502 કરોડનું બજેટ રજૂ, વાંચો સમગ્ર વિગત
આ પણ વાંચો: Surat: મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવાના મામલામાં મુખ્ય આરોપીની ધરપકડ
આ પણ વાંચો: શેરમાર્કેટ ઊંધા માથે; સ્મોલકેપ-મીડકેપના રોકાણકારોને સાત લાખ કરોડનું નુકસાન