Surat: મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવાના મામલામાં મુખ્ય આરોપીની ધરપકડ

  • Gujarat
  • February 14, 2025
  • 2 Comments

સુરતમાં રાત્રે પતિને બંધક બનાવી પત્ની પર બળત્કાર ગુજારવાને કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બે આરોપીઓ સામૂહિક બળાત્કાર અને લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. ત્યારે સુરત પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. જોકે હજુ બે આરોપી ફરાર છે. તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે.

સરકાર બેટી બચાવ બેટી પઢાવના માત્ર બણગાં ફૂકતી જોવા મળી રહી છે. ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા છે. ત્યારે સુરતમાંથી રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી હતી. સુરતના પુણા વિસ્તારમાં એક ગેંગરેપ વિથ લૂંટના ઘટી હતી. ગત રાત્રે બેથી ત્રણ અજાણ્યા યુવકો ઘરમાં ઘૂસી ગયા હતા અને ચપ્પુ બતાવી ઘરમાં લૂંટ કરી હતી. ત્યારબાદ પતિને બંધક બનાવી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાની જાણ થતાં પુણા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ એસીપી અને ડીસીપી સહિતના પણ દોડી ગયા હતા. સીસીટીવીમાં બે શંકાસ્પદ કેદ થઈ ગયા હતા.

પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી

ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, આરોપીઓએ ઇસમોએ લૂંટ અને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ભોગ બનેલી મહિલાએ જણાવ્યું છે કે એક સિલ્વર બ્રેસલેટ અને 30 હજારની ચપ્પુની અણીએ લૂંટ કરી હતી ત્યારબાદ બંને શખ્સો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સાથે મળીને સીસીટીવી સહિતના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજે એક આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Surat: રાત્રે પતિને બંધક બનાવી પત્ની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો, શંકમંદો કેમેરામાં કેદ

ભાવનગરથી મુખ્ય આરોપી નિકુંજ ભીંગરાડિયાની ધરપકડ

આ મામલે ક્રાઈમ બ્રાંચનાં ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તપાસ સઘન કરી હતી. ત્યારે જાણવા મળ્યું છે કે બે નહીં પણ ત્રણ શખ્સોએ લૂટ વથી રેપની ઘટનાને અંજામ આપ્યો છે. જેમાં અમિત ઉર્ફે રઘુ રોકડા, નિકુંજ ભીંગરાડિયા અને દિનેશ ઉર્ફે છોટુની ઓળખ કરી લીધી હતી. આ સાથે જ આરોપીઓ ભાવનગર બાજુ નાસી છૂટ્યા હોવાની બાતમી મળી હતી. જેથી ડીસીપી ઝોન 1ની ટીમે ભાવનગરથી મુખ્ય આરોપી નિકુંજ ભીંગરાડિયાને ઝડપી લેવાયો છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે.

આ પણ વાંચોઃ Modi Visit US: અમેરિકન પત્રકારે અડાણી મુદ્દે PM મોદીને પ્રશ્ન પૂછતાં ચહેરો જોવા જેવો થઈ ગયો! જુઓ શું કહ્યું?

Related Posts

Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો
  • May 6, 2026

Porbandar Minor Boy Rape Case: પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે સમાજની આંખો ઉઘાડી દીધી છે. અહીં પાડોશમાં રહેતા માત્ર 12 વર્ષના એક…

Continue reading
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ
  • May 5, 2026

PGVCL GM RTGS Fraud: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારોની હિંમત હવે સાતમા આસમાને પહોંચી હોય તેમ જણાય છે. અત્યાર સુધી સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરનારા ઠગબાજોએ હવે ઉચ્ચ સરકારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mohammed Navas Extradition: UAEથી ભારત લાવવામાં આવ્યો સુકેશ ચંદ્રશેખરનો સાથી નવાસ ઈસ્માઈલ, ₹217 કરોડ ઉઘરાણી કેસમાં CBIને મોટી સફળતા

  • May 6, 2026
  • 2 views
Mohammed Navas Extradition: UAEથી ભારત લાવવામાં આવ્યો સુકેશ ચંદ્રશેખરનો સાથી નવાસ ઈસ્માઈલ, ₹217 કરોડ ઉઘરાણી કેસમાં CBIને મોટી સફળતા

Rahul Gandhi: રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ, કહ્યું- “દરેક છઠ્ઠો BJP સાંસદ વોટ ચોરીથી જીત્યો, નિષ્પક્ષ ચૂંટણીમાં 140 બેઠકો પણ નહીં મળે”

  • May 6, 2026
  • 5 views
Rahul Gandhi: રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ, કહ્યું- “દરેક છઠ્ઠો BJP સાંસદ વોટ ચોરીથી જીત્યો, નિષ્પક્ષ ચૂંટણીમાં 140 બેઠકો પણ નહીં મળે”

Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો

  • May 6, 2026
  • 8 views
Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 11 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 15 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ