Gandhi Image: રશિયન બિયર ટીન પર ગાંધીજીની તસ્વીર, ભારતમાં હોબાળો, મધર ટેરેસા, નેલ્સન મંડેલાની પણ તસ્વીરો વાઈરલ

  • World
  • February 14, 2025
  • 0 Comments

Mahatma Gandhi Image On Russian Beer: રશિયાની એક કંપનીએ બિયર ટીન પર ગાંધીજીની તસ્વીર છાપતાં વિવાદ થયો છે. ભારતીયો રોષ ઠાલવી રહ્યા છે અને કંપની સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડિયો વાઈરલ થયો હતો. જેમાં રશિયાની એક કંપનીએ બિયર પર ગાંધીજીનો ફોટા છાપવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે આ તસ્વીરોવાળી બિયરની બટલો મૉસ્કોના સર્ગિએવ પોસાદ સ્થિત રેવૉર્ટ બ્રૂઅરી કંપની બનાવી રહી છે. ગાંધીજી સાથે  મધર ટેરેસા, નેલ્સન મંડેલા જેવા મહાન લોકોની પણ તસ્વીરો છાપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જો કે વાયરલ થયેલા એક વીડિયોમાં રશિયન બીયરના કેન પર મહાત્મા ગાંધીની તસ્વીર દર્શાવવામાં આવી હતી, જેનાથી ભારે વિવાદ થયો છે. અહેવાલો અનુસાર, રેવોર્ટ બ્રાન્ડ બ્રૂઅરી કંપનીએ બિયર કેન પર ગાંધીજીનો ફોટો અને હસ્તાક્ષર છાપેલા છે. આ પહેલી વાર નથી કે ગાંધીજીની ઓળખ દારૂના ઉત્પાદન સાથે જોડાઈ હોય. પહેલા પણ આવી તસ્વીરો શેર કરવમાં આવી હતી.

ભારતીયો તરફથી તીવ્ર પ્રતિક્રિયા

જોકે વાઈરલ તસ્વીરો અને વિડિયોને લઈ ભારતીય લોકોએ સોશિયલ મીડિયા પર જોરદાર વિરોધ વ્યક્ત કર્યો છે. અને તેને મહાત્મા ગાંધીનું અપમાન ગણાવ્યું છે. લોકો એ વાતથી ગુસ્સે છે કે ગાંધીજી, જેમણે જીવનભર દારૂથી દૂર રહેવાની હિમાયત કરી હતી, તેમની છબી દારૂના ઉત્પાદન પર લગાવવામાં આવી હતી. ઘણા લોકો માને છે કે આ ઉત્પાદનો પર ટૂંક સમયમાં પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.

ગાંધી ઉપરાંત, અન્ય મહાનુભાવોના ફોટા પણ  

અહેવાલો અનુસાર, આ રશિયન દારૂ કંપની મધર ટેરેસા, નેલ્સન મંડેલા અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયર જેવા અન્ય પ્રખ્યાત નેતાઓની છબીઓવાળા બીયર કેન પણ બનાવે છે.

અમેરિકાએ ગાંધીજીનો ફોટો છાપતા માગવી પડી હતી માફી

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એક અમેરિકન કંપનીએ 2015માં પોતાના બિયર કેન અને બોટલો પર મહાત્મા ગાંધીનો ફોટો લગાવ્યા બાદ માફી માંગી હતી. કંપની વિરુદ્ધ હૈદરાબાદની કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કંપની પર ‘મહાત્મા ગાંધીનું અપમાન કરવાનો’ આરોપ મૂકવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: Ahmedabad: ઇસનપુરની શક્તિ વિદ્યાવિહાર સ્કૂલ તોડી પડાશે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું?

આ પણ વાંચો: Pulwama Attack: 14 ફેબ્રુઆરીનો એ દિવસ ક્યારેય દેશ ભૂલશે નહીં, 40 જવાનો થયા હતા શહીદ, ભારતે કરી હતી એરસ્ટ્રાઈક!

આ પણ વાંચો: AMC Budget: અમદાવાદ મનપાનું 15,502 કરોડનું બજેટ રજૂ, વાંચો સમગ્ર વિગત

આ પણ વાંચો: Surat: મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવાના મામલામાં મુખ્ય આરોપીની ધરપકડ

આ પણ વાંચો: શેરમાર્કેટ ઊંધા માથે; સ્મોલકેપ-મીડકેપના રોકાણકારોને સાત લાખ કરોડનું નુકસાન

 

 

Related Posts

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ
  • July 22, 2026

Houthis Saudi Blockade: મધ્ય પૂર્વમાં પહેલેથી જ વધી રહેલા તણાવ વચ્ચે હવે વધુ એક ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યમનમાં સક્રિય હૂથી બળવાખોર સંગઠને સાઉદી અરેબિયા સામે નૌકાબંધી…

Continue reading
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા
  • July 22, 2026

Trump Generic Medicine Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની “અમેરિકા ફર્સ્ટ” વેપાર નીતિ હેઠળ એવો નિર્ણય જાહેર કર્યો છે, જેનો સૌથી મોટો ફટકો ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને લાગી શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 1 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 6 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 9 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

  • July 31, 2026
  • 10 views
Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

  • July 31, 2026
  • 6 views
AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો

  • July 31, 2026
  • 8 views
India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો