નવા ચીફ ઈલેક્શન કમિશ્નરની નિમણૂક માટે કાયદા મંત્રાલયે બોલાવી બેઠક

  • India
  • February 14, 2025
  • 0 Comments
  • નવા ચીફ ઈલેક્શન કમિશ્નરની નિમણૂક માટે કાયદા મંત્રાલયે બોલાવી બેઠક

ચૂંટણી પંચના નવા ચીફ ઈલેક્શન કમિશ્નરની નિમણૂક માટે કાયદા મંત્રાલયે 17 ફેબ્રુઆરી, 2025ના રોજ ત્રણ સભ્યોની કમિટી બેઠક બોલાવી છે. આ ત્રણ સભ્યોની કમિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી સામેલ થશે. ઉલ્લેખનીય છે, વર્તમાન ચીફ ઈલેક્શન કમિશ્નર રાજીવ કુમારનો કાર્યકાળ 18 ફેબ્રુઆરીએ પૂર્ણ થવાનો છે. જેથી નવા ચીફ ઈલેક્શન કમિશનરની પસંદગી માટે આ કમિટીની રચના કરવામાં આવી છે.

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલના નેતૃત્વ હેઠળ ખોજ કમિટીની રચના કરી હતી. જેમાં બે સભ્યોમાં નાણાં વિભાગના સચિવ તથા કર્મચારી અને તાલીમ વિભાગના સચિવ સામેલ હતાં. અત્યાર સુધી સૌથી વરિષ્ઠ ચૂંટણી કમિશ્નરની ચીફ ઈલેક્શન કમિશ્નર માટે પસંદગી કરવામાં આવતી હતી. પરંતુ ગત વર્ષે સીઈસી અને ઈસીની નિમણૂક માટે એક નવો કાયદો લાગૂ થયા બાદ નિમણૂક પ્રક્રિયામાં ફેરફાર થયો છે.

2022માં રાજીવ કુમારની CEC પદે થઈ હતી નિમણૂક

પ્રથમ વખત CECની નિમણૂક માટે મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય ચૂંટણી કમિશ્નર (નિયુક્તિ, સેવાની શરતો અને કાર્યાલયની મુદત) અધિનિયમ, 2023ની જોગવાઈઓ લાગુ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજીવ કુમારની મે, 2022માં ચીફ ઈલેક્શન કમિશ્નર તરીકે નિમણૂક થઈ હતી. તેમના નેતૃત્વ હેઠળ, ચૂંટણી પંચે 2024માં લોકસભા ચૂંટણીનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ સિવાય જમ્મુ અને કાશ્મીરમાં એક દાયકાથી વધુ સમય બાદ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી, મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજી હતી.

રાજીવ કુમારે રિટાયરમેન્ટ પ્લાન દર્શાવ્યો

વર્ષ 2023માં ચીફ ઈલેક્શન કમિશ્નર રાજીવ કુમારની દેખરેખ હેઠળ કર્ણાટક, તેલંગાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી થઈ હતી. જાન્યુઆરી, 2025માં દિલ્હી ચૂંટણીની તારીખોની જાહેરાત કરતાં રાજીવ કુમારે પોતાનો રિટાયરમેન્ટ પ્લાન રજૂ કર્યો હતો. તેમણે હસતાં હસતાં કહ્યું હતું કે, 13-14 વર્ષોથી સતત ફરજ પર કામ કરતો હોવાથી મને સમય જ મળ્યો નથી. હવે રિટાયર થયા બાદ હું ચાર-પાંચ મહિના માટે હિમાલય જઈશ અને ત્યાં મને ડિ-ટોક્સિફાઈ કરવા એકાંતવાસનું જીવન જીવીશ, ધ્યાન કરીશ.

આ પણ વાંચો- વ્હેલ માછલી વ્યક્તિને જીવતો ગળી ગઈ, 30 સેકન્ડ પછી કાઢ્યો બહાર; જૂઓ વીડિયો

  • Related Posts

    India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર
    • September 12, 2026

    India JCR Credit Rating: જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી એટલે કે JCRએ ગયા અઠવાડિયે ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું છે. એજન્સીએ ભારતીય અર્થવ્યવસ્થા માટે સ્થિર આઉટલુક પણ જાળવી…

    Continue reading
    Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા
    • September 12, 2026

    Dera Sacha Sauda Advertisement: ડેરા સચ્ચા સૌદા અને તેના વિવાદિત પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. આ વખતે કારણ ડેરા તરફથી બે અખબારોમાં પ્રકાશિત કરાયેલી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

    • September 12, 2026
    • 3 views
    India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

    Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

    • September 12, 2026
    • 3 views
    Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

    Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

    • September 12, 2026
    • 6 views
    Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

    CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

    • September 12, 2026
    • 8 views
    CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

    Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

    • September 12, 2026
    • 7 views
    Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

    JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા

    • September 12, 2026
    • 8 views
    JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા