
Leopard attack: સૌરાષ્ટ્ર પંથકમાં વારંવાર માનવભક્ષી દિપડાના હુમલાઓ થતાં હોય છે. દિપડા જંગલ વિસ્તારમાંથી ગામ તરફ શિકારની શોધમાં આવી ચઢતાં હોય છે. ત્યારે ઉનાના જસાધરામાં એક બાળકી પર દિપડાએ કરેલા હુમલામાં સારવાર દરમિયાન મોત થયું છે. જેથી પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. બાળકીના મોત બાદ વનવિભાગે દીપડાને શોધી ગણતરીના કલાકોમાં પાંજરે પૂર્યો છે.
5 વર્ષિય બાળકનું મોત
ગીર ગઢડા તાલુકાના જસાધરા ગામમાં 5 વર્ષની માસૂમ પર દીપડાએ જીવલેણ હુમલો કર્યાની ઘટના સામી આવી હતી. બાળકી ગઈકાલે ખેતરમાં રમતી હતી ત્યારે દીપડાએ તેના પર હુમલો કર્યો હતો.
દીપડાના હુમલા બાદ માસૂમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ
દીપડાના હુમલા બાદ માસૂમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. બાળકીને ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જોકે બાળકીની સ્થિતિ નાજુક હોવાથી તેને રાજકોટ ખાતે રીફર કરવામાં આવી હતી. જ્યા બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. બાળકીનું અકાળે મોત થતાં સમગ્ર પરિવાર ભાંગી પડ્યો છે. દીપડાએ ખેતરમાં બાળકી પર હુમલો કર્યો હતો. જેથી ગ્રામજનો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે.
આ પણ વાંચોઃ New Delhi: કાર્યસ્થળે સિનિયર ઠપકો આપે તો તે ‘ઇરાદાપૂર્વક અપમાન’ નથીઃ સુપ્રિમ કોર્ટ
આ પણ વાંચોઃ Katch: 90 લોકોએ પોલીસર્મીઓ પર કર્યો હુમલો, ભચાઉ PSIને પકડી રાખી માર માર્યો, કહ્યું ફરિયાદ કેમ નોંધી?