Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • Gujarat
  • February 1, 2026
  • 0 Comments

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

વિગતો મુજબ પાલનપુરના નરાસળ ગામમાં શુક્રવારે રાત્રે એક યુવક અચાનક શ્વાનની જેમ ભસવા લાગ્યો હતો અને ચાર પગે ચાલીને લોકોને કરડવા દોડતા લોકો ભેગા થઈ ગયા હતા અને માંડ કરીને તેને દોરડાથી બાંધીને પાલનપુર સિવિલમાં લઈ જવાતા આ યુવકે હોસ્પિટલમાં પણ ધમાલ મચાવી હતી અને બેભાન થઈ જતા ડોક્ટરોએ તેને હડકવાનું ઇન્જેક્શન આપી સારવાર ચાલુ કર્યા બાદ યુવક 24 કલાકમાં જ એકદમ નોર્મલ થઇ જતા ડોક્ટરો વિચારમાં પડી ગયા હતા કારણ કે આગલા દિવસે આ યુવકને તમામ લક્ષણો હડકવાના હતા પણ બીજા દિવસે તે યુવક એકદમ સ્વસ્થ હતો અને હડકવાનું એક લક્ષણ જણાતું ન હતું.

ફરજ પરના ડોક્ટરનું કહેવું છે કે હવે આ યુવક બિલકુલ સ્વસ્થ છે અને ડોકટરના સવાલના પજવાબ આપી રહ્યો છે આ યુવકે ડોક્ટરને જણાવ્યું કે તેને ત્રણ મહિના અગાઉ કૂતરૂ કરડતા તેણે પાલનપુર સિવિલમાં રસી પણ લીધી હતી.ડોક્ટરનું કહેવું છે કે ગઇકાલે દર્દીમાં તમામ લક્ષણો હડકવાના હતા, પરંતું આજે તેનામાં એકપણ લક્ષણ હડકવાનું નથી. જે કોઇને હડકવા થયો હો એને પાણીથી ખુબ જ ડર લાગે, દર્દીને હાઇડ્રો ફોબિયા થઇ જાય જેથી તે દર્દી પાણીથી દુર રહે. પણ આ દર્દીમાં એવું કંઇ જ નથી. યુવકે પાણી પીધુ છે અને ભોજન પણ લીધું છે. જોકે, દર્દીને હડકવા નથી એવું ન કહી શકાય. હજી દર્દી સારવાર હેઠળ છે, અમારા સ્પેશિયલ ડોક્ટરો તપાસ કરી રહ્યા છે.

ડોક્ટરનું કહેવું છે કે હડકવામાં પાણીથી ડર લાગવો એ મુખ્ય લક્ષણ હોય છે, પણ આ દર્દીમાં એવું નથી એટલે એ વિચારવા જેવી બાબત છે. અમે આ દર્દીને સાઈકિયાટ્રિકને પણ બતાવીશું. આ દર્દીને મગજની અસર લાગે છે. જો હડકવા થયો હોય તો દર્દી સ્વસ્થ થાય એવા બહું ઓછા કિસ્સા હોય છે.હાલ અમારા ડોક્ટરોની ટીમ દર્દીના તમામ ટેસ્ટ કરી રહ્યા છે. જેના રિપોર્ટ બાદ કહી શકાય કે હકીકતમાં દર્દીને શું થયું હતું.

મૂળ સાબરકાંઠાના અને હાલ પાલનપુરના નરાસળ ગામમાં ભાગિયા તરીક કામ કરતા યુવકને ત્રણ મહિના પહેલાં એક શ્વાને બચકા ભર્યા હતા.દરમિયાન શુક્રવારે આ યુવક શ્વાનની જેમ ભસવા લાગ્યો હતો અને ચાર પગે ચાલીને લોકોને કરડવા દોડતો હતો. તે અચાનક તેના ઘરમાં હિંસક બનીને તેની પત્ની પર પણ હુમલો કરવા દોડ્યો હતો.

પરિસ્થિતિની ગંભીરતા જોતાં પરિવારજનો, ગામલોકો અને પોલીસે દોરડાની મદદથી યુવકને કાબૂમાં લીધો હતો અને એક ઝાડ સાથે બાંધી દીધો હતો. ત્યાર બાદ તેને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તે હવે નોર્મલ જણાતા તબીબી આલમમાં આ કિસ્સો ચર્ચામાં આવ્યો છે અને ડોક્ટરો તપાસ કરી રહયા છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Rajkot Congress Onion Protest: ઉપલેટામાં કોંગ્રેસનો ખેડૂત સમર્થન કાર્યક્રમ, 1 રૂપિયે ડુંગળી વેચી સરકારની નીતિઓ સામે કર્યો વિરોધ
  • May 15, 2026

Rajkot Congress Onion Protest: રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓ અને આસમાને પહોંચેલી મોંઘવારી સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાકના પોષણક્ષમ ભાવ ન મળવાની…

Continue reading
Gujarat University Swimming Pool: ગુજરાત યુનિવર્સિટીની લાલીયાવાડી, કરોડોના સ્વિમિંગ પુલનો 7 વર્ષથી ઉપયોગ નહીં, મશીનરી ખંડેર બની
  • May 15, 2026

Gujarat University Swimming Pool: અમદાવાદમાં ઉનાળાની આગઝરતી ગરમી વચ્ચે જ્યારે લોકો ઠંડક મેળવવા વોટરપાર્ક અને સ્વિમિંગ પુલના સહારે જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાંથી એક શરમજનક કિસ્સો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rajkot Congress Onion Protest: ઉપલેટામાં કોંગ્રેસનો ખેડૂત સમર્થન કાર્યક્રમ, 1 રૂપિયે ડુંગળી વેચી સરકારની નીતિઓ સામે કર્યો વિરોધ

  • May 15, 2026
  • 3 views
Rajkot Congress Onion Protest: ઉપલેટામાં કોંગ્રેસનો ખેડૂત સમર્થન કાર્યક્રમ, 1 રૂપિયે ડુંગળી વેચી સરકારની નીતિઓ સામે કર્યો વિરોધ

Gujarat University Swimming Pool: ગુજરાત યુનિવર્સિટીની લાલીયાવાડી, કરોડોના સ્વિમિંગ પુલનો 7 વર્ષથી ઉપયોગ નહીં, મશીનરી ખંડેર બની

  • May 15, 2026
  • 4 views
Gujarat University Swimming Pool: ગુજરાત યુનિવર્સિટીની લાલીયાવાડી, કરોડોના સ્વિમિંગ પુલનો 7 વર્ષથી ઉપયોગ નહીં, મશીનરી ખંડેર બની

Gujarat Inflation: ગુજરાતમાં મોંઘવારીનો માર: દૂધ, શાકભાજી, ગેસ અને ખાતરના ભાવ વધતાં સામાન્ય જનતા અને ખેડૂતો પર બોજ

  • May 15, 2026
  • 10 views
Gujarat Inflation: ગુજરાતમાં મોંઘવારીનો માર: દૂધ, શાકભાજી, ગેસ અને ખાતરના ભાવ વધતાં સામાન્ય જનતા અને ખેડૂતો પર બોજ

Khedbrahma Chikhla water crisis: નળ છે પણ જળ ક્યાં? ખેડબ્રહ્મામાં કરોડોની પાણી યોજના ‘કોન્ટ્રાક્ટરો’ માટે કમાણીનું સાધન બની હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

  • May 15, 2026
  • 5 views
Khedbrahma Chikhla water crisis: નળ છે પણ જળ ક્યાં? ખેડબ્રહ્મામાં કરોડોની પાણી યોજના ‘કોન્ટ્રાક્ટરો’ માટે કમાણીનું સાધન બની હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

Amreli fertilizer shortage: અમરેલીમાં ખાતર માટે આક્રંદ: સવારે ૫ વાગ્યાથી કતારો, ખેડૂતો બોલ્યા- “આવા ભાવ વધારામાં ખેતી કેમ કરવી?”

  • May 15, 2026
  • 5 views
Amreli fertilizer shortage: અમરેલીમાં ખાતર માટે આક્રંદ: સવારે ૫ વાગ્યાથી કતારો, ખેડૂતો બોલ્યા- “આવા ભાવ વધારામાં ખેતી કેમ કરવી?”

Inter State Cyber Fraud Mehsana: મહેસાણામાં આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, બેંક ખાતા વેચતી ટોળકીના બે શખ્સો ઝડપાયા

  • May 15, 2026
  • 11 views
Inter State Cyber Fraud Mehsana: મહેસાણામાં આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, બેંક ખાતા વેચતી ટોળકીના બે શખ્સો ઝડપાયા