
- રાજકોટ: ગાયનેક હોસ્પિટલની મહિલા દર્દીઓના ચેકઅપના ફુટેજ યુ-ટ્યુબ પર અપલોડ થતાં હડકંપ
- દર્દીઓની પ્રાઈવસીને ખતરામાં મુક્તિ ગંભીર ઘટના
- હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના CCTV
- વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનું રાક્ષસી કૃત્ય
- ચેકઅપની ક્ષણો યુટ્યુબમાં સતત કરી રહ્યો છે અપલોડ
- ટેલિગ્રામ ચેનલમાં જોડાવા પણ વિકૃત કરે છે અપીલ
- 900 રૂપિયાનું સબસ્ક્રિપ્સન રાખ્યું છે ટેલિગ્રામ ચેનલનું
- સગર્ભા મહિલાઓની ચેકઅપની અંગત ક્ષણો વાયરલ
- અપલોડ કરાયેલ વિડીયો ગુજરાતના હોવાની શક્યતા
- વિડીયોમાં ગુજરાતી ભાષામાં થઇ રહ્યો છે સંવાદ
- રાજ્યની તમામ હોસ્પિટલો-દર્દીઓની આંખ ઉઘડતો કિસ્સો
- દર્દીઓની ગોપનિયતાનું હનન કરતો જઘન્ય અપરાધ
- જઘન્ય અપરાધ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માગ
રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના વીડિયો યુ-ટ્યુબ પર અપલોડ થઈ જતાં હડકંપ મચી ગયો છે. મહિલાઓની ચેકઅપના વીડિયો જાહેર કરી દેવામાં આવ્યા હોવાના કારણે અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. ડોક્ટર પાસે સારવાર કરાવવા જતી મહિલાઓના ચેકઅપ દરમિયાનના સીસીટીવી ફુટેજને કોઈ યુટ્યુબ પર મુકીને મહિલાઓની પ્રાઈવસીને તાક ઉપર મૂકી દીધી છે. આ શરમજકન કૃત્ય બહાર આવ્યા પછી રાજકોટ સહિત રાજ્યભરમાં એક અલગ જ પડઘો પડ્યો છે.
યુટ્યુબમાં હોસ્પિટલના વીડિયો અપલોડ કરવા મામલે ફરિયાદ નોંધાઈ છે. જો કે તાજેતરમાં મળતી માહિતી પ્રમાણે આ વીડિયો રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલના તંત્રના ડોક્ટર અમિતે જણાવ્યા હતું કે તેમના સીસીટીવી કેમેરા હેક થયા છે.
તેઓ આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ પણ નોંધાવશે એવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ગાયકનેક હોસ્પિટલમાં મહિલાની અંગત ટ્રીટમેન્ટ કરતા વીડિયો યુટ્યુબ પર અપલોડ કરવાનો મામલો સામે આવ્યો છે. મીડિયાના અહેવાલ બાદ સાયબર ક્રાઈમમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે.
હોસ્પિટલના વિભાગ પ્રમાણે વિડીઓના ફોલ્ડર તૈયાર!
બાળકના જન્મથી લઈને મહિલાઓના સીટી સ્કેન, બ્રેસ્ટ એકઝામ ચેકઅપના વિડિઓનો બિઝનેસ!
યુટ્યુબમાં નાના વિડિઓ અપલોડ કરીને ટેલિગ્રામમાં જોઈન થવાની જાહેરાત કરવાની અને ત્યારબાદ ટેલિગ્રામ ચેનલમાં પૈસા લઈને પહોંચાડવામાં આવે છે એ તમામ વિડિઓ..… https://t.co/WQXrDAaZXN pic.twitter.com/TZP4zxVnsC
— Sagar Patoliya (@kathiyawadiii) February 17, 2025
ટેલિગ્રામ ગ્રુપ અને યુટ્યુબ ચેનલ બનાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામા આવી છે. Megha Mbbs નામની યુટ્યુબ ચેનલ અને ટેલીગ્રામ ગ્રુપની તપાસ શરૂ કરવામા આવી છે. ત્યારે હવે સાયબર ક્રાઈમે આ બંને ચેનલના ક્રિએટર સામે તેમજ તેના વીડિયોનું કન્ટેન્ટ શું છે એ બાબતે પણ તપાસ હાથ ધરી છે. તપાસમાં એ જાણવા મળ્યું છે કે, 6 જાન્યુઆરીએ યુટ્યુબ અને સપ્ટેમ્બર 2024માં ટેલીગ્રામ ચેનલ બની હોવાનું અનુમાન છે.
Megha Mbbs (@MeghaMbbs-m5j) નામથી ચાલી રહેલા આ યુટ્યુબ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં 7 જેટલા સીસીટીવી ફુટેજના વીડિયો અપલોડ કરવામા આવ્યા છે. આ વિકૃતિભર્યું કૃત્યુ જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા છે. જેનો સોશિયલ મીડિયા પર વિરોધ જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા એક્ષ (x-ટ્વિટર) પર લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ડોક્ટર પાસે સારવાર માટે ગયેલી બહેન-દીકરીઓના આ પ્રકારે વીડિયો અપલોડ કરવાનું જે રાક્ષસી કૃત્ય કરવામા આવ્યું છે તેની સાયબર ક્રાઈમ વિભાગે નોંધ લીધી છે અને ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો-BPSC Exam Row: ખાન સર વિદ્યાર્થીઓ માટે ઉતર્યા મેદાને; કહ્યું- અમે રિ-એક્ઝામ કરાવીને રહીશું