ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં RSSનો કાર્યક્રમ; પૂર્વ કુલનાયકે કહ્યું- અશોભનિય

  • Gujarat
  • December 20, 2024
  • 0 Comments

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સ્થાપેલી અમદાવાદ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો કાર્યક્રમ યોજાશે. 22મી ડિસેમ્બરે સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી યોજાનારા આ કાર્યક્રમને સજ્જન શક્તિ સંગમ નામ અપાયું છે. કાર્યક્રમમાં IAS, IPS, ડૉક્ટર, પ્રોફેસર, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકાર જેવા 450થી વધુ લોકો ઉપસ્થિત રહેશે. બાપુની વિદ્યાપીઠમાં સંઘનો કાર્યક્રમ યોજાવાનો હોવાનું જાણીને ગાંધીવાદીઓ નારાજ થયા છે.

RSS 2025ના વર્ષને તેના શતાબ્દી વર્ષ તરીકે મનાવશે. આ ઉજવણીના ભાગરૂપે નારણપુરા પ્રભાગે સમાજને લગતા અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ગૂજરાત વિદ્યાપીઠમાં યોજાનારો સજ્જન શક્તિ સંગમ કાર્યક્રમ પણ ઓનો જ એક ભાગ છે.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે RSSના ગુજરાત પ્રાંતના કાર્યકારી સભ્ય અને સાધના મેગેઝિનના તંત્રી ભાનુભાઈ ચૌહાણ હાજર રહેશે. જ્યારે અતિથિ તરીકે ગુજરાત રાજ્ય ડિસ્પોઝેબલ મેડિકલ ડિવાઇસીઝ એસોસિયેશનના પ્રમુખ અને મહેસાણાના પીપળેશ્વર મહાદેવ સેવામંડળ ટ્રસ્ટના પ્રમુખ કીર્તિકુમાર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે.

ગાંધીજી અને સંઘથી વાકેફ કોઇપણ વ્યક્તિને નવાઇ લાગે એવા આ કાર્યક્રમ માટે RSSએ છપાવેલી આમંત્રણપત્રિકા પણ સામે આવી છે. પરંતુ આ બધા વચ્ચે આરએસએસના કાર્યક્રમ માટેનો સ્થળ વિવાદનું કારણ બન્યું છે, તો સ્વભાવિક જ છે કે, બનવું પણ જોઈએ.

આ બાબતે તો મહાત્મા ગાંધીના પપ્રૌત્ર તુષાર ગાંધીએ પણ ટ્વિટ કરીને પોતાનો આગવી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, જ્યારે બાપુએ સ્થાપેલી ગુજરાત વીદ્યાપીઠ રાસ્વસંઘને શરણે ધરી દિધી ત્યારે હવે એમાં સંઘના કાર્યક્રમ યોજાય તો વીરોધ કરવાથી શું ઊપજવાનું? જેમણે ગદ્દારી કરી એમનો વાંક. બાપુની સંસ્થા હવે સાવરકર, ગોડસેની થઈ ગઈ. સાબરમતી આશ્રમમાં પણઆવું જ થવાનું.

તો વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક સુદર્શન આયંગરે પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. આ દરમિયાન તેમણે જણાવ્યું છે કે, જો આ કાર્યક્રમ સંઘના નેજા હેઠળ થતું હોય તો એ ગાંધી વિચારવાળો કાર્યક્રમ હોઈ શકે નહીં કેમ કે RSS અને ગાંધી વિચાર બંનેમાં વિરોધાભાસ છે, એટલે ગાંધીજીએ સ્થાપેલી વિદ્યાપીઠમાં RSSનો કાર્યક્રમ થાય એ શોભનીય નથી, એટલું કહેવું છે.

Related Posts

Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો
  • May 6, 2026

Porbandar Minor Boy Rape Case: પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે સમાજની આંખો ઉઘાડી દીધી છે. અહીં પાડોશમાં રહેતા માત્ર 12 વર્ષના એક…

Continue reading
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ
  • May 5, 2026

PGVCL GM RTGS Fraud: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારોની હિંમત હવે સાતમા આસમાને પહોંચી હોય તેમ જણાય છે. અત્યાર સુધી સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરનારા ઠગબાજોએ હવે ઉચ્ચ સરકારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mohammed Navas Extradition: UAEથી ભારત લાવવામાં આવ્યો સુકેશ ચંદ્રશેખરનો સાથી નવાસ ઈસ્માઈલ, ₹217 કરોડ ઉઘરાણી કેસમાં CBIને મોટી સફળતા

  • May 6, 2026
  • 2 views
Mohammed Navas Extradition: UAEથી ભારત લાવવામાં આવ્યો સુકેશ ચંદ્રશેખરનો સાથી નવાસ ઈસ્માઈલ, ₹217 કરોડ ઉઘરાણી કેસમાં CBIને મોટી સફળતા

Rahul Gandhi: રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ, કહ્યું- “દરેક છઠ્ઠો BJP સાંસદ વોટ ચોરીથી જીત્યો, નિષ્પક્ષ ચૂંટણીમાં 140 બેઠકો પણ નહીં મળે”

  • May 6, 2026
  • 5 views
Rahul Gandhi: રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ, કહ્યું- “દરેક છઠ્ઠો BJP સાંસદ વોટ ચોરીથી જીત્યો, નિષ્પક્ષ ચૂંટણીમાં 140 બેઠકો પણ નહીં મળે”

Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો

  • May 6, 2026
  • 8 views
Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 11 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 15 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ