
- આમ આદમી પાર્ટીએ 35 સીટો પર જીત મેળવીને રાજકીય ભવિષ્ય કર્યું સુનિશ્ચિત
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 35થી વધારે સીટો પર સફળતા મળતા ગેલમાં આવી ગઈ છે. દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટી પાસેથી સત્તા છીનવાઈ ગયા પછી પણ ગુજરાતમાં આપને સારી એવી સફળતા મળતા આમ આદમી પાર્ટીમાં ખુશી જોવા મળી રહી છે. દિલ્હીમાં મળેલી હાર પછી આમ આદમી પાર્ટીનું રાજકીય ભાવિ ખતરામાં હોવાની વાત કરવામાં આવી રહી હતી. જોકે, ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપને લઈને કરવામાં આવતી તમામ રીતની અટકળો ખોટી સાબિત થઈ ગઈ છે.
આમ આદમી પાર્ટીએ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અત્યાર સુધીમાં 35 સીટો પર ભવ્ય જીત મેળવી લીધી છે. આ જીતનો જશ્ન પણ સારી એવી રીતે મનાવવામાં આવી રહ્યો છે.
દેવભૂમિ દ્વારકામાં આમ આદમી પાર્ટીનું ઝાડું ફરી વળ્યું છે. સલાયાના વોર્ડ નંબર 1 અને 2માં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. વોર્ડ-1 માં પાર્ટીના બધા ઉમેદવારો જીત્યા છે. અહીં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચેની ટક્કરનો ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યો. સલાયા નગરપાલિકાના વોર્ડ-૨માંથી પણ AAPના ચારેય ઉમેદવારો જીત્યા છે.
જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકાના વોર્ડ નં. 3માં ઝાડુને લોકોને આવકાર આપ્યો છે. આમ આદમી પાર્ટીના ચારેય સભ્યોએ જીત મેળવી છે. ગીર સોમનાથ જિલ્લાના ચિત્રવાડ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજ પડાણીયાએ સારું પ્રદર્શન કર્યું. જોકે, તે 31 મતથી ચૂંટણી હારી ગયા.
ચૂંટણી ક્યાં યોજાઈ હતી?
રવિવારે જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ અને ત્રણ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓમાં મધ્યસત્ર ચૂંટણીઓ યોજાઈ હતી. આ ઉપરાંત વિવિધ કારણોસર ખાલી પડેલી વિવિધ સ્થાનિક અને શહેરી સંસ્થાઓની 106 બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાઈ હતી.
YES WE CAN…..
गुजरात निकाई चुनाव में श्री @ArvindKejriwal जी की सेना ने 35 सीटों पर भव्य जीत हांसिल की। pic.twitter.com/SFCJRh7RAs
— Manoj Sorathiya (@manoj_sorathiya) February 18, 2025
છત્તીસગઢમાં પણ AAPનું ખાતું ખુલ્યું
ત્રણ દિવસ પહેલા જ છત્તીસગઢમાં પણ AAPને સારા સમાચાર મળ્યા. અહીં, બિલાસપુરની બોદરી નગરપાલિકાના પ્રમુખ પદ પર આપ ઉમેદવાર નીલમ વિજય વર્માએ જીત મેળવી.
આ પણ વાંચો-ગુજરાતમાં અખિલેશની સમાજવાદી પાર્ટીએ 2 નગરપાલિકાઓ પર પ્રભુત્વ, કાના જાડેજાની આખી પેનલ જીતી







