
Gujarat News: હાલમાં જ IPS અધિકારી અભય ચુડાસામએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે ગુજરાતમાં વધુ એક પોલીસ અધિકારીએ રાજીનામું આપ્યું હોવાના સામાચાર સામે આવ્યા છે.
એકાએકા રાજ્યમાં બે IPS પોલીસ અધિકારીઓ રાજીનામાં ધરી દીધા હતા. ત્યારે હવે રાજ્યમાં વધુ એક પોલીસકર્મીએ રાજીનામું ધરી દીધું છે. જેથી પોલીસ બેડાંમાં ચકચાર મચી ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે રાજેશકુમાર રણજીતભાઈ બ્રહ્મભટ્ટ નામના PSIએ પણ રાજીનામું આપી દીધું છે. હવે રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તેના ઉપર મીટ મંડાઈ રહી છે.
આ પણ વાંચોઃ આણંદ જીલ્લામાંથી સ્પાની આડમાં ચાલતું દેહવિક્રિયનું રેકેટ ઝડપાયું, સંચાલક સહિત બેની ધરપકડ