આણંદ જીલ્લામાંથી સ્પાની આડમાં ચાલતું દેહવિક્રિયનું રેકેટ ઝડપાયું, સંચાલક સહિત બેની ધરપકડ

  • Gujarat
  • February 6, 2025
  • 0 Comments

ગુજરાતમાં સરકારે સ્પા માટે નિયમો બનાવ્યા હોવા છતાં વારંવાર સ્પાની આડમાં દેહવિક્રિયની પ્રવૃતિઓ ઝડપાતી હોય છે. ત્યારે આણંદના વિદ્યાનગરમાંથી મોટું સેક્સ રેકેટ ઝડપાયું છે. અહીં દેશ-વિદેશી યુવતીઓને લાવી દેહ વ્યપાર કરવામાં આવતો હતો. જેમાં પોલીસે રેડ પાડી 5 મહિલાને ઝડપી હતી. સાથે બે આરોપીની ધરપકડ કરી આણંદ SOG પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ વિસ્તારમાંથી ઝડપાયું સેક્સ રેકેટ

પોલીસે વિદ્યાનગર વિસ્તારમાં આવેલા રોઝ ફેમિલી સ્પામાં દરોડો પાડ્યો હતો અને સેક્સ રેકેટને ખુલ્લુ પાડ્યું છે.  આર્યરાજ એસ્પાયર, મિલેનીયમ હોટલની ઉપર આવેલા આ સ્પામાં સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવતો હતો.

બે શખ્સોની ધરપકડ

જેમાં પોલીસે  મહિલા સ્પા સંચાલક રાખી ગાંગલે (મૂળ ઇન્દોર, મધ્યપ્રદેશ) અને મેનેજર આસિફભાઈ સત્તારભાઈ વ્હોરા (હાલ આણંદ, મૂળ પાલ્લા, તા.માતર, જી. ખેડા )ની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ Gujaratis Deported: અમેરિકામાંથી 33 ગુજરાતીઓને હાકી કઢાયા, અમદાવાદ પહોંચ્યા

પાંચ મહિલાઓમાંથી એક થાઈલન્ડની યુવતી

રેડ દરમિયાન સ્પામાંથી બે ગ્રાહકો ઉપરાંત ચાર ભારતીય યુવતીઓ અને એક વિદેશી યુવતી મળી આવી હતી. આરોપીઓ આંતરરાજ્ય અને વિદેશી યુવતીઓને લાવીને અહીં દેહવ્યાપાર કરાવતા હોવાનું સામે આવ્યું છે. આ પાંચમાંથી એક યુવતી થાઈલેન્ડની છે. જ્યારે બાકીની ચાર યુવતીઓ હરિયાણા, યુ.પી, સુરત અને રાજકોટની છે.

પોલીસે આરોપીઓ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિકિંગ (પ્રિવેન્શન એક્ટ) 1956ની કલમ 3, 4, 5 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 143(2) અને 54 મુજબ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગ્રાહકની ડિમાન્ડ મુજબ દેહવ્યપાર થતો

યુવતીઓની પૂછપરછ કરતાં કબૂલ્યું કે રાખી ગાંગલે છેલ્લા ત્રણ મહિનાથી આ રોઝ ફેમિલી સ્પા ભાડે રાખી, સ્પાની આડમાં દેહવ્યાપાર કરતી હોવાનું અને તેની સાથે મેનેજર તરીકે આસીફભાઇ સત્તારભાઈ વ્હોરા કામ કરતો હતો. આ આસીફ સ્પામાં આવતાં ગ્રાહકોને યુવતીઓના ફોટા બતાવી, ગ્રાહકના ડિમાન્ડ મુજબની યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવતો હોવાનું બહાર આવ્યું છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચોઃ Bangladesh Violence: બાંગ્લાદેશમાં ફરી હિંસા? હુમલાખોરોએ શેખ મુજીબુરહમાનના ઘરને આગ ચાંપી, જુઓ વીડિયો

Related Posts

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!
  • June 17, 2026

Morbi Farmers Hunger Strike: મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. જેતપર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે ‘આંદોલન…

Continue reading
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
  • June 17, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendra Modi Gujarat Model: બોલ બચ્ચન કરતા મૌન રહેતો વડાપ્રધાન સારો! મોદી એ સાબિત કરી દીધું

  • June 18, 2026
  • 2 views
Narendra Modi Gujarat Model: બોલ બચ્ચન કરતા મૌન રહેતો વડાપ્રધાન સારો! મોદી એ સાબિત કરી દીધું

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 5 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 6 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 7 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 12 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 11 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે