
- અભિષેક શર્માનો મોટો કૂદકો; T-20 બેટિંગ રેન્કિંગમાં બન્યો નંબર-2
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન અભિષેક શર્મા આઈસીસી પુરૂષ ટી-20 બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયા છે.
આઈસીસીએ બુધવારે રેન્કિંગ રજૂ કરી છે. તે અનુસાર પુરૂષ ટી20 બેટિંગની રેન્કિંગમાં 38 સ્થાનનો કૂદકો મારીને અભિષેક શર્મા બીજા સ્થાને પહોંચી ગયા છે.
જણાવી દઈએ કે, અભિષેકે પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ ઈનિંગ ઈગ્લેન્ડ વિરૂદ્ધ મુંબઈમાં રમી હતી, જ્યાં સિરીઝના પાંચમી અને અંતિમ મેચમાં તેમણે 135 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી.
અભિષેક શર્માએ 54 બોલમાં 135 રનોની ઈનિંગમાં સાત ચોક્કા અને 13 સિક્સ ફટકારી હતી. આ કોઈપણ ભારતીય બેટ્સમેનની ફોર્મેટમાં સૌથી મોટી ઈનિંગ છે.
ટી-20 બેટ્સમેનની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર ટ્રેવિસ હેડ પહેલા સ્થાન પર છે.
આ પણ વાંચો- અમેરિકામાં 1,00,000 ઈંડાની ચોરી; બર્ડ ફ્લૂ સાથે શું છે ક્નેક્શન?








