
આજે સવારે અમદાવાદ-ઇન્દોર પરના પંચમહાલના ભથવાડા પાસે અમદાવાદથી ભોપાલ તરફ જઈ રહેલી લક્ઝરી બસ અને એક ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો લક્ઝરીમાં સવાર 28 લોકોને ઈજાઓ પહોંચી છે. જ્યારે તેમાંથી 11 જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતાં ગોધરા અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ટ્રેલરચાલકે બ્રેક મારતાં લક્ઝરી ધડાકાભેર સાથે ટ્રેલર સાથે અથડાઈ

ભથવાડા ટોલનાકા પાસે લક્ઝરી બસની આગળ ચાલી રહેલા ટ્રેલરચાલકે બ્રેક મારતાં ટ્રાવેલ્સ ધડાકાભેર સાથે ટ્રેલર સાથે અથડાઈ હતી. જેમાં ટ્રાવેલ્સનો આગળનો ભાગ પડેકું વળી ગયો હતો. ડ્રાઇવર સહિત 28 વધુ મુસાફરો ટ્રાવેલ્સમાં ફસાઈ ગયા હતા. જેથી સ્થાનિક ફાયર વિભાગની ટીમે તાત્કાલિક દોડી આવી ટ્રાવેલ્સમાં ફસાયેલ 28 મુસાફરોનું રેસ્ક્યૂ કર્યું હતુ. જ્યારે 11 જેટલા મુસાફરોને ગોધરાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાંથી પણ કેટલાંક લોકોની હાલત વધુ અતિ નાજૂક થતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.