Afghanistan Pakistan Conflict: તાલિબાનોએ ધૂળ ચટાડતાં પાકિસ્તાનને ભારત યાદ આવ્યું! જાણો કેમ?

  • World
  • October 17, 2025
  • 0 Comments

Afghanistan Pakistan Conflict: પાકિસ્તાન અને અફઘાન તાલિબાન વચ્ચે ચાર દિવસની ભીષણ લડાઈ બાદ યુદ્ધવિરામ અમલમાં આવ્યો છે, પરંતુ આ સંઘર્ષે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ઊંડી તિરાડ ઉભી કરી છે. ચાર દિવસના રક્તપાત અને સરહદ પારના હુમલાઓ પછી, આખરે પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે યુદ્ધવિરામ થયો છે. બુધવાર (૧૫ ઓક્ટોબર, ૨૦૨૫) ના રોજ સાંજે ૬ વાગ્યે અમલમાં આવેલા આ યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી છે, પરંતુ તેના મૂળ ઘા હજુ પણ ઊંડા છે,જ્યારે તાલિબાને અફઘાનિસ્તાનમાં ઐતિહાસિક વિજયની ઉજવણી કરી હતી, ત્યારે પાકિસ્તાનમાં ગુસ્સો અને આઘાત સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.

કારણકે યુદ્ધમાં પારંગત તાલિબાનો પાસે ભલે સાધનો ઓછા હોય પણ ગેરીલા યુધ્ધમાં કોઈ તેઓને જીતી શકે નહીં તે ફરી સાબિત કર્યું છે અને મોટી મોટી શેખી મારતા પાકિસ્તાનની તાલિબાનોએ હેકડી કાઢી નાખતા હવે દુનિયાભરમાં પાકિસ્તાનની ફજેતી થઈ રહી છે.

આ સરહદપાર સંઘર્ષમાં, તાલિબાન લડવૈયાઓએ પાકિસ્તાની સેના સામે જોરદાર ટક્કર આપતા પાકિસ્તાનના સૈનિકોમાં નાસભાગ મચી હતી અને તાલિબાનોએ ભયાનક ક્રૂરતા આચરતા પાક સેના તેના હથિયારો પડતા મૂકી ભાગી જવામાં જ શાણપણ દાખવતા જે ભાગ્યા તે બચી ગયા. સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે અફઘાન દળોએ પાકિસ્તાની સૈનિકોને મારી નાખી તેમના મૃત શરીર સાથે ક્રૂરતા આચરી હતી.

પાકિસ્તાની સૈનિકોના ગણવેશ અને પેન્ટ ઉતારવા ફરજ પાડી તેને જાહેરમાં લટકાવી તેના પ્રદર્શન અનેક સ્થળોએ યોજવામાં આવ્યા હતા, જેને તાલિબાન તેમની જીતના પ્રતીક તરીકે પ્રદર્શિત કરી રહ્યા છે.

જે દુનિયાભરમાં ટ્રેન્ડમાં રહયા છે અને પાકિસ્તાનની ભારે ફજેતી થઈ છે. એટલુંજ નહિ પણ તાલિબાને કંદહાર નજીક એક પાકિસ્તાની T55 ટેન્ક કબજે કરી હોવાના અહેવાલ છે.
જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વાયરલ વીડિયોમાં તાલિબાન લડવૈયાઓ ટેન્ક પર સવારી કરીને વિજય પરેડ ચલાવતા દેખાય છે,એવું કહેવાય છે કે પાકિસ્તાની સેના તેના શસ્ત્રો અને દારૂગોળો છોડીને પીછેહઠ કરવાની ફરજ પડી હતી જેના ઉપર તાલિબાનોએ કબ્જો કરી લીધો હતો.

આ ક્રૂર ઘટનાઓ સોશ્યલ મીડિયામાં જોયા બાદ, પાકિસ્તાનની જનતામાં ગુસ્સો અને નારાજગી ચરમસીમાએ છે. ઘણા પાકિસ્તાની નાગરિકો અને વિશ્લેષકો તેમની પોતાની સરકાર અને સૈન્ય પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ બધા વચ્ચે ઘણા પાકિસ્તાની યુઝર્સે ભારતની પ્રશંસા કરવાનું શરૂ કરી દીધું છે,પાકિસ્તાની વિશ્લેષક જગમ ખાને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે ભારત આપણો ભલે દુશ્મન ગણાય છે, પરંતુ તેણે ક્યારેય આપણા શહીદોનું અપમાન કર્યું નથી.

જ્યારે અફઘાનિસ્તાન વોર દરમિયાન શહીદોના મૃત શરીર સાથે બરબરતા આચરવામાં આવી, શહીદોને સન્માન ન મળ્યુ. આ ટિપ્પણીએ 1999ના કારગિલ યુદ્ધની યાદો તાજી કરી દીધી, જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકોના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા જેમને પાકિસ્તાની સેનાએ પોતાના માનવાનો ઇનકાર કર્યો હતો.

જગમ ખાનની પોસ્ટના જવાબમાં ઘણા યુઝર્સે પાકિસ્તાની સેના પર નિશાન સાધ્યું. એક યુઝરે લખ્યું, “પાકિસ્તાન તેના શહીદોનું અપમાન થઈ રહ્યું છે છતાં તે મુકાબલો કરી શકતું નથી. જ્યારે કારગિલમાં, આપણા સૈનિકોને ત્યજી દેવામાં આવ્યા હતા, અને ભારતે તેમને સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે દફનાવ્યા હતા.” આ પ્રતિક્રિયાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે તાલિબાનના હુમલાથી પાકિસ્તાનમાં ભારે અસ્વસ્થતા ફેલાઈ છે.

લોકો હવે પ્રશ્ન કરી રહ્યા છે કે આતંકવાદીઓને આશ્રય આપતો દેશ હવે તેમના દ્વારા કેમ અપમાનિત થઈ રહ્યો છે. તાલિબાનો સાથે યુદ્ધ કરી ડરાવવા જતાં હવે પાકિસ્તાન ભેરવાઈ ગયું છે.

 

આ પણ વાંચો:

Afghanistan Pakistan Conflict: પેન્ટ લેવા પણ ના રહ્યા પાકિસ્તાની સૈનિકો, તાલિબાનીઓએ ચોકીઓ પર કરી લીધો કબજો

Gujarat Politics: પહેલીવાર મહુધાના ધારાસભ્યને મળ્યું મંત્રી મંડળમાં સ્થાન, સંજયસિંહ મહિડાએ લીધા રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ

PM Modi: ‘સ્વદેશીની વાતો કરતાં પહેલા વિદેશી વસ્તુઓનો ત્યાગ કરો’, સુપ્રિયા શ્રીનિતે મોદીના સંબોધન પર શું બોલ્યા?

 

Related Posts

રશિયામાં S-400 એર ડિફેન્સ સિસ્ટમ્સની પાકિસ્તાન માટે જાસૂસી કરતા ISI એજન્ટ ઝડપાયો!
  • November 10, 2025

ISI Agent in Russia arrested: ભારત પાસે રહેલા S-400 જેવી અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ્સની રશિયામાં જાસૂસી કરવા જતા પાકિસ્તાન ભેરવાઈ પડ્યુ છે. રશિયાએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના જાસૂસને ઝડપી લીધો…

Continue reading
Secret System: ચીનનો બસો પર સીધો કંટ્રોલ!, જાણો નોર્વે, ડેનમાર્ક, બ્રિટન સહિતના દેશો કેમ ચિંતામાં મૂકાયા?
  • November 10, 2025

China Electric Bus Secret System: ચીન ટેકનોલોજીમાં ઘણું આગળ નીકળી ગયું છે અને વિશાળ જાસૂસી નેટવર્ક પાથર્યું છે જેમાં વાત એવી સામે આવી છે કે નોર્વે અને ડેનમાર્કમાં ચીની કંપનીની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Junagadh: મહાદેવગીરી બાપુ ફરી એકાએક ગુમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં તંત્ર દોડતું થયું

  • November 11, 2025
  • 11 views
Junagadh: મહાદેવગીરી બાપુ ફરી એકાએક ગુમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં તંત્ર દોડતું થયું

 ‘પદયાત્રીઓ મને પાછળ છોડીને સમોસા-ચાટ-પકોડી ચટ કરી જાય છે’: Dhirendra Shastri

  • November 11, 2025
  • 14 views
 ‘પદયાત્રીઓ મને પાછળ છોડીને સમોસા-ચાટ-પકોડી ચટ કરી જાય છે’: Dhirendra Shastri

Delhi Blast: દિલ્હી વિસ્ફોટમાં પાંચમા ડોક્ટરની સંડોવણી બહાર આવી, ATSના પરવેઝ અન્સારીના ઘરે દરોડા

  • November 11, 2025
  • 15 views
Delhi Blast: દિલ્હી વિસ્ફોટમાં પાંચમા ડોક્ટરની સંડોવણી બહાર આવી, ATSના પરવેઝ અન્સારીના ઘરે દરોડા

Kheda: દિકરા વગર શું કરવું?, મશીનમાં ખેંચાઈ જતાં યુવાનના અંગો છૂટા પડી ગયા, પરિવારનો વલોપાત, જાણો સમગ્ર ઘટના

  • November 11, 2025
  • 16 views
Kheda: દિકરા વગર શું કરવું?, મશીનમાં ખેંચાઈ જતાં યુવાનના અંગો છૂટા પડી ગયા, પરિવારનો વલોપાત, જાણો સમગ્ર ઘટના

 Bhavnagar: દિલ્હી વિસ્ફોટ પછી ભાવનગરમાં પોલીસ એલર્ટ, વ્યાપક ચેકિંગ અને સુરક્ષા કડક

  • November 11, 2025
  • 11 views
 Bhavnagar: દિલ્હી વિસ્ફોટ પછી ભાવનગરમાં પોલીસ એલર્ટ, વ્યાપક ચેકિંગ અને સુરક્ષા કડક

Delhi blast: દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ અમેરિકા એલર્ટ; ભારત આવેલા અમેરીકન નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

  • November 11, 2025
  • 9 views
Delhi blast: દિલ્હીમાં કાર બ્લાસ્ટ બાદ અમેરિકા એલર્ટ; ભારત આવેલા અમેરીકન નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી