
- અફઘાનિસ્તાન Vs ઓસ્ટ્રેલિયા: અઝમત અને અટલની શાનદાર બેટિંગ; કાંગારૂઓને 273 રનનો ટાર્ગેટ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હેઠળ શુક્રવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે.
અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાન બેટ્સમેન સેદીકુલ્લાહ અટલે 95 બોલમાં 85 રન અને અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 63 બોલમાં 67 રન બનાવ્યા હતા.
અફઘાનિસ્તાનની ટીમ 50 ઓવરમાં 273 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે.
ઓસ્ટ્રેલિયા તરફથી બેન દ્વારશુઈસે ત્રણ વિકેટ, એડમ ઝામ્પા અને સ્પેન્સર જોહ્ન્સનને બે-બે વિકેટ, જ્યારે ગ્લેન મેક્સવેલ અને નાથન એલિસે એક-એક વિકેટ ઝડપી હતી.
સેમિફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે આ મેચ બંને ટીમો માટે ખૂબ જ ખાસ છે.
આ પહેલા અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડ સામે મેચ રમી હતી, જેમાં અફઘાનિસ્તાનનો વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયાએ તેની પહેલી મેચ ઇંગ્લેન્ડ સામે રમી, જેમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી.
આ પણ વાંચો-શેરમાર્કેટમાં ઐતિહાસક ઘટાડાના કારણે 90 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ; હવે રોકાણકારોને શું કરવું જોઈએ?