
Rajkot: રાજકોટના રતનપર ગામે મારવાડી યુનિવર્સિટી અને અન્ય ખાનગી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓ દ્વારા દેહવ્યાપાર, નશાખોરી અને અનૈતિક પ્રવૃત્તિઓનો આરોપ લગાવતા ગ્રામજનો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે.
યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓએ રાજકોટને મિનિ બેંગકોક બનાવ્યું
રતનપર ગામના રહેવાસીઓનો આરોપ છે કે આફ્રિકન વિદ્યાર્થીઓ, જેઓ મારવાડી યુનિવર્સિટી અને નજીકના વિસ્તારોમાં ભાડાની મકાનોમાં રહે છે, તેઓ નશાખોરી અને દેહવ્યાપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. સ્થાનિકોએ દાવો કર્યો છે કે આ વિદ્યાર્થીઓ ઓનલાઈન એપ્સ, ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ખુલ્લેઆમ ગોરખધંધા ચલાવે છે, જેનાથી રાજકોટને “મિની બેંગકોક” તરીકે ઓળખવામાં આવી રહ્યું છે.
બાંગ્લાદેશીઓને ભારતમાંથી હાંકી કાઢનાર ગૃહમંત્રી આફ્રિકન દૂષણખોરોને ક્યારે કાઢશો ?
ખુલ્લે આમ રાજકોટમા દેહવ્યાપાર ચાલે છે ! રાજકોટને મિનિ બેંગકોક બનાવ્યું છે … ઓનલાઇન એપ, ફેસબુક અને વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામમા ખુલ્લેઆમ ગોરખ ધંધાઓ શરૂ છે ત્યારે આવા દૂષણ એ સમાજ માટે ચિંતાનો વિષય છે… pic.twitter.com/dNxZHZohJ5
— Kirpalsinh A Gohil (@kirpalsinh_G) July 17, 2025
ગ્રામજનો અને આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી
આ મુદ્દે ગ્રામજનો અને આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે તાજેતરમાં ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનામાં પોલીસની હાજરી હોવા છતાં, સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં નિષ્ફળતા દાખવી છે. ગ્રામજનોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી, આવી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવાની માગણી કરી છે.
રાજકોટમાં ખુલ્લેઆમ ગોરખધંધા ચાલે છે, અને સરકાર ઊંઘે છે!
આ ઘટનાએ રાજકોટની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગ્રામજનોએ માંગણી કરી છે કે આફ્રિકન વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓની તપાસ માટે ખાસ ટીમ રચવામાં આવે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત, તેઓએ યુનિવર્સિટીઓને પણ આવા વિદ્યાર્થીઓની દેખરેખ રાખવા અને તેમની પ્રવેશ પ્રક્રિયાને વધુ કડક કરવાની માંગણી કરી છે.
બાંગ્લાદેશીઓને ભારતમાંથી હાંકી કાઢનાર ગૃહમંત્રી આફ્રિકન દૂષણખોરોને ક્યારે કાઢશો ?
મહત્વનું છે કે, ગૃહમંત્રીએ બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ આફ્રિકન વિદ્યાર્થીઓ દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવામાં તેઓ સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. જો ગૃહમંત્રી બાંગ્લાદેશીઓને હાંકી કાઢી શકે છે, તો આફ્રિકન દૂષણખોરો સામે કેમ કોઈ પગલું નથી લેવાતું? તેવા સવાલો થઈ રહ્યા છે. આવા દૂષણો સમાજ માટે ચિંતાનો વિષય છે. જેથી આફ્રિકન દૂષણખોરોને પણ ભારતમાંથી કાઢી મુકવાની માંગ ઉઠી છે. આ ઘટના રાજકોટની સામાજિક અને સુરક્ષા વ્યવસ્થા પર એક કલંકરૂપ બની રહી છે. શું ગૃહમંત્રી હર્ષ સંઘવી આ મુદ્દે કડક પગલાં લેશે, કે પરિસ્થિતિ વધુ વણસશે, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.








