
રાજ્યમાં હાલ BZ ગ્રુપના કૌભાંડ ચર્ચા વિષય છે ત્યારે બીઝેટ ગ્રુપ જેવું પોરબંદરની એક જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી બનાવી તેમાં સાડા છસો જેટલા થાપણદારો ફસાવી કરોડોનુ ફુલેકુ ફેરવી નાખ્યુ છે. પોરબંદર ચોપડે થયેલી અરજીઓના આંકડા મુજબ 6 કરોડ સુધી કૌભાંડ પહોચ્યો છે. ત્રણ આરોપી પૈકી એક આરોપી પોરબંદર પોલીસે ધરપકડ કરી છે અને હજુ મુખ્ય આરોપી દંપતિ ફરાર છે. ગરીબ બચતમુડીના પૈસા ફુલેકુ ફેરવનાર આરોપી પકડવા માટે પોરબંદર પોલીસે ચક્રો ગતિમાન કરી દીધા છે.
પોરબંદર ખાતે રહેતા જયેશભાઈ દેવશીભાઈ વરવાડીયા નામના વ્યકિતએ સંજયભાઈ વિનોદરાય દાવડા તેમના પત્નિ સપનાબેન સંજયભાઈ દાવડા અને પુત્ર મનન સંજયભાઈ દાવડા સામે ફરીયાદ નોધાવી છે ફરિયાદ અનુસાર આરોપીઓએ અગાઉથી જ પુર્વ આયોજીત કાવતરૂ રચી પોરબંદર જલારામ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી.લી. નામની સહકારી મંડળીના આશરે સાડા છસો જેટલા થાપણદારો તથા સભાસદો બનાવી તેઓને રાષ્ટ્રીયકૃત બેંક તથા અન્ય સંસ્થાઓ કરતાં ફીકસ ડીપોઝીટ તથા દૈનીક બચતની રકમ ઉપર ઉંચા દરે વ્યાજ આપવાની લોભામણી લાલચો આપી, થાપણદારો તથા સભાસદો પાસેથી ડીપોઝીટ તથા દૈનિક બચત તરીકે માતબર રકમ મેળવી હતી.

ફરીયાદી જયેશભાઇ 71 લાખ જેવી રકમ ગુમવી છે. પોરબંદર ચોપડે થયેલી અરજીઓના આંકડા મુજબ 6 કરોડ સુધી કૌભાંડ પહોચ્યો છે. જલારામ કો.ઓપરેટી પોરબંદર 600થી વધુ રોકાણ કારાઓ પૈસા રોક્યા છે.જેમાં શાકભાજી,સફાઇ કર્મચારી,દુકાનદાર,રેકડીધારક જેવા તમામ વર્ગ ધંધાર્થી અને નાના વ્યકિતએ જલારામ જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીમાં પૈસાનું રોકાણ કર્યુ હતુ. બીઝેટ ગ્રુપ જેવું જ પોરબંદરની જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીનું કૌભાંડ છે.
એક શક્યતા મુજબ પોરબંદરના લગભગ 3 હજાર જેટલા રોકાણ કારોએ જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીમાં પૈસાનું રોકાણ કર્યુ છે. એટલે પોરબંદરમા 6 કરોડનું નહી 10 કરોડથી વધુ ફુલેકુ સંજય દાવડા અને સપના દાવડા ફેરવી ભાગી ગયા છે. કેટલા રોકાણા કારો છે ? કુલ કેટલી રકમ ગઇ ? તે પોલીસ તપાસનો વિષય છે. હાલ તો આ કેસમાં આરોપી મનન દાવડા ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી સંજય અને સપના દાવડા હજુ ફરાર છે.