
હાલ અમદવાદમાં તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે આજે AMC અને પોલીસ ટીમ પર હુમલો થયો છે. સ્થાનિકોએ અમદવાદના રાણીપ વિસ્તારમાં દબાણ દૂર કરવા ગયેલી AMC અને પોલીસની ટીમ પર હુમલો કર્યો છે. મકાનો તોડે તે પહેલા જ સ્થાનિકોએ હુમલો કર્યો છે. બે મહિલા સહિત પાંચ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે હજુ કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
AMC ટીમની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવા તેમજ હુમલો કરવાના આરોપમાં બે મહિલા સહિત ત્રણ પુરુષ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ ઘટના બાદ પણ તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પી.એસ.આઈનો કોલર પકડી મારી નાંખવાની ધમકી
રાણીપના રામજીભાઈ ખાડિયાની ચાલીમાં AMC અને પોલીસની ટીમ દબાણો દૂર કરવા પહોંચી હતી. જ્યાં દબાણ દૂર કરવા ગયેલી પોલીસ અને મનપાની ટીમ પર સ્થાનિક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દબાણ દૂર ન કરવા દઈ સ્થાનિકો દ્વારા પથ્થરમારો કરાયો હતો. આ સિવાય પી.એસ.આઈનો કોલર પકડી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચોઃ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ટ્રકમાં લાગી આગ, જુઓ વિડિયો
આ વિડિયો પણ જુઓ