અમદાવાદ: શાળાની જગ્યાએ બિલ્ડરે શોપિંગ સેન્ટર બનાવી નાંખ્યું

  • Gujarat
  • December 22, 2024
  • 0 Comments

અમદાવાદના જમાલપુર કાચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલની જગ્યામાં બિલ્ડર સલીમ પઠાણે કોમ્પલેકસ બનાવી દીધું છે. આ આક્ષેપ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે મ્યુનિસિપલ કમિશનર સાથેની સંકલન સમિતીની બેઠકમાં કર્યો હતો. બેઠકમાં મ્યુનિસિપલ સ્કૂલની જગ્યામાં દુકાનો બની ગઈ છે કે કેમ એ અંગે શાસનાધિકારીને પુછવામા આવ્યુ હતું. શાસનાધિકારીએ શાળા બંધ હોવાનો જવાબ આપતા ધારાસભ્યએ જણાવ્યું હતુ કે, ‘હાલ જ તપાસ કરાવો. જો શાળા બંધ હશે તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દઈશ. આમને ખબર જ નથી કે ત્યાં શોપિંગ સેન્ટર બની ગયુ છે. તેમને કાઢી મુકવા જોઈએ.’

મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનની અધ્યક્ષતામાં સાંસદો ,ધારાસભ્યોની સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતુ કે, ‘જમાલપુર કાચની મસ્જિદ પાસે 20 વર્ષ પહેલાં ઉર્દુ સ્કૂલ આવેલી હતી. જ્યા 200 બાળકો ભણતા હતા. આ શાળાને જેતે સમયે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા બંધ કરવામાં આવ્યા પછી શાળાની બાજુમા રહેતા સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા 10 જેટલી દુકાન ગેરકાયદે બનાવી 12 હજાર રૂપિયા લેખે ભાડું વસુલે છે.

સમિતિની બેઠકમાં ધારાસભ્ય અમિત શાહે અધિકારીને પૂછ્યું હતુ કે, ‘આ શાળાની અત્યારે શું સ્થિતિ છે?’ ત્યારે અધિકારીએ જણાવ્યું કે,એ બંધ છે.’ આ જવાબ મળતા ધારાસભ્ય અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે, ‘મ્યુનિસિપલ શાળાની જગ્યાએ શોપિંગ સેન્ટર બની ગયુ છે. હાલ જ તપાસ કરાવો. જો શાળા બંધ હશે તો હું ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી દઈશ. આમને ખબર જ નથી કે ત્યાં શોપિંગ સેન્ટર બની ગયુ છે. તેમને કાઢી મુકવા જોઈએ. કોમ્પલેકસ તોડી પાડો કે નહીં એ પછીની વાત છે પણ મૂળ માલિકને(કોર્પોરેશનને) તો જાણ કરો.’

આ દુકાનોનુ બાંધકામ શરુ થયુ એ સમયથી લોકો તરફથી રજુઆત કરી હોવાછતાં મ્યુનિ.તંત્રે કોઈ કાર્યવાહી કરી નથી. આ શાળાની સામે ઉર્દૂ શાળા છોકરીઓ માટે ચલાવવામાં આવતી હતી. આ શાળામાં એક સમયે 200થી વધુ છોકરીઓ અભ્યાસ કરતી હતી. આ શાળાના બાંધકામને તોડી શાળાની આસપાસ આવેલા વર્ષો જુના વૃક્ષો કાપી કોમ્પલેકસ અને ફલેટ બનાવવાનુ શરૂ કરાતા સ્થાનિક રહીશોએ વિરોધ કરી જુદા જુદા સરકારી વિભાગોમા રજુઆત કરી છે. સ્થાનિક ધારાસભ્યની ઓફિસે જઈને પણ લોકોએ આ અંગે રજૂઆત કરી છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામા આવી નથી. આ બંને શાળાઓની જગ્યા કરોડોની કિંમતની છે. ગેરકાયદે બાંધકામ દુર કરી આ જગ્યાનો કબજો લેવા મ્યુનિ.કમિશનરને રજુઆત પણ ધારાસભ્ય દ્વારા કરવામા આવી હતી.

Related Posts

PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!
  • March 26, 2026

■ 40થી વધુ PIને CID ક્રાઇમમાં પોસ્ટિંગ અપાયું PI Transfers: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીકમાં છે અને રાજકીય માહોલ બરાબરનો ગરમાયો છે ત્યારે રાજ્યમાં તાજેતરમાં પ્રમોશન પામેલા અધિકારીઓને લાંબા સમય…

Continue reading
Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!
  • March 26, 2026

Gopal Italia: મોદી સરકાર દ્વારા અનેક વિભાગોનું ખાનગી કરણ કરી દેવામાં આવ્યું છે અને તેની સામે વિપક્ષ દ્વારા અવારનવાર સવાલો પણ ઉઠાવવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat News: સુરતમાં ધંધા બંધ થતાં હજ્જારો કામદારોની હિજરત શરૂ! સુરત મહામંદીમાં સપડાયું!

  • March 27, 2026
  • 3 views
Surat News: સુરતમાં ધંધા બંધ થતાં હજ્જારો કામદારોની હિજરત શરૂ! સુરત મહામંદીમાં સપડાયું!

Bhupendrapatel: ગુજરાતનું દેવુ વધતું જાય છે! નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચુક્યા છે! રિલાયન્સ પાસેથી કરોડોની વસૂલાત બાકી!

  • March 27, 2026
  • 4 views
Bhupendrapatel: ગુજરાતનું દેવુ વધતું જાય છે! નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચુક્યા છે! રિલાયન્સ પાસેથી કરોડોની વસૂલાત બાકી!

Narendramodi: દેશમાં લાગેલી કતારોને સરકાર અફવા ગણાવે છે! તો પછી મોદી સાહેબ એમ કહે છે કે “કોરોના જેવી સ્થિતિ માટે તૈયાર થઈ જાવ!” નિવેદનોમાં વિરોધાભાસની સ્થિતિ

  • March 27, 2026
  • 8 views
Narendramodi: દેશમાં લાગેલી કતારોને સરકાર અફવા ગણાવે છે! તો પછી મોદી સાહેબ એમ કહે છે કે “કોરોના જેવી સ્થિતિ માટે તૈયાર થઈ જાવ!” નિવેદનોમાં વિરોધાભાસની સ્થિતિ

Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

  • March 27, 2026
  • 5 views
Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

  • March 26, 2026
  • 8 views
BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

  • March 26, 2026
  • 12 views
Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!