
25 અને 26 જાન્યુઆરીએ વિશ્વ પ્રખ્યાત બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ અમદાવાદમાં યોજવા જઈ રહ્યો છે. ત્યારે મેગા કોલ્ડપ્લે કોન્સર્ટ પૂર્વે અમદાવાદ પોલીસ બંદોબસ્તની તૈયારી કરી દીધી છે. સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે અમદાવાદ પોલીસની સાથે NSG કમાન્ડો પણ જોડાશે. કુલ 3825 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં એક લાખ લોકો આવે તેવી સંભાવના છે. કોન્સર્ટમાં શો દીઠ 1.25 લાખ લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કામચલાઉ હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવશે. તમામ હોટલો ભરચક બૂકિંગ થઈ ગયું છે.
આ પણ વાંચોઃ MANIPUR: ભાજપ સરકારને આપેલો ટેકો નીતિશકુમારે પાછો ખેંચ્યો
બાળકો નહીં મળે પ્રવેશ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ માટે લોકોની ભારે ભીડ જોવા મળશે. અમદાવાદ પોલીસે આપેલી માહિતી પ્રમાણે પાંચ વર્ષથી નાના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સિવાય સ્ટેડિયમ તરફ જતા કેટલાક રસ્તાઓ પણ બંધ રાખવામાં આવશે. લોકો આ દરમિયાન વૈકલ્પિક રૂટનો ઉપયોગ અવર-જવર માટે કરી શકશે.
સઘન સુરક્ષા ટીમો ખડકાઈ
અમદાવાદમાં DCP 14,,ACP 25,,PI 63, PSI 142,,પોલીસકર્મી 3581,,QRT ટીમ 3,NSG ટીમ 1, SDRF 1, BDDS 10, CCTV વાન 2, વેગેઝ સ્કેનર 2, ,ડીટેક્ટર 400 જેટલો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
શો માય પાર્કિંગ એપથી પાર્કિંગની સુવિધા
‘શો માય પાર્કિંગ’ દ્વારા કોન્સર્ટમાં આવનારા લોકો પાર્કિંગની સુવિધા મેળવી શકશે. સાથે જ દર 7 મિનિટે મેટ્રો ટ્રેન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી દોડાવવા માટેનું આયોજન કરાયું છે. પાર્કિંગ નિયમો ભંગ કરનાર વિરુધ્ધ કાર્યવાહી થશે.
નીતા દેસાઈ, ટ્રાફિક ડીસીપી, અમદાવાદ
નીરજ બળ ગુજર, સેક્ટર 1 જેસીપીએ શું કહ્યું?
આ પણ વાંચોઃ KHEDA: ઝાડ સાથે કાર અથડાતાં પોલીસકર્મી સહિત માતાનું મોત, જાણો ક્યા થયો અકસ્માત?