
અમદવાદના મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજવાનો છે. જેને લઈ તમામ તૈયારીઓ થઈ ગઈ છે. જેની ટીકીટ માટે પડાપડી થઈ રહી છે. ત્યારે કાળા બજારી પણ સામે આવી રહી છે. કાળા બજારિયાઓ લોકો પાસેથી ખોટી રીતે નાણાં પડાવી રહ્યા છે. ત્યારે આજે એક ગેરકાયેસર ટીકીટનું વેચાણ કરનાર શખ્સને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ AHMEDABAD: રોકાણ નામે વૃધ્ધ પાસે 59 લાખની છેતરપીંડી, પોલીસે શું કહ્યું?
ચાંદખેડા પોલીસે અક્ષય પટેલ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ ઓરોપી પાસેથી કોલ્ડપ્લેની 6 ટિકિટ મળી છે. જેમાં 2500 રૂપિયાની 4 અને 4500 રૂપિયાની 2 ટિકિટ મળી આવી છે.
ટિકિટો ઊંચા ભાવે વેચી કાળા બજારી કરતો હતો. અક્ષય પટેલે અગાઉથી કોલ્ડપ્લેની ટિકિટો ખરીદી હતી. જેથી પોલીસે અક્ષય પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કોલ્ડપ્લે કન્સર્ટ શું છે?
કોલ્ડપ્લે એક બ્રિટિશ રોક બેન્ડ છે.જેની રચના વર્ષ 1997માં થઈ હતી. પાંચ લોકોની ટીમમાં ગાયક અને પિયાનોવાદક ક્રિસ માર્ટિન, ગિટારવાદક જોની બકલેન્ડ, બાસિસ્ટર ગાય બેરીમન, ડ્રમર અને પર્ક્યુસિનિસ્ટ વિલ ચેમ્પિયન અને મેનેજર ફિલ હાર્વ સામેલ છે. જેમાંથી 4 સ્ટેજ પરફોર્મ કરે છે. તેનો લાઈવ કોન્સર્ટ જોવા માટે લોકો મોટી સંખ્યમાં પહોંચી જાય છે. તેના પર્ફોર્મન્સનો અંદાજ અન્ય રોક બેન્ડથી ખુબ અલગ હોય છે. આ બેન્ડની શરુઆત કોલેજના દિવસોમાં શરુ થઈ હતી.તેમના પોતાના શાનદાર ગીતો માટે તેને ગ્રેમી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. જે મ્યુઝિકનો સૌથી મોટો એવોર્ડ હોય છે.
આ પણ વાંચોઃ AMRELI: પૂર્વ સાંસદ નારણ કાછડીયા વિરુધ્ધ અર્ધનગ્ન અવસ્થામાં રજૂઆત, લાગ્યા ભ્રષ્ટાચારના આરોપ