
Ahmedabad:આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025ની ફાઈનલ મેચ રમાવાની છે. તેવામાં મોદી સ્ટેડિયમની સામે જ આવેલી એક દુકાનની બહાર આગ લાગવાની ઘટના સામે આવી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર આગ
મળતી માહિતી મુજબ આજે સવારે સવારે 10.35ની આસપાસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર એકની સામે આવેલી દુકાનમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી.આગની ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આગ લાગતા તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો હતો.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPLની ફાઈનલ મેચ રમાશે. આ પહેલા જ મોદી સ્ટેડિયમના ગેટ નંબર એકની સામે આવેલી દુકાનમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી. આ આગમાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.#Ahmedabad #Fire #stadium #IPLfinal #iplfinal2025 #viralvideo pic.twitter.com/kQwK5EqS1A
— The Gujarat Report (@TGujarat_Report) June 3, 2025
ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી
જોકે અનેક પ્રયાસો બાદ પણ આગ કાબુમાં ન આવતા ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી.જેથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
મોટી સંખ્યામાં દર્શકો મેચ જોવા આવશે
મહત્વનું છે કે, આજે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સની ટીમ વચ્ચે મુકાબલો છે. આ મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. મોટી સંખ્યામાં દર્શકો મેચ જોવા આવશે તેવામાં આ ઘટના બનવા પામી છે.
આ પણ વાંચો:
Ahmedabad માં IPL 2025 ની ફાઈનલ મેચ, શું મેચમાં વરસાદ બનશે વિઘ્ન?
ભારત પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે પરણી ગયાં Khan Sir, તેજસ્વી યાદવને કહ્યું- ‘તમારું જ મોડેલ કોપી કર્યુ’
Rajkot: સમાજના નામે કોણ કોનો ફાયદો ઉઠાવે છે? કોને વાયરલ કર્યો જીગીશા અને બન્નીનો ઓડિયો
Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો
પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran
Ahmedabad માં 3 વર્ષ બાદ કોરોનાથી મોત, જાણો રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા
Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
Gujarat માં ભારે વરસાદની આગાહી, ખેડૂતોને હજુ સહન કરવો પડશે માવઠાનો માર
Kadi-Visavadar પેટાચૂંટણી માટે ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા, જુઓ કોણ છે ઉમેદવારો?
Virat Kohli ના પ્રખ્યાત પબ-રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
Norway Chess 2025: વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશની શાનદાર જીત, મેગ્નસ કાર્લસનના રિએક્શનનો વીડિયો વાયરલ